ગુજરાતમાં જ્ઞાન સહાયક હેઠળ 26,500 શિક્ષકોની કરાશે ભરતી, જુઓ લાયકાત, પગાર, પસંદગી પ્રક્રિયા

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gyan Sahayak Bharti 2023: ગુજરાત સરકારે રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં શિક્ષક ઊભો ન થાય, તે હેતુથી જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત ભરતી કરવાનો નિર્ણય કરેલો છે.

ટૂંક સમયમાં સરકાર દ્વારા જ્ઞાન સહાયક ભરતી બહાર પાડવામાં આવશે. જ્ઞાન સહાયક તરીકે ભરતી થવા માટેની લાયકાત પગાર ધોરણ પસંદગી પ્રક્રિયા વગેરે વિશે આજના આ લેખમાં માહિતી આપીશું. તેથી આ લેખને સંપૂર્ણ વાંચો.

જ્ઞાન સહાયક ભરતી લાયકાત, પગાર, પસંદગી પ્રક્રિયા

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને મિશન ઓફ સ્કૂલ એક્સિલન્સ યોજના અમલવારી દરમિયાન પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય યોગ્ય રીતે થાય અને ખાસ કરીને મિશન સ્કૂલ ઓફ એક્સલેશન્સમાં પસંદ થયેલી શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત ભરતી કરવામાં આવશે જેમને ઉચ્ચ માનદ વેતન ચૂકવવામાં આવશે. આ માટેનો ઠરાવ સરકાર દ્વારા કરવામાં કરવામાં આવ્યો છે.

Gyan Sahayak Bharti 2023 Overview

પોસ્ટનું નામજ્ઞાન સહાયક
પ્રકારકરાર આધારિત
વિભાગશિક્ષણ વિભાગ
પગારપ્રાથમિક: 21000/-
માધ્યમિક: 24000/-
ઉચ્ચતર માધ્યમિક: 26000/-
કુલ જગ્યા26500 (લગભગ)
ઓફિસિયલ વેબસાઈટટૂંક સમયમાં અપડેટ કરવામાં આવશે

કુલ જગ્યા 26500

રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાસ કરીને “મિશન સ્કૂલ ઓફ એક્સલેશન” માં પસંદ થયેલ શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઇ શકે, તે માટે પ્રાથમિક શાળાઓમાં 15000 અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 11500 જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે.

પગાર ધોરણ

જ્ઞાન સહાયકોને 11 માસના કરાર આધારિત નીચે મુજબ માસિક પગાર આપવામાં આવશે.

  • પ્રાથમિક શાળાઓમાં 21000/-
  • માધ્યમિક શાળામાં 24,000/-
  • ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 26,000/-

લાયકાત

જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત નિમણૂક મેળવવા પ્રાથમિક વિભાગ માટે TET-2 પરીક્ષામાં ઉતીર્ણ થયેલ ઉમેદવારો, માધ્યમિક વિભાગ માટે TAT (માધ્યમિક) અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે TAT (ઉચ્ચતર માધ્યમિક) પરીક્ષામાં ઉતીર્ણ થયેલા ઉમેદવાર અરજી કરી શકશે.

જ્ઞાન સહાયક પસંદગી પ્રક્રિયા | Selection process

અરજી કરનાર અરજદારોએ સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ શાળાઓની યાદી પૈકી તેઓ કઈ શાળામાં/શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે કામગીરી કરવા ઈચ્છે છે તેની પસંદગી ઓનલાઇન કરવાની રહેશે અને Merit Cum Preference મુજબ શાળાવાર જ્ઞાન સહાયક ની યાદી તૈયાર કરી, સંબંધિત જિલ્લાના અધિકારીઓને મોકલી આપવામાં આવશે.

મહત્વપૂર્ણ લીંક્સ

જ્ઞાન સહાયક ભરતી પરિપત્રઅહીં ક્લિક કરો
પ્રેસ નોટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment