ઈલેક્ટ્રીક સાધન સહાય યોજના, ઇન્વર્ટર ખરીદવા મળશે રૂપિયા 8500/- ની સહાય

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Electric Sadhan Sahay: ગુજરાત સરકારની ઘણી બધી સહાયકારી યોજનાઓ અમલમાં છે જેના દ્વારા રાજ્યના નાગરિકોને આર્થિક સહાય આપવામાં આવે છે. આવી જ એક યોજના ઇલેક્ટ્રીક સાધન સહાય વિશે આજે અમે તમને જણાવીશું.

ઈલેક્ટ્રીક સાધન સહાય યોજના કોના માટે છે? કેવી રીતે ઓનલાઇન અરજી કરવી? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે? પાત્રતા, વગેરે વિશે આ લેખમાં માહિતી આપી છે તો લેખને સંપૂર્ણ વાંચો.

ઈલેક્ટ્રીક સાધન સહાય યોજના @ikhedut.gujarat.gov.in

સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે, પરંતુ માહિતીના અભાવે લોકો સુધી આ યોજનાઓનો લાભ પહોંચતો નથી. અને ઘણા લોકો યોજનાઓના લાભથી વંચિત રહી જતા હોય છે. આથી લેટેસ્ટ યોજનાઓની માહિતી મેળવવા અમારા Whatsapp ગ્રુપમાં જરૂર જોડાઓ.

ઈલેક્ટ્રીક સાધન સહાય યોજના અંતર્ગત ઇન્વેટર ઇલેક્ટ્રિક સગડી ઇલેક્ટ્રિક વોટર પંપ વગેરે માટે આર્થિક સહાય આપવામાં આવે છે.

Electric Sadhan Sahay Overview

યોજના નું નામઈલેક્ટ્રીક સાધન સહાય
કોના દ્વારાગુજરાત સરકાર
અરજીનો પ્રકારઓનલાઈન
અરજીની છેલ્લી તારીખ31/07/2023
ઓફિસિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

ઈલેક્ટ્રીક સાધન સહાય યોજના ના લાભ

ઈલેક્ટ્રીક સાધન સહાય યોજના અંતર્ગત નીચેના લાભ આપવામાં આવે છે.

  • ઇન્વર્ટર ખરીદવા માટે રૂ. 8,500/- અથવા ખરીદ કિંમત બે માંથી જે ઓછુ હોય તે.
  • ઇલેકટ્રીક સગડી ખરીદ માટે રૂ.3000/- અથવા ખરીદ કિંમત બે માંથી જે ઓછુ હોય તે.
  • ઇલેકટ્રીક વોટર પંપ ખરીદ માટે રૂ. 3000/- અથવા ખરીદ કિંમત બે માંથી જે ઓછુ હોય તે.

કોણ આ યોજનાનો લાભ લઇ શકે

આ યોજનાનો અમલ રાજયના દરિયાઇ વિસ્‍તારોનાં જિલ્‍લાઓમાં થશે. આથી જે લોકો માછીમારી સાથે જોડાયેલ છે અને માછીમારનું લાઇસન્સ ધરાવે છે તેમને આ યોજના નો લાભ મળવાપાત્ર છે.

નિયત કરાયેલ સ્‍પેસીફીકેશન મુજબના સાધનો માછીમારોએ ઓથોરાઇઝડ ડિલર પાસેથી ખુલ્‍લા બજારમાંથી ખરીદી કરવાની રહેશે.

લાભાર્થી માછીમારે ખરીદ કરેલ ઇલેકટ્રીક સાધનો પોતાની બોટ ઉપર બેસાડેલ છે અને સંતોષકારક રીતે કામ કરે છે તેની ભૌતિક ચકાસણી જીલ્લા અધિકારીશ્રીએ કરવાની રહેશે અને તે મુજબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.

એક વખત સહાય મળ્યા બાદ પાંચ વર્ષ સુધી આ પ્રકારની સહાય બીજી વખત મળવાપાત્ર થશે નહી.

ઈલેક્ટ્રીક સાધન સહાય યોજના અરજી કેવી રીતે કરવી

  • સૌપ્રથમ તો ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ પર જાવ.
  • હોમ પેજ પર રહેલા મેનુમાંથી “યોજનાઓ” પર ક્લિક કરો.
  • ત્યારબાદ જીલ્લો પસંદ કરી સબમીટ બટન પર ક્લિક કરો.
  • મત્સ્ય પાલન યોજનાઓ લિસ્ટ તમારી સામે આવશે, તેમાંથી “ઈલેક્ટ્રીક સાધન સહાય” પર ક્લિક કરો.
  • ત્યારબાદ “અરજી કરો” ઓપ્શન પર ક્લિક કરો
  • ફોર્મમાં કાળજીપૂર્વક માહિતી ભરી સેવ પર ક્લિક કરો.
  • ત્યારબાદ માહિતી ચકાસી કન્ફર્મેશન પર ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક્સ

અરજી કરોઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment