GSRTC Bus Live Location: નમસ્કાર મિત્રો શું તમે જાણવા માંગો છો કે કઈ રીતે એસટી બસ નું લાઈવ લોકેશન જોવું? તો આજનો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. અમે તમને એસટી બસ નું લાઈવ લોકેશન બતાવતી બેસ્ટ એપ્લિકેશન વિશે જણાવીશું.
ગુજરાતમાં મુસાફરી માટે જો કોઈ વાહનનો વધારેમાં વધારે ઉપયોગ થતો હોય તો તે છે એસટી બસ. આજે અમે તમને જે એપ્લિકેશન વિશે જણાવવા જઈ રહ્યા છે, તે એપ્લિકેશન દ્વારા તમે કોઈપણ બસનો રૂટ, ઉપડવાનો સમય, પહોંચવાનો સમય, સાથે જ બસ ક્યાં પહોંચી છે, તે તમને નકશા પર લાઈવ લોકેશન પણ બતાવશે,
RepidGo: GSRTC Live Real time Bus Traking app
એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરતી વખતે એપ ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને જે લોકો એપનો ઉપયોગ કરીને દરરોજ અપડાઉન કરે છે. તેઓ બસનો ચોક્કસ સમય જાણી શકે છે. જેનાથી તેમનો ઘણો સમય બચે છે.
Play store માં ઉપલબ્ધ આ એપ્લિકેશન સૌથી સચોટ એસટી બસ નું લાઈવ લોકેશન બતાવે છે. આ એપ્લિકેશનની અંદર બસ કયા સમયે ક્યા સ્થળ પર પહોંચી છે તે નકશા ઉપર પણ તમે જોઈ શકો છો. રીયલ ટાઇમ લાઈવ ટ્રેકિંગ લોકેશન દર્શાવે છે. તમારે જે પણ બસનું લોકેશન ટ્રેક કરવું હોય તેના માટે ઉપડવાનું સ્થળ અને પહોંચવાનું સ્થળ દાખલ કરી બસને માત્ર સર્ચ કરવાની રહેશે.
આ રીતે જુઓ બસનો લાઈવ લોકેશન
જો તમે કોઈ એવી બસ નું લોકેશન જાણવા માગતા હોય કે જે બસ ડેપો થી ઉપડી ગઈ હોય અને રસ્તામાં હોય તો તમારે માત્ર એપ્લિકેશનમાં Search Bus ઓપશનમાં જવાનું છે. ત્યારબાદ ઉપડવાનું અને પહોંચવાના સ્થળનું નામ દાખલ કરો. તારીખ સિલેક્ટ કરો અને Search Bus પર ક્લિક કરો. તમારી સામે તે રૂટની તમામ બસનું લિસ્ટ આવી જશે.
બસો ના લિસ્ટની સામે તેનો શેડ્યુલ પણ બતાવશે. જે બસ ડેપોથી ઉપડી ગયેલા હશે, તેની સામે રનિંગ લખેલું બતાવશે. તે બસ રૂટ પર તમે ક્લિક કરશો એટલે ટાઈમિંગ સાથે દરેક સ્ટેશન ના નામ આવશે. તેની નીચે રહેલા મેપ ઓપ્શન પર ક્લિક કરશો, એટલે હાલમાં તે બસ રૂટમાં ક્યાં પહોંચી છે તે આઈકોન દ્વારા બતાવશે. બસનું icon જે સ્થળે હોય તે સ્થળ બસ પહોંચેલી હશે.
બસનું ટાઈમ ટેબલ જાણો
જો તમે કોઈ સ્થળે જવા માગતા હોય તો તે સ્થળ ની બસોનું ટાઈમ ટેબલ પણ તમે જાણી શકો છો. આના માટે એપ્લિકેશન ના હોમપેજ પર રહેલ ટાઈમ ટેબલ ઓપ્શન પર ક્લિક કરો. હવે સ્ટાર્ટિંગ પોઇન્ટ એટલે કે ઉપડવાના સ્થળનું નામ દાખલ કરો, પહોંચવાના સ્થળનું નામ દાખલ કરો. તારીખ સિલેક્ટ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો. એટલે તમારી સામે તારીખ પ્રમાણે બસોનું લિસ્ટ આવી જશે.
RepidGo Application ના ફાયદા
- બસનું ટાઈમ ટેબલ જાણી શકાય છે.
- કોઈ પણ બસનું લાઈવ ટ્રેકિંગ જોઈ શકાય છે.
- બસનું લાઈવ લોકેશન ગુગલ મેપ પર જોઈ શકાય છે.
- નજીકનું GSRTC Bus સ્ટેશન સર્ચ કરી શકાય છે.
મહત્વપૂર્ણ લિંક્સ
RepidGo એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જાવ | અહીં ક્લિક કરો |
Contents