PM Kisan સન્માન નિધિનો 14મો હપ્તો આટલા લોકોને જ મળશે, જુઓ તમારા ગામનું લિસ્ટ

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

PM Kisan 14th Installment 2023 Release Date: પીએમ કિસાન યોજના અંતર્ગત 14 માં હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે અગત્યના સમાચાર છે પીએમ કિસાન ની વેબસાઈટ પર લાભાર્થીઓનું લિસ્ટ અપડેટ કરવામાં આવેલ છે જેથી ખેડૂત મિત્રો PM Kisan 14th Installment List જોઈ શકે.

PM Kisan Yojana એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી ખેડૂતો માટેની યોજના છે. જે અંતર્ગત વાર્ષિક ₹6,000 ની ખેડૂતોને મદદ કરવામાં આવે છે. આ રકમ ખેડૂતોના બેંક ખાતામાં 2000 ના ત્રણ હપ્તા માં ચૂકવવામાં આવે છે.

અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 13 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. આજના લેખમાં 14th installment list 2023 અને PM Kisan 14th installment release date ની વિગત જણાવીશું.

PM Kisan સન્માન નિધિનો 14માં હપ્તાનું લિસ્ટ

પીએમ કિસાન યોજના નો મુખ્ય હેતુ ખેડૂતોને આર્થિક સહાય આપવાનું છે. આ યોજના અંતર્ગત રજીસ્ટર થયેલા ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં સહાયની રકમ જમા કરવામાં આવે છે.

હાલમાં પીએમ કિસાન યોજના લાભાર્થી લિસ્ટમાંથી ઘણા ખેડૂતોના નામ રદ કરવામાં આવ્યા છે. જે ખેડૂતો એક કરતાં વધારે લિસ્ટમાં નામો કે ખોટા નામો ધરાવતા હતા તેને રદ કરવામાં આવ્યા છે. આથી જ આ યોજના અંતર્ગત લાભ લેતા દરેક ખેડૂતોને બેંક ખાતા સાથે આધાર સીડીંગ ફરજિયાત કરવામાં આવેલ છે. હાલમાં તમામ ખાતાની ચકાસણી સરકાર દ્વારા થઈ રહી છે જેથી ખોટા લાભાર્થીઓના નામોને દૂર કરી શકાય.

આગામી ૧૪ માં હપ્તાની રકમ જે ખેડૂતોના ખાતામાં જમા થવાની છે તેનું લિસ્ટ વેબસાઈટ પર અપડેટ કરવામાં આવેલ છે. તમે પણ ઓનલાઇન લિસ્ટ માં તમારું નામ ચકાસી શકો છો આ માટે સરકાર દ્વારા પીએમ કિસાન વેબસાઈટ પર સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

આ પણ વાંચો: PM Kisan યોજનામાં આધાર લિંક હશે તો જ મળશે રૂપિયા 2000

PM Kisan 14th installment list આ રીતે ચકાચો

તમે ઘરે બેઠા પીએમ કિસાન લાભાર્થી લીસ્ટ જોઈ શકો છો તે માટે નીચેના સ્ટેપ અનુસારો:

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જાવ
  • હોમપેજ પર ‘Farmer Corner’ નામનું ઓપ્શન જોવા મળશે તેમાં રહેલ Beneficiary list પર ક્લિક કરો
  • તમારી સામે એક નવું પેજ ખુલી જશે જેમાં રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામનું નામ સિલેક્ટ કરો
  • ત્યારબાદ Get Report બટન પર ક્લિક કરો.

તમારી સામે તમારા ગામ નું લિસ્ટ આવી જશે જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

નીચેની શ્રેણીના લોકોને આ યોજનામાંથી બાકાત રાખેલા છે

  • બંધારણીય હોદ્દાઓના ભૂતપૂર્વ અને વર્તમાન ધારકો
  • ભૂતપૂર્વ અને વર્તમાન મંત્રીઓ/રાજ્ય મંત્રીઓ અને લોકસભા/રાજ્યસભા/રાજ્ય વિધાનસભા/રાજ્ય વિધાન પરિષદના ભૂતપૂર્વ/વર્તમાન સભ્યો, મ્યુનિસિપલ કોર્પોરેશનોના ભૂતપૂર્વ અને વર્તમાન મેયર, જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ અને વર્તમાન અધ્યક્ષો.
  • કેન્દ્ર/રાજ્ય સરકારના મંત્રાલયો/કચેરીઓ/વિભાગો અને તેના ક્ષેત્રીય એકમોના તમામ સેવા આપતા અથવા નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ કેન્દ્રીય અથવા રાજ્ય PSE અને સરકાર હેઠળની સંલગ્ન કચેરીઓ/સ્વાયત્ત સંસ્થાઓ તેમજ સ્થાનિક સંસ્થાઓના નિયમિત કર્મચારીઓ
  • (મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ/વર્ગ IV/ગ્રુપ ડી કર્મચારીઓને બાદ કરતાં)
  • તમામ નિવૃત્ત/નિવૃત્ત પેન્શનરો જેમનું માસિક પેન્શન રૂ. 10,000/- અથવા વધુ છે
  • (મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ / વર્ગ IV/ગ્રુપ ડી કર્મચારીઓને બાદ કરતાં) ઉપરોક્ત શ્રેણીના
  • છેલ્લા આકારણી વર્ષમાં આવકવેરો ભરનાર તમામ વ્યક્તિઓ

Leave a Comment