CET Online Registration: જ્ઞાનસેતુ શિષ્યવૃતિ અંતર્ગત કોમન પ્રવેશ પરીક્ષાના ફોર્મ શરુ

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gyansetu CET Registration: રાજ્ય સરકાર દ્વારા જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કુલ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસીડેન્સીયલ સ્કુલ, રક્ષાશક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલમાં ધોરણ 6 માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) મેરીટના આધારે સ્કોલરશીપ યોજના શરૂ થયેલ છે. વર્ષ 2024-25 ના શૈક્ષણિક વર્ષ માટે આ યોજના હેઠળ ટેસ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજનાર છે.

નમસ્કાર મિત્રો તો આજના લેખમાં અમે તમને આ યોજના અંતર્ગત ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા? કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? યોજના અંતર્ગત કયા કયા લાભો મળશે? જેવી તમામ માહિતી આપીશું.

CET Online Registration 2024-25 | જ્ઞાનસેતુ સ્કોલરશીપ પરીક્ષા

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 1 થી 5 નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કુલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ, રક્ષાશક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે ધોરણ 6 માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે ધોરણ 6 થી 12 ના અભ્યાસ દરમિયાન Mukhyamantri Gyansetu Merit Scholarship આપવામાં આવશે.

Common Entrance Test Overview

પરીક્ષાનું નામકોમન પ્રવેશ પરીક્ષા (CET)
રજીસ્ટ્રેશન શરૂ થયાની તારીખ29/01/2024
છેલ્લી તારીખ09/02/2024
પરીક્ષા ફીનિશુલ્ક (ફ્રી)
પરીક્ષાની તારીખ30/03/2024
ઓફિસિયલ વેબસાઈટhttps://www.sebexam.org/

CET પરીક્ષાના લાભ

પરીક્ષામાં પાસ થનાર અને મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને સરકાર દ્વારા બનાવવામાં આવેલી નીચેની શાળાઓમાં ધોરણ 6 થી 12 ના અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવશે. આ શાળાઓમાં રહેવા, જમવા અને શિક્ષણની તમામ પ્રકારની સુવિધાઓ નિઃશુલ્ક (ફ્રી) આપવામાં આવશે

  • જ્ઞાન શક્તિ મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના
  • જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ
  • જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ ટ્રાઇબલ સ્કુલ
  • રક્ષા શક્તિ સ્કૂલ
  • જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ (જે વિદ્યાર્થીઓ ઉપરોક્ત શાળાઓમાં જવા ના માંગતા હોય તો જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ મેળવી શકશે)

પરીક્ષા માટેની પાત્રતા

  • સરકારી અને અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળાઓમાં ધોરણ 1 થી 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે.
  • સ્વનિર્ભર/ખાનગી શાળામાં ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફક્ત રક્ષાશક્તિ સ્કૂલ(25% બેઠકોની મર્યાદામાં) અને મોડેલ સ્કૂલના ધોરણ 6 ના પ્રવેશ માટે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટ ના આધારે આ શાળાઓમાં (રક્ષા શક્તિ અને મોડેલ સ્કૂલ) ધોરણ 6 માં પ્રવેશ આપવામાં આવશે.

CET exam full form

CET પૂરું નામ Common Entrance Test છે. જેને ગુજરાતીમાં સામાન્ય પ્રવેશ પરીક્ષા કહે છે.

પરીક્ષા ફી

આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (કોમન પ્રવેશ પરીક્ષા) નિઃશુલ્ક રહેશે.

CET ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું.

હાલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બાળકો આ ફોર્મ ભરી શકે છે. જેમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો અને પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે ફોર્મ ભરવાની અલગ અલગ પદ્ધતિ છે જે નીચે મુજબ છે.

સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે: હાલ સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે તે ધોરણ 5 ના બાળકો માટે શાળા દ્વારા જ ફોર્મ ભરવામાં આવશે તેના માટે બાળકના વાલીએ જે તે શાળાનો સંપર્ક કરવાનો રહેશે.

પ્રાઇવેટ ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે: ખાનગી એટલે કે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે નીચે મુજબ ફોર્મ ભરી શકશે.

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ http://www.sebexam.org/ પર જાવ
  • Online Apply બટન પર ક્લિક કરો
  • પરીક્ષાના નામની સામે રહેલ Apply બટન ઉપર ક્લિક કરો
  • ત્યારબાદ વિદ્યાર્થીનો 18 આંકડાનો આધાર ડાયસ નંબર દાખલ કરી સબમિટ બટન પર ક્લિક કરો. (વિદ્યાર્થીના આધાર ડાયસ નંબર માટે શાળાનો સંપર્ક કરવો)
  • વિદ્યાર્થીની વિગતો તમારી સામે આવી જશે જેની ખરાઈ કરી તમારું ફોર્મ સબમીટ કરવું અને પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવી.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment