ઘરે બેઠા ઓનલાઇન કંડકટરનું લાયસન્સ કેવી રીતે કઢાવવું જાણી લો સંપૂર્ણ પ્રોસેસ

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Conductor license Gujarat: તાજેતરમાં જ ગુજરાત એસટી વિભાગમાં બહાર પાડવામાં આવેલી કંડકટર અને ડ્રાઇવરની ભરતીમાં જો તમે કંડક્ટર ની નોકરી માટે ફોર્મ ભરવા માગતા હોય તો તમારી પાસે કંડકટર લાયસન્સ હોવું જરૂરી છે.

જો તમારે કંડકટર લાયસન્સ કઢાવવું હોય તો આજના આ લેખમાં તેના વિશે અમે તમને માહિતી આપીશું કે કઈ રીતે ઓનલાઇન કંડક્ટર લાઇસન કઢાવવું.

ઓનલાઇન કંડકટરનું લાયસન્સ કેવી રીતે કઢાવવું

હવે તમે કંડકટર લાયસન્સ ઓનલાઈન પણ કઢાવી શકો છો. તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી કંડકટર લાયસન્સ કઢાવી શકો છો. આ માટેની પ્રોસેસ અને જરૂરી ડોક્યુમેન્ટ ની માહિતી નીચે આપેલી છે, તેમજ ઓનલાઇન અરજી કરવાની લીંક પણ નીચે આપેલી છે.

કંડકટર લાયસન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટ

કંડકટર લાયસન્સ માટે ઓનલાઇન અરજી કરતા પહેલા નીચેના જરૂર ડોક્યુમેન્ટ તૈયાર રાખવા.

  • આધાર કાર્ડ
  • ધોરણ 10 ની માર્કશીટ
  • ફર્સ્ટ એડ ની વિગતો
  • મેડિકલ્સ ફિટનેસ સર્ટિફિકેટ
  • સરનામાનો પુરાવો
  • ઓળખનો પુરાવો

કંડકટર લાયસન્સ કેવી રીતે કઢાવવું?

કંડકટર લાયસન્સ કઢાવવા માટેની સંપૂર્ણ પ્રોસેસ નીચે આપેલ છે નીચે આપેલા સ્ટેપ ને અનુસરી તમે Online Conductor license કઢાવી શકો છો.

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ parivahan.gov.in પર જાઓ.
  • હોમપેજ પર Online Services વિકલ્પ હેઠળ, ‘Driving Licence related Services‘ વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ ઉપર મેનુમાં Conductor Licence નામનું એક ઓપ્શન જોવા મળશે તેમાં New Conductor Licence બટન પર ક્લિક કરવાનું રહેશે.
conductor-licence-gujarat
conductor-licence-gujarat
  • ત્યારબાદ તમારી સામે અરજીના સ્ટેપ દર્શાવતી સૂચના આવશે તેની નીચે રહેલ Continue બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એપ્લિકેશન ફોર્મ ભૂલી જશે જેમાં સૌપ્રથમ ઉપર રાજ્ય અને આરટીઓ સિલેક્ટ કરવાની રહેશે.
  • ત્યારબાદ તમારી પર્સનલ માહિતી, એડ્રેસ ડિટેલ અને મેડિકલ ડિટેલ એટલે કે ફર્સ્ટ એડની માહિતી ભરવાની રહેશે.
  • માહિતી કાળજીપૂર્વક કરી લીધા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • પછી તમારી સામે એકનોલેજમેન્ટ સ્લીપ તમને જોવા મળશે તેમાં એપ્લિકેશન નંબર હશે. તેમાં તમારે Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરી ઓનલાઈન ફી ની ચુકવણી કરવાની રહેશે.

કંડક્ટર લાયસન્સ ડાઉનલોડ કરવાની પ્રોસેસ

કંડકટર લાયસન્સ ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ અનુસારો.

  • સૌ પ્રથમ વેબસાઈટ પર જાઓ
  • ડ્રોપડાઉન મેન્યુ માંથી રાજ્ય પસંદ કરો.
  • Conductor Licence ઓપ્શન માંથી Print Conductor Licence વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યારબાદ Proceed વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને Submit પર ક્લિક કરો.
  • તમારું કંડક્ટર લાયસન્સ ડાઉનલોડ કરવા માટે Print વિકલ્પ પર ક્લિક કરો.

Leave a Comment