ગુજરાત વિધાનસભા મંત્રી મંડળ: શું છે કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), રાજ્યમંત્રી વચ્ચેનો ફરક

ગુજરાત વિધાનસભા મંત્રી મંડળ: નમસ્કાર મિત્રો સરકારી યોજના માં તમારું સ્વાગત છે હાલમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી સંપન્ન થયા પછી ૮ ડિસેમ્બરે તેના પરિણામ જાહેર થયા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીએ 156 સીટ પર વિજય મેળવી સરકારની રચના કરી છે.

નવા મંત્રીમંડળની તારીખ 12 ડિસેમ્બર 2022 ના રોજ શપથ વિધિ યોજવામાં આવી હતી અને મંત્રીમંડળની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં પક્ષમાંથી ચૂંટાઈને આવેલા વિવિધ ઉમેદવારોને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય મંત્રી મંડળ માં કોનો કોનો સમાવેશ થયો છે અને કયા કયા ખાતા ફાળવવામાં આવ્યા છે તે જાણવા આ લેખને સંપૂર્ણ વાંચો.

ગુજરાત વિધાનસભા મંત્રી મંડળ 2022

ગુજરાત વિધાનસભા મંત્રીમંડળ ની રચના કરી દેવામાં આવી છે અને જે પણ ઉમેદવારોની ખાતા ફાળવવામાં આવ્યા છે તેની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. વિધાનસભા મંત્રીમંડળમાં ત્રણ પ્રકારના હોદ્દા હોય છે જેમાં કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) અને રાજ્યકક્ષાનાં મંત્રીનો સમાવેશ થાય છે.

કેબિનેટ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો), અને રાજ્ય કક્ષાના મંત્રી વચ્ચેનો ફરક

કેબિનેટ મંત્રી (Cabinet Minister)

કેબિનેટ મંત્રી તેમના મંત્રાલયના વડા કહેવાય છે. મંત્રાલયના કોઈપણ પ્રકારના કામકાજ માટે સીધી રીતે તેઓ જવાબદાર હોય છે. સરકારના ફેસલા માં તેમની પણ ભાગીદારી હોય છે અને દર સપ્તાહે થતી કેબિનેટ બેઠકમાં પણ સામેલ થાય છે. સરકાર કેબિનેટની બેઠકમાં ખરડો, નવો કાયદો બનાવવો, કાયદામાં સુધારો કરવો જેવા નિર્ણય કરે છે તેમાં કેબિનેટ મંત્રી હિસ્સો હોય છે.

રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)

સ્વતંત્ર હવાલો ધરાવતા રાજયમંત્રી સીધા જ મુખ્ય મંત્રીને રિપોર્ટ સોંપે છે. તેમને જુનિયર મિસ્ટર પણ કહેવાય છે. તેમને ફાળવવામાં આવેલા મંત્રાલય અને વિભાગ પ્રત્યે તેમની પૂરી જવાબદારી હોય છે. સામાન્ય રીતે તેઓ કેબિનેટ બેઠકમાં સામેલ થતા નથી પણ વિશેષ અવસર પર મંત્રાલયના મુદ્દા પર ચર્ચા માટે કેબિનેટની બેઠકમાં બોલાવવામાં આવી શકે છે.

રાજ્ય કક્ષાના મંત્રી

રાજ્ય મંત્રી કેબિનેટ મંત્રી ના હાથ નીચે કામ કરે છે અને તેમને રિપોર્ટ સોંપે છે. તેઓ એક રીતે કેબિનેટ મંત્રી ના સહાયક મંત્રી હોય છે. એક કેબિનેટ મંત્રીના હાથ નીચે એકથી વધારે રાજ્યમંત્રી પણ હોઈ શકે છે. એક મંત્રાલયમાં અનેક વિભાગ હોય છે જેની ફાળવણી તેમને કરવામાં આવે છે તેનાથી કેબિનેટ મંત્રી ને મંત્રાલયને ચલાવવામાં સરળતા રહે છે.

ગુજરાત વિધાનસભા મંત્રી મંડળ 2022 યાદી | List

અહીં નીચે ગુજરાત મંત્રીમંડળ અને તેમને ફાળવવામાં આવેલા ખાતા વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે.

નામહોદ્દોવિષય ફાળવણી
શ્રી ભૂપેન્દ્ર પટેલમુખ્યમંત્રીસામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનીજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, તમામ નીતિવિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો

કેબીનેટ મંત્રીશ્રીઓ | GujaratCabinet Ministers

નામહોદ્દોવિષય ફાળવણી
શ્રી કનુભાઈ મોહનભાઈ દેસાઈમંત્રીશ્રીનાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ
શ્રી ઋષિકેશભાઈ પટેલમંત્રીશ્રીઆરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉંચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
રાઘવજી પટેલમંત્રીશ્રીકૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
બળવંતસિંહ રાજપૂતમંત્રીશ્રીઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર
કુવરજી બાવળીયામંત્રીશ્રીજળસંપત્તિ અને પાણી પુરવઠો, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
મુળુભાઈ બેરામંત્રીશ્રીપ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ
ડો. કુબેરભાઈ ડીંડોરમંત્રીશ્રીઆદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
ભાનુબેન બાબરીયામંત્રીશ્રીસામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ

રાજ્યકક્ષાના મંત્રીઓ

નામહોદ્દોવિષય ફાળવણી
હર્ષ સંઘવીરા.ક.મંત્રીશ્રીરમત-ગમત અને યુવક સેવા, સ્વેચ્છિક સંસ્થાઓ નું સંકલન, બિનનિવાસી ગુજરાતીઓ નો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહરક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો) ગૃહ અને પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્યકક્ષા)
જગદીશ વિશ્વકર્મારા.ક.મંત્રીશ્રીસહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો) લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્યકક્ષા)
પરષોત્તમ સોલંકીરા.ક.મંત્રીશ્રીમત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન
બચુભાઇ મગનભાઇ ખાબડરા.ક.મંત્રીશ્રીપંચાયત, કૃષિ
મુકેશભાઈ જે.પટેલરા.ક.મંત્રીશ્રીવન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા
પ્રફુલ્લભાઇ પાનસેરિયારા.ક.મંત્રીશ્રીસંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
ભીખુસિંહ પરમારરા.ક.મંત્રીશ્રીઅન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
કુંવરજીભાઇ હળપતિરા.ક.મંત્રીશ્રીઆદિજાતિ વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ
Gujarat Cabinet Council Ministers

નોંધ: ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટના માધ્યમથી મેળવેલી હોય જેનો ઉદ્દેશ્ય ફક્ત લોકોને માહિતી મળી રહે તે માટેનો છે. વધુ જાણકારી માટે ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લેવી.

Leave a Comment