Aadhaar Update: જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો ફટાફટ અપડેટ કરો 15 જૂન 2023 પહેલા ફ્રીમાં

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Aadhaar Update Online: હાલમાં આધાર કાર્ડની સંસ્થા uidai દ્વારા આધાર કાર્ડ ને લગતા નવા નિયમો જાહેર કર્યા છે, તેમાં જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું હોય તો તેને અપડેટ કરાવવું ફરજિયાત છે. જો અપડેટ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં તમારે ઘણી સમસ્યાઓનું સામનો કરવો પડી શકે છે. તમારું આધાર કાર્ડ નિષ્ક્રિય પણ થઈ શકે છે. તેના માટે માન્ય પ્રૂફ દ્વારા તમારે આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી છે.

તમે જાણો છો કે આધારકાર્ડને એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બનાવી દેવામાં આવ્યું છે સરકારની દરેક યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે આ માટે આધાર કાર્ડની અપડેટ કરવું મહત્વનું છે

આ સાથે જ યુઆઇડીઆઇ એ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી છે જેમાં તમે ઘરે બેઠા પણ આધાર કાર્ડ અપડેટ કરી શકો છો.

Aadhaar Update Online આ રીતે કરો ફ્રી માં

શું તમે તમારું આધાર 10 વર્ષ પહેલા જારી કરાવ્યું હતું અને તે ક્યારેય અપડેટ થયું નથી? તો તમારી ઓળખનો પુરાવો અને સરનામાના દસ્તાવેજનો પુરાવો અપલોડ કરીને તેને ફરીથી માન્ય કરાવવું જરૂરી છે.

આપણે જાણીએ છીએ કે આધાર કાર્ડ મહત્વનો દસ્તાવેજ છે તેથી UIDAI સંસ્થા દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે તે અનુસાર જે લોકોનું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે, તેઓએ પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે પોતાના રહેઠાણનું અને ઓળખના દસ્તાવેજ ઉપલોડ કરી આધારકાર્ડ ઉપડૅટ કરી શકશે.

આ પણ વાંચો: ખેડૂતોએ PM Kisan સન્માન નિધિનો 2000 નો હપ્તો લેવો હોય તો આધાર લિંક ફરજિયાત

ઓનલાઇન ડોક્યુમેન્ટ અપડેટ કરવાની સુવિધા 31 માર્ચથી 14 જૂન 2023 સુધી ફ્રી રાખવામાં આવે છે ત્યારબાદ ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટે ફી ભરવી પડશે.

આધારકાર્ડ અપડેટ ફ્રી

ઘરે બેઠા તમારા મોબાઇલ માંથી આધારકાર્ડને અપડેટ કરવા માટે નીચેના સ્ટેપને અનુસરો:

  • સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in/ પર જાઓ.
  • હવે લોગીન બટન પર ક્લિક કરો ત્યારબાદ તમારા ફાધર નંબર એડ કરી નીચે આપેલ કેપ્ચા કોડ ને દાખલ કરો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો.
  • તમારા ફોન પર આવેલ ઓટીપી દાખલ કરી લોગીન પર ક્લિક કરો.
  • લોગીન થઈ ગયા પછી તમને વિવિધ ઓપ્શન જોવા મળશે,
  • તેમાં નીચેની તરફ સ્ક્રોલ કરો એટલે તમને લાસ્ટમાં Update Document ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની પ્રોસેસ બતાવવામાં આવશે ત્યારબાદ Next પર ક્લિક કરો. હવે તમારી સામે આધાર કાર્ડ ની ડિટેલ આવી જશે.
  • તમારી વિગતો વેરીફાઈ કરી Next બટન પર ક્લિક કરવું.
  • ત્યારબાદ ડોક્યુમેન્ટ નો પ્રકાર સિલેક્ટ કરી અને ડોક્યુમેન્ટ ને Upload કરવું તમે ડોક્યુમેન્ટ jpeg, png કે pdf સ્વરૂપે અપલોડ કરી શકો છો.
  • ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો તમારી એપ્લિકેશન સેવ થઈ જશે.

UIDAI સંસ્થા દ્વારા તમારા ડોક્યુમેન્ટ ચેક કરી તમને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે. એકવાર ડોક્યુમેન્ટ અપડેટ થઈ ગયા પછી તમે આધાર કાર્ડનો ઉપયોગ આગળ પણ ચાલુ રાખી શકશો.

Leave a Comment