ફિક્સ પગારના કર્મચારીઓને મળશે રૂપિયા 14 લાખની સહાય

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Fix-pay employees Update: ફિક્સ પગાર ના કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે જો તમે ફિક્સ પગારના કર્મચારી હોય તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે.

સરકારે ફિક્સ પગારના વર્ગ-3 અને વર્ગ-4 કર્મચારી માટે સહાયની રકમમાં વધારો કર્યો છે. આ સહાય ક્યારે મળે છે અને કોને કોને મળે છે તે જાણવા આ લેખને જરૂર વાંચો.

ફિક્સ પગારના કર્મચારીઓને રૂ. 14 લાખની ઉચ્ચક નાણાકીય સહાય

મિત્રો ગુજરાત સરકારમાં કોઈપણ વિભાગમાં નોકરીના શરૂઆતના પાંચ વર્ષ ફિક્સ પગાર હેઠળ પસાર કરવાના હોય છે આ દરમિયાન કર્મચારીને અન્ય કોઈપણ સરકારી લાભો આપવામાં આવતા નથી.

કર્મચારીને માત્ર તેનો નક્કી કરેલો ફિક્સ પગાર આપવામાં આવે છે પરંતુ જો કર્મચારી ફિક્સ પગારની સેવા દરમિયાન અવસાન પામે તેવા કિસ્સામાં તેમને રૂપિયા 7 લાખની ઉચ્ચક સહાય ચૂકવવામાં આવતી હતી જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે.

સરકાર દ્વારા કરારીય સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ 3 અને વર્ગ ૪ ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવાની નીતિ દાખલ કરવામાં આવેલ છે.

રૂ. 14 લાખની ઉચ્ચક નાણાકીય સહાય

ફિક્સ પગારના કર્મચારીઓને તેઓની ફિક્સ પગારની સેવા દરમિયાન અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિતને અન્ય કોઈ નાણાકી લાભો મળવાપાત્ર નથી. જેથી ફિક્સ પગાર નીતિ અન્વયે કરારીય ધોરણે નિમણૂક પામેલા વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓની ફિક્સ પગારની સેવા દરમિયાન અવસાનના કિસ્સામાં મળવાપાત્ર ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણા ને અંતે સરકારશ્રી દ્વારા હાલ ફિક્સ પગારના કર્મચારીઓ માટેની ઉચ્ચક નાણાકીય સહાય રકમમાં વધારો કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ ખાતેથી નિયમિત જગ્યા ઉપર ફિક્સ પગારની નીતિ અન્વયે કરારીય ધોરણે નિમણૂક પામેલ વર્ગ-3 અને વર્ગ-૪ ના કર્મચારીઓની ફિક્સ પગારની સેવા દરમિયાન તારીખ 12/10/2023 કે ત્યારબાદ થયેલ અવસાનના કિસ્સામાં રૂપિયા 14 લાખની ઉચ્ચક નાણાકી સહાય કરવામાં આવશે.

પરિપત્ર ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
હોમપેજSarkari Yojana

Leave a Comment