Gyan Sadhna Scholarship Merit List: ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જ્ઞાન સાધના પરીક્ષા લેવાઈ અયેલ છે. જેના પરિણામ (Gyan Sadhna Result 2025) ની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમના માટે મહત્વના સમાચાર છે.
ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવાની સાથે Gyan Sadhna Scholarship Merit List 2025 પણ જાહેર કરવામાં આવશે. આ મેરીટમાં સમાવેશ થયેલા ઉમેદવારોને સરકારશ્રી દ્વારા સ્કોલરશીપ મળવા પાત્ર થશે.
Gyan Sadhna Result 2025 Link
તમને જણાવી દઈએ કે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સ્કોલરશીપ યોજના છે જેમાં 1 થી 8 ધોરણ સુધી સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ પરીક્ષામાં પાસ થનાર અને મેરીટમાં સમાવેશ થનાર વિદ્યાર્થીને ધોરણ 12 સુધી ભણવા માટે સરકાર દ્વારા Gyan Sadhana Scholarship આપવામાં આવે છે.
Scheme Detail | યોજનાની માહિતી
મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપમાં ધોરણ મુજબ નીચે પ્રમાણે આર્થિક સહાય આપવામાં આવે છે.
ધોરણ | મળવાપાત્ર રકમ |
---|---|
ધોરણ 9 | રૂ.20,000/- |
ધોરણ 10 | રૂ.20,000/- |
ધોરણ 11 | રૂ.25,000/- |
ધોરણ 12 | રૂ.25,000/- |
જ્ઞાન સાધના સ્કોલરશીપ રીઝલ્ટ જોવા માટે તેની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી જોઈ શકો છો. હજુ સુધી રીઝલ્ટ જાહેર થયું નથી. Gyan Sadhana Result 2025 જાહેર થતાંની સાથે જ અમે અહીં લિંક અપડેટ કરીશું
Gyan Sadhna Result આ રીતે જુઓ
- સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ .
- હોમપેજ પર Result પર ક્લિક કરો.
- Gyan Sadhana Merit Scholarship સિલેક્ટ કરો.
- તમારો કન્ફર્મેશન નંબર અને પાસવર્ડ દાખલ કરો.
- ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો.
જ્ઞાન સાધના પરીક્ષા રીઝલ્ટ | અહીં ક્લિક કરો |
Gyan Sadhna Scholarship Merit List Download
ગત વર્ષની વાત કરીએ તો આ પરીક્ષામાં 60 કરતા વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.l
જ્ઞાન સાધના મેરીટ લીસ્ટમાં ગુજરાત ભરના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે. તેમાં જાતિ પ્રમાણે પણ અલગ અલગ મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. પરીક્ષા ના આધારે મેરીટમાં આવનાર 25,000 જેટલા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે શિષ્યવૃત્તિની સહાય ચુકવવામાં આવશે.
Gyan Sadhna Merit List 2025 | Download |