મચ્છર કરડવાનું તો દૂર, ઘરની પાસે પણ નહિ આવે, ઘરની વસ્તુમાંથી બનાવો દેશી જુગાડ

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

ચોમાસાની ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી જાય છે. શું તમે પણ મચ્છરના ત્રાસથી કંટાળી ગયા છો? તો આ રહ્યો દેશી ઉપાય જેનાથી મચ્છર કરડવાનું તો દૂર, પણ તમારા ઘરની આસપાસ પણ નહીં રહે.

ઘણા લોકો મચ્છરથી બચવા માટે કેમિકલ યુક્ત અગરબત્તી કે બજારમાંથી મળતા ફાસ્ટકાર્ડ નો ઉપયોગ કરતા હોય છે જેમ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અહીં અમે તમને એક એવો ઉપાય બતાવીશું કે જેનાથી મચ્છર તમારા ઘરમાંથી ભાગી જશે અને સ્વાસ્થયને પણ નુકસાન નહીં કરે.

મચ્છર ભગાડવાનો દેશી ઉપાય

અહીં તમને જે ઉપાય બતાવવા જઈ રહ્યા છે તેમાં જોઈતી વસ્તુ તમારા ઘરમાંથી જ મળી રહેશે. તમારે બીજો કોઈ ખર્ચો કરવાની જરૂર નથી. માત્ર ત્રણ ચાર વસ્તુઓથી ઉપયોગથી તમે મસર મચ્છરોને દૂર બગાડી દેશો.

મચ્છરો ને લીધે ઘણા રોગો ફેલાય છે આથી મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા અને વધુ રોગ ન ફેલાઈ તેના માટે મચ્છરોને ભગાડવાનો ઉપાય કરવો જરૂરી છે.

બસ આટલી વસ્તુઓ જોઈશે

  • કડવા લીમડાના પાન
  • ડુંગળીના ફોતરા
  • તમાલપત્ર
  • કપૂર
  • સરસવનું તેલ
  • લવિંગ

આ પણ વાંચો: સફેદ વાળ તરત જ કાળા કરી દેશે તમારા રસોડામાં હાજર આ વસ્તુ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો

બનાવવાની રીત

લીમડાના સુકાયેલા પાન લો. જો લીલા હોય તો તેને બે ત્રણ દિવસ પહેલા સુકવી દો. ડુંગળીના ફોતરા પણ સુકાયેલા લેવા. આઠ થી દાસ તમાલપત્ર લેવા. બજારમાંથી મળતી કપૂરની આઠ-દસ ગોટી લેવી. અને દસ થી પંદર લવિંગ લેવા. આ તમામ વસ્તુ મિક્સરમાં નાખી પાવડર બનાવી લો.

હવે દીવો કરવાનું માટીનું કોડિયું લો, જો કોડિયું ન હોય તો વાટકી પણ લઈ શકો. તેમાં સરસવનું તેલ નાખો. તેમાં અડધી ચમચી જે પાવડર બનાવ્યો છે તે નાખો. આ મિશ્રણમાં દીવાની વાટ મૂકી આ દીવો સળગાવો. તેમાંથી જે ધુમાડો નીકળશે તેનાથી તમામ મચ્છરો લાગી જશે.

બનાવવાની રીતનો વિડિઓ જોવા: અહીં ક્લિક કરો

તો મિત્રો આવી રીતે તમે દેશી ઉપાય કરી મચ્છરોને ભગાડી શકો છો. જેથી કરીને બજારમાં મળતી કેમિકલયુક્ત અગરબત્તીઓનો ઉપયોગ બંધ કરી શકાય.

મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર જરૂર કરો અને આવી જ લેટેસ્ટ માહિતી મેળવવા માટે અમારા Whatsapp ગ્રુપમાં જરૂર જોડાઓ.

Leave a Comment