Anubandham Portal Gujarat: શું તમે નોકરી ની શોધમાં છો તો હવે તમારે નોકરી વિશેની માહિતી મેળવવા ક્યાંય નહીં જવું પડે ગુજરાત સરકાર દ્વારા અનુબંધમ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જેના પર રજીસ્ટ્રેશન કરી તમે ઘરે બેઠા નોકરીની ઓફરો મેળવી શકો છો.
અનુબંધમ એ નોકરી આપનાર અને નોકરી મેળવવા ઇચ્છતા ને એક જગ્યાએ એકસાથે લાવવાનું પ્લેટફોર્મ છે. આજના આ લેખમાં અનુબંધન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું કઈ રીતે નોકરી શોધવી વગેરે માહિતી જણાવીશું તો આ લેખને અંત સુધી વાંચો.
અનુબંધમ જોબ પોર્ટલ |Registretion | Log in
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા અનુબંધન નામનું વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે આ પોર્ટલ પર નોકરી મેળવવા ઈચ્છતા અને નોકરી પ્રોવાઇડર બંને રજીસ્ટ્રેશન કરી શકે છે આથી નોકરી મેળવવા માંગતા અને નોકરી પ્રોવાઇડર બંનેનો સમન્વય એક જ પોર્ટલ પર થઈ શકે અને યુવાનોને પોતાને લાયકાત પ્રમાણે નોકરી મેળવવામાં સરળતા રહે.
Anubandham Portal Gujarat Overview
પોર્ટલનું નામ | અનુબંધમ જોબ પોર્ટલ |
રાજ્ય | ગુજરાત |
હેતુ | રોજગારીની તકો ઉભી કરવી |
અરજી કરવાની સ્થિતિ | એક્ટિવ (શરુ છે) |
ઓફિસિયલ વેબસાઈટ | https://anubandham.gujarat.gov.in/ |
Anubandham Gujarat Portal ના લાભ
- નોકરી ઇચ્છુક યુવાનો ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે
- ઉમેદવારની લાયકાત અનુસાર રોજગારીની તકોનું મેચીંગ કરી શકાય છે.
- રોજગારદાતાઓ ઓનલાઈન નોંધણી દ્વારા પોતાના વ્યવસાયમાં રહેલી ખાલી જગ્યાઓની માહિતી અનુબંધમ પોર્ટલ પર ભરી શકે છે.
- Anubandham Portal Gujarat મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ દ્વારા નોકરીના સ્થળના ઈન્ટરવ્યુહ વિશેની માહિતી પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકે છે.
- ગુજરાતમાં કોઈપણ જગ્યાએ કોઈ પણ કંપની કે સંસ્થામાં આવેલ ભરતીની માહિતી મોબીલે દ્વારા મેળવી શકાશે.
Anubandham Portal પાત્રતા
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા Anubandham Portal Online Registration ની સુવિધા બેરોજગારો માટે ચલાવવામાં આવે છે. આ પોર્ટલ પર શિક્ષિત અને અભણ બંને લોકો પોતાની આવડત અને લાયકાત મુજબ ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના મુલ્યે કરાવી શકે છે.
Job Seeker Online Registration | આ રીતે કરો તમારું રજીસ્ટ્રેશન
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ.
- હોમ પેજ પર રહેલા રજીસ્ટર બટન પર ક્લિક કરો.
- જેમાં નોકરી મેળવવા ઈચ્છતા હોય તો “Job Seeker” સિલેક્ટ કરવાનું રહેશે.
- ત્યારબાદ ઉમેદવારે પોતાની “ઈમેઈલ આઈડી” અથવા મોબાઈલ નાખીને OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારી બેઝિક માહિતી ભરો અને Next પર ક્લિક કરો.
- ત્યાર પછી આધાર નંબર દાખલ કરી, પાસવર્ડ દાખલ કરી Sign Up બટન પર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઇ જશે.
Ji S K si