Ambalal Patel Aagahi: ગુજરાત રાજ્યમાં ઘણા લાંબા સમયના વિરામ બાદ ફરીથી વરસાદની એન્ટ્રી થઈ છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 16 સપ્ટેમ્બર થી લઈને 20 સપ્ટેમ્બર સુધી કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેની આગાહી કરી છે.
ગુજરાતના હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાને રેડ એલર્ટ આપી દીધી છે. આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
- છોટાઉદેપુર દાહોદ નર્મદા જેવા જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવી છે.
- 18-19-20 સૌરાષ્ટમાં સાર્વત્રિક વરસાદ વરસે ભાગમાં પણ વરસાદ થશે.
અંબાલાલ પટેલ ની આગાહી: આટલા જિલ્લાઓમાં પડશે વરસાદ
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વરસાદ માટેની મજબૂત સિસ્ટમ બની છે, જે ગુજરાતના કેટલા ભાગોમાં પૂર પણ આવે તેવી શક્યતા છે. આ સિસ્ટમના લીધે 17-18 તારીખે સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘ મહેર થશે. લાંબા, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડશે. 18 તારીખથી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે.
અંબાલાલ પટેલ આગાહી કરતા કહ્યું છે કે તારીખ 18-19-20 સૌરાષ્ટમાં સાર્વત્રિક વરસાદ વરસે ભાગમાં પણ વરસાદ થશે.
કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા. બનાસકાંઠાના થરાદ સહિતના વિસ્તારોમાં 17 તારીખ બાદ અતિભારે વરસાદની શક્યતાઓ છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પંચમહાલના આસપાસના વિસ્તારમાંથી ભારે વરસાદ પડશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે.
આ જિલ્લાઓને આપવામાં આવી રેડ એલર્ટ
દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, દાદરા નગર હવેલી વગેરે જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવી છે.
ઓરેન્જ એલર્ટ
મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, સુરત, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ વગેરે જિલ્લાઓમાં સોમવારથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે.
Query
- લાંબા
- જીવભાઈ અંબાલાલ પટેલ
- jivabhai ambalal patel