Pan Aadhaar link Last Date: હવે આ તારીખ સુધી આધાર પાનકાર્ડ કરી શકાશે લિંક, જાણો નવી તારીખ

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Pan Aadhaar link Last Date: પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 31 માર્ચ 2023 સુધી પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયગાળો આપ્યો હતો.

પરંતુ હવે તે સમયગાળાને લંબાવવામાં આવ્યો છે. ઘણા લોકોને હજુ પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની પ્રોસેસ બાકી છે ત્યારે સરકાર દ્વારા લોકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે સરકારે નવી તારીખ જાહેર કરી છે. આ લાસ્ટ ડેટ સુધી તમે પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિંક કરી શકશો.

Pan Aadhaar link Last Date 30 June 2023

તમને જણાવી દઈએ કે સરકારને વિવિધ માધ્યમો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ સમયગાળાને વધારવામાં આવે. વિવિધ માધ્યમો દ્વારા આવેલ રજૂઆતને ધ્યાને લઈ અને લોકોને PAN Adhaar Link કરવામાં સરળતા રહે તે માટે સરકારે વધુ સમય આપ્યો છે. હવેથી લોકો પોતાના પાન આધારકાર્ડને લિંક કરવા માટે 30 જૂન 2023 સુધીનો સમય અપાયો છે.

આ પણ વાંચો: Pan Aadhaar link કરવું આટલા લોકો માટે જરૂરી નથી

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ટ્વિટ કરીને પણ આ માહિતી જાહેર કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે ઇન્કમટેક્સ પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની જે છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. તે સમયગાળાને ત્રણ મહિના માટે લંબાવવામાં આવ્યો છે. એટલે કે હવેથી તમે 30 જૂન 2023 સુધીના સમયગાળામાં પાનકાર્ડ સાથે આધાર કાર્ડ ની લીંક કરાવી શકો છો.

1લી જુલાઇ 2023 થી, જે કરદાતાઓ તેમના આધાર લિંક કરવામાં નિષ્ફળ રહેશે તેમના PAN, જરૂરીયાત મુજબ, નિષ્ક્રિય થઈ જશે. ત્યારબાદ રૂપિયા 1000 ફી ભરીને આધાર કાર્ડની પાનકાર્ડ સાથે લીંક કરી ફરીથી 30 દિવસની અંદર ચાલુ કરી શકાશે.

Leave a Comment