10 વિભાગોમાં 22000 જગ્યા ઉપર ભરતી: 8 પાસ થી લઈને ગ્રેજયુએટ કરી શકશે અરજી

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

શું તમે સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો? તો તમારા માટે ખુશીના સમાચાર છે આવનારા વીસ દિવસમાં વિવિધ વિભાગોમાં 22,000 જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી આવી રહી છે. જેમાં આઠ 8 પાસ થી લઇ અને ગ્રેજયુએટ સુધી ના ઉમેદવાર અરજી કરી શકશે.

BSF, CISF, બેંક, પોલીસ વગેરે જેવા મોટા વિભાગોમાં 22,000 જગ્યા ઉપર આ ભરતી આવી છે જેમાં અલગ-અલગ સિલેકશન પ્રક્રિયા હશે.

નમસ્કાર મિત્રો સરકારી યોજના માં આપનું સ્વાગત છે અહીં તમને સરકારી યોજના સરકારી ભરતી અને જનરલ નોલેજ ની માહિતી મળી રહેશે.

CISF માં 451, UPSC માં 1105, SSC માં 12,523, BSF માં1410, જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય માં 388, રાજસ્થાનમાં હોમગાર્ડની 3842, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (IDBI) માં 228, પંજાબ પોલીસમાં 1746, મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનમાં 1669 અને આસામ રાઈફલ્સમાં 616 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

અલગ અલગ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી ની ખાલી જગ્યાઓ નીચે મુજબ છે. ભરતી ની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, આવેદન પ્રક્રિયા વગેરે જાણવા માટે ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લેવી.

BSF Recruitment

બોર્ડર સિક્યુરિટી ફોર્સે 1410 જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. જેના માટે 10 અને 12 પાસ કરેલા ઉમેદવારો BSFની સત્તાવાર વેબસાઇટ bsf.gov.in પર જઈને 2 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી શારીરિક કસોટીના આધારે કરવામાં આવશે. જણાવી દઈએ કે BSFમાં આ ભરતીમાં 1343 પદ પુરૂષો માટે અને 67 પદ મહિલા ઉમેદવારો માટે આરક્ષિત છે.

Assam Rifles Recruitment

અસમ રાયફલ્સ માં 616 જગ્યા પર ભરતી આવી છે. . તેથી 10 પાસ ઉમેદવાર અસમ રાયફલ્સની ઑફિશિયલ વેબસાઇટ assamrifles.gov.in પર જઈ 19 માર્ચ સુધી ઑનલાઇન એપ્લિકેશન કરી શકે છે.. Assam Rifles સિલેક્શન ફિજિકલ ટેસ્ટનો આધાર હશે.

CISF (કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ)

સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ કોન્સ્ટેબલ, ડ્રાઈવર અને ડ્રાઈવર કમ પંપ ઓપરેટર પોસ્ટ માટે 451 જગ્યાઓ બહાર પાડી છે. જેના માટે 10મું પાસ ઉમેદવારો CISFની સત્તાવાર વેબસાઇટ cisfrectt.in પર જઈને 22 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. આ પછી, ઉમેદવારોની પસંદગી શારીરિક કસોટીના આધારે કરવામાં આવશે.

ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા

ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (IDBI) એ 228 જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડી છે. જેના માટે 45 વર્ષ સુધીના સ્નાતક ઉમેદવારો IDBIની સત્તાવાર વેબસાઇટ idbibank.in પર જઈને 3 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

Leave a Comment