PM YASASVI Yojana Updates: હવે નહિ લેવાય પરીક્ષા, વગર પરીક્ષાએ મળશે શિષ્યવૃત્તિ

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

PM YASASVI Yojana Latest Updates: પ્રધાનમંત્રી યશસ્વી યોજના માં જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. તેના માટે ખૂબ જ અગત્યના સમાચાર છે. સરકાર દ્વારા લેટેસ્ટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જે અનુસાર હવે PM Yasasvi Scholarship Entrance Exam નહીં લેવામાં આવે.

મિત્રો તમને જણાવી દઈએ કે પી એમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજનામાં જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા તેઓની એન્ટ્રન્સ એક્ઝામ 29 સપ્ટેમ્બર 2023 ના રોજ લેવામાં આવનાર હતી પરંતુ હવે આ પરીક્ષા રદ કરવામાં આવી છે. અને વિદ્યાર્થીઓને હવે ધોરણ 8 અને ધોરણ 10 ના પરિણામ ના આધારે મેરીટ દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવશે.

આ માટે વિદ્યાર્થીઓએ ફરીથી નેશનલ સ્કોલરશીપ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે જાણો સંપૂર્ણ વિગત આ લેખમાં.

PM YASASVI Yojana 2023

PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (YASASVI) એ વિદ્યાર્થીઓ માટે ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલ શિષ્યવૃત્તિ કાર્યક્રમ છે.

PM Yasasvi Scholarship Latest Updates

સરકાર દ્વારા ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે કે 29 સપ્ટેમ્બર 2023 ના રોજ જે પી એમ બી એસ એસ વી યોજના માટે એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવનાર હતી તે હવે આ વર્ષે નહીં લેવામાં આવે અને તેના બદલે વિદ્યાર્થીઓના ધોરણ 8 અને ધોરણ 10 ના પરિણામ ના આધારે પસંદગી કરવામાં આવશે.

ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ પીએમ યસસ્વી યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવા માટે ઉમેદવારોની પસંદગી માટે 29 સપ્ટેમ્બર 2023 ના રોજ પરીક્ષાલે લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ પરીક્ષણ માટે સમયની અછતને ધ્યાનમાં રાખીને વિભાગે આ બાબત પર પુનઃ વિચાર કર્યો છે અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે એન્ટ્રન્સ ટેસ્ટ ને બદલે હવે આ વર્ષની પસંદગી ધોરણ 8 અને 10 ના મેળવેલા માર્કને ધ્યાને લઈને મેરીટ તૈયાર કરવામાં આવશે.

સ્કીમ માર્ગદર્શિકા મુજબ વિદ્યાર્થીઓની પસંદગી નેશનલ સ્કોલરશીપ પોર્ટલ (NSP) દ્વારા કરવામાં આવશે ધોરણ 8 કે 10માં 60% કે તેથી વધુ ગુણ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ એનપીએસ પોર્ટલ પર અરજી કરી શકશે.

વધુ વિગતો માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયની વેબસાઈટ ની નિયમિત મુલાકાત લેતા રહેવાની સલાહ આપવામાં આવી છે.

ઓફિસિયલ નોટિફિકેશન જુઓઅહીં ક્લિક કરો

NSP (PM Yasasvi) કોણ અરજી કરી શકશે

ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ધોરણ આઠ અને ધોરણ 10 માં જે વિદ્યાર્થીઓએ 60 ટકા કે તેથી વધારે ગુણ પ્રાપ્ત કર્યા હોય તેઓ National Scholarship Portal પર ઓનલાઈન એપ્લાય કરી શકે છે

NSP (PM Yasasvi) Registration કઈ રીતે કરવું

PM Yasasvi Scholarship નો લાભ મેળવવા માગતા વિદ્યાર્થીઓએ હવે નેશનલ સ્કોલરશીપ પોર્ટલ પર જઈ પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ માટે વેબસાઈટ પર આગામી સમયમાં રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે.

PM Yasasvi Yojana NSP Portal Registration શરૂ થશે એટલે અમે તે વિશેની માહિતી અહીં અપડેટ કરીશું. જેથી આપ સુધી તમામ માહિતી મળતી રહે.

PM Yasasvi NSP માટે મહત્વપૂર્ણ લિંક્સ

NSP PortalClick Here
Official NotificationClick Here
HomepageClick Here

Leave a Comment