શું તમે ક્યારેય એલપીજી ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ ચેક કરી છે. શું તમે જાણો ચો કે ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ શું હોય છે.
તાજેતરમાં જ whatsapp અને facebook પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં બતાવાઈ રહ્યું છે કે બાટલા પર લખવામાં આવેલા કેટલાક ખાસ નંબર પરથી ગેસના બાટલાની એક્સપાયરી ડેટ જાણી શકાય છે. અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આ ડેટ પૂરી થઈ ગઈ હોય તો ગેસનો બાટલો સ્વીકારવો નહીં. તો શું છે હકીકત તે આજે આપણે આ લેખમાં જાણીશું.
ગેસના બાટલાની Expiry Date
તો આજે આપણે વાત કરવી છે એલપીજી ગેસ સિલિન્ડરના બાટલાની એક્સપાયરી ડેટ ની. તો તમને હું જણાવી દઉં કે એલપીજી ગેસ સિલિન્ડરના બાટલાની એક્સપાયરી ડોટ હોય છે આ વાત તદ્દન અફવા છે એલપીજી ગેસ સિલિન્ડરની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી.
સોશિયલ મીડિયા પર લોકો દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે કે ગેસના બાટલાની એક્સપાયરી ડેટ હોય છે જેમ કે A25, D24 પરંતુ આ સત્ય નથી આજે અમે જણાવીશું કે આ નંબર શું સૂચવે છે અને તેનો મતલબ શું થાય છે.
ઇન્ડિયન ઓઇલ ની વેબસાઈટ પર એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું છે કે “THERE IS NO EXPIRY DATE FOR LPG CYLINDER, ONLY TEST DUE DATE.” એનો મતલબ એવો થાય છે કેગેસ સિલિન્ડરના બાટલાની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી માત્ર તેની ટેસ્ટ ડ્યું ડેટ હોય છે.
સામાન્ય ભાષામાં તમને જણાવીએ તો વર્ષ 2000 પછી બનેલા દરેક બાટલાને 10 વર્ષે ટેસ્ટિંગ અને પેઇન્ટિંગ કરવામાં આવે છે. આ સિવાય દર પાંચ વર્ષે ચેક તો કરવામાં આવે જ છે.
A24, B25 વગેરે નો મતલબ
તો તમારા મનમાં સ્વાભાવિક જ પ્રશ્ન થતો હશે તો આ A24, B25 નંબર શું દર્શાવે છે તો તમને જણાવી દઈએ કે A24 માં 24 એટલે 2024 અને B25 માં 25 એટલે 2025. જે વર્ષ પ્રમાણે બદલાતું રહે છે. પરંતુ આલ્ફાબેટમાં A થી D જ હોય છે જેમાં A નો મતલબ થાય છે વર્ષના પ્રથમ ત્રણ મહિના એવી જ રીતે B, C અને D હોય છે.
ધારો કે તમારા બાટલાના પર B25 લખેલું છે એનો મતલબ એવો થાય છે કે વર્ષ 2025 ના દ્વિતીય ક્વાર્ટર માં એટલે કે એપ્રિલ મે જૂન ના સમય ગાળામાં તમારા ગેસ સિલિન્ડને ચેકિંગ કરવામાં આવશે અને આ સિવાય કોઈ ગેસ નો બાટલો એક મહિનાથી બંધ છે તો તેને ચેક કર્યા સિવાય રિફિલ કરવામાં આવતો નથી.