10 પાસ માટે કેન્દ્ર સરકારમાં આવી ભરતી, ઘરે બેઠા કરો ઓનલાઇન અરજી

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

10th Pass naukari: કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ભરતીની જાહેરાતો આવતી રહે છે જે ઘણા લોકોને ખબર હોતી નથી ખાસ કરીને સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે દર વર્ષે ભરતી કરવામાં આવે છે જેમાં 10 પાસ ઉમેદવાર માટે પણ ઘણી બધી જગ્યાઓ ઉપલબ્ધ છે.

જો તમે કેન્દ્ર સરકારમાં નોકરી મેળવવા માગતા હોય અને તમારી શૈક્ષણિક યોગ્યતા માત્ર 10 પાસ હોય તો આજનો આ લેખ તમારા માટે ખાસ છે અને તમને 10 પાસ કેન્દ્ર સરકારની ભરતી વિશે જણાવીશું.

10 પાસ સરકારી નોકરી | 10th Pass Sarkari Naukari

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 10મું પાસ માટે કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો અને ઓફિસોમાં ગ્રુપ-Cની પોસ્ટ માટે ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ માટે દર વર્ષે SSC MTS પરીક્ષા લેવામાં આવે છે. જેના દ્વારા ધોરણ 10 પાસ ઉમેદવાર સરકારી નોકરી મેળવી શકે છે.

SSC MTS નોટીફીકેશન મુજબ નિર્ધારિત કેટ ઓફ ડેટ દ્વારા ધોરણ 10મુ પાસ કરનાર ઉમેદવારો આ ભરતીમાં ઉમેદવારી નોંધાવી શકે છે. વિદ્યાર્થીએ પોતાના રાજ્યના માન્ય બોર્ડ દ્વારા અથવા કેન્દ્રીય બોર્ડમાં ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.

વયમર્યાદા કેટલી હોય છે

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓમાં ઉમેદવારોની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ જો કે કેટલીક પોસ્ટ માટે મહત્તમ વયમર્યાદા 27 વર્ષ છે તેમજ કેટેગરી પ્રમાણે અન્ય છૂટછાટ અંગે જાણવા ઓફિસિયલ નોટિફિકેશન જુઓ.

SSC MTS પરીક્ષા પદ્ધતિ

MTS પોસ્ટ માટે SSC MTS ભરતી પરીક્ષા હેઠળ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં જનરલ નોલેજ, રિઝનિંગ, ન્યૂમેરિકલ અને મેથેમેટિકલ એબિલિટી અને અંગ્રેજી વિષયને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે. વિષયોને બે વિભાગમાં વહેંચવામાં આવેલ છે. દરેક વિભાગ માટે 45 મિનિટનો સમય ફાળવવામાં આવે છે. પાસ કરનાર ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં આવે છે.

અરજી કઈ રીતે કરવી

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://ssc.nic.in/ પર જાવ
  • ત્યારબાદ પ્રથમ તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ કરી લોગીન કરો
  • હોમપેજ પર રહેલા એપ્લાય બટન પર ક્લિક કરો
  • નીચે તમને વિવિધ વિભાગ જોવા મળશે
  • તેમાંથી તમારી શૈક્ષણિક લાયકાત મુજબ જે તે વિભાગમાં એપ્લાય કરી શકો છો.

આ વર્ષે પણ ટૂંક સમયમાં SSC MTS ભરતી પરીક્ષા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર જુલાઈ મહિનામાં નોટિફિકેશન જાહેર થઈ શકે છે. નોટિફિકેશન બાદ ઉમેદવારે ઓફિશિયલ વેબસાઈટ ssc.nic.in પર જઈ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકશે.

Leave a Comment