અંબાલાલ પટેલે કરી આગાહી, ગુજરાતમાં ફરી ત્રાટકશે વરસાદ, આ જિલ્લાઓ પર આવશે જળ સંકટ

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now
  • 27, 28 અને 29 જુલાઈના રોજ પણ ભારે થી અતિ ભારે વરસાદ પડશે.
  • ઓગસ્ટ મહિનામાં ભારે પવન સાથે દરિયામાં હલચલ વધશે.

Rain Forecast Gujarat: ગુજરાતમાં પડેલા ધોધમાર વરસાદની અસર હજી ભુલાઈ નથી ત્યાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરી છે.

ગુજરાતના ઘણા જિલ્લાઓમાં તો સીઝનનો સો ટકાથી વધારે વરસાદ પડી ગયો છે. જુનાગઢ, અમરેલી, નવસારી અને અમદાવાદના લોકો ને તાજેતરમાં પડેલો વરસાદ હજી લાયો નથી, ત્યાં ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં 27 જૂને ચોમાસું બેઠું હતું. વાવાઝોડાના લીધે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ત્યાર પછી સતત અલગ અલગ રાઉન્ડમાં થઈને રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં થવો જોઈએ તેના કરતાં વધારે વરસાદ ખાબકી ગયો છે.

અંબાલાલ પટેલે કરી ચોથા રાઉન્ડની આગાહી

વરસાદના ત્રણ રાઉન્ડ બાદ અંબાલાલ પટેલે ચોથા રાઉન્ડની આગાહી કરી છે બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેસર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. અને બહુ જલ્દી ભારે વરસાદ ની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ૩૦ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. હાલ રાજ્યમાં ડીપ ડિપ્રેશન બન્યું છે જેના કારણે 22 થી 29 તારીખ ભારતથી અતિ ભારે વરસાદ રહેશે.

આ પણ વાંચો: આજના સોનાના ભાવ | Gold Rate in Gujarat Today | Gold Prices Today (27/07/2023)

આ પણ વાંચો: મચ્છર કરડવાનું તો દૂર, ઘરની પાસે પણ નહિ આવે, ઘરની વસ્તુમાંથી બનાવો દેશી જુગાડ

બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેસર ગુજરાત સહિત દેશના વિભિન્ન ભાગોમાં વરસાદ લાવશે આ સાથે અરબ સાગરનો ભેજ પણ મળશે અને 30 મી જુલાઈ સુધીમાં સમગ્ર દેશ સહિત ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. આ અગાઉ અંબાલાલ પટેલે કહ્યું હતું કે 22 થી 24 જુલાઈ દરમિયાન વરસાદ કહેર મચાવશે. તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાંથી ઘણી વાતો આ દિવસોમાં સાચી પડી હતી.

સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ

હવે 27મી તારીખે પણ વરસાદનું વધુ એક વહન આવવાની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ લાવી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાની 2 થી 4 તારીખ દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રમાં વિવિધ ભાગોમાં વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે કહ્યું છે કે 27, 28 અને 29 જુલાઈના રોજ પણ ભારે થી અતિ ભારે વરસાદ પડશે. ઓગસ્ટ મહિનામાં ભારે પવન સાથે દરિયામાં હલચલ વધશે.

આગાહી અનુસાર 2, 3 અને 4 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ રહેશે. એટલું જ નહીં ત્યાર પછી 8 થી 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે.

Leave a Comment