World Cup 2023: ભારતમાં આ વર્ષે icc ક્રિકેટ વિશ્વ કપ નું આયોજન થવાનું છે. ઓક્ટોબર નવેમ્બરમાં યોજાનાર આ ટુર્નામેન્ટમાં દુનિયાભરની 10 સર્વ શ્રેષ્ઠ ટીમો ભાગ લેશે અને ખિતાબ જીતવા દાવેદારી નોંધાવશે.
જણાવી દઈએ કે આની પહેલા વર્ષ 2011માં પણ ભારતે વર્લ્ડ કપની યજમાની કરી હતી અને ત્યારે એમ એસ ધોની ની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપ નો ખિતાબ જીત્યો હતો. આ વખતે પણ ક્રિકેટ પ્રેમીઓને આશા છે કે ભારત જ વર્લ્ડ કપ જીતશે.
આ બધાની વચ્ચે વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાના સંભવિત 15 સભ્યોની ટીમ આવી ચૂકી છે. તો ચાલો જોઈએ આ ખેલાડીઓના નામની યાદી.
ICC World Cup 2023 Team India
ICC World Cup દર ચાર વર્ષે યોજાય છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં આ ટુર્નામેન્ટ યોજાશે. આ વર્ષે વન ડે વર્લ્ડ કપ નું આયોજન ભારતમાં થઈ રહ્યું છે. એક મીડિયા રિપોર્ટનું માનીએ તો ઇંગ્લેન્ડ વર્સીસ ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની પ્રથમ મેચ રમાશે.
જ્યારે ભારતીય ટીમની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેપોકમાં રમાશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ઓક્ટોબરના રોજ રમાશે છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં રમવામાં આવશે.
હાર્દિક પંડ્યાના હાથમાં રહેશે કમાન
આઈસીસી વર્લ્ડ કપ ભારતમાં યોજાઇ રહ્યો છે ત્યારે લોકોને આશા છે કે 2011 ની જેમ આ વખતે પણ ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવામાં સફળતા મેળવશે. આ બધાની વચ્ચે વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા ના સંભવિત 15 સભ્યોની ટીમ આવી ચૂકી છે. રોહિત શર્માના નિરંતર ખરાબ પ્રદર્શનને લીધે તેમને કપ્તાન તરીકે હટાવી અને હાર્દિક પંડ્યા ને કેપ્ટનશીપ મળી શકે છે.
સાથે જ લાંબા સમયથી ઇન્જરીને લીધે બહાર રહેલા કે એલ રાહુલ અને જસપ્રિત બુમરા ની પણ ટીમ ઇન્ડિયામાં વાપસી થશે. સાથે જ ભુવનેશ્વર કુમાર અને ઋષભ પંતની પણ ટીમમાં જગ્યા મળવાની સંભાવના છે.
WC માટે ભારતની સંભવિત 15 સભ્યોની ટીમ
રોહિત શર્મા, શુભમમન ગિલ, વિરાટ કોહલી, તિલક વર્મા, શ્રેયસ અય્યર, ઋષભ પંત, કે એલ રાહુલ, સુર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ