I-Khedut Portal Gujarat: ખેડૂતોને તાડપત્રી ખરીદવા સરકાર આપી રહી છે રૂપિયા 1,875/- ની સહાય

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

I-Khedut Portal Gujarat Tadpatri Sahay: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ અંતર્ગત આઇ ખેડુત પોર્ટલ પર તાડપત્રી સહાય યોજના ના ઓનલાઈન ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે.

આજે અમે તમને તાડપત્રી સહાય યોજના વિશે જણાવીશું. કઈ રીતે અરજી કરવી? કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? કેટલી સહાય મળશે? વગેરે તમામ માહિતી માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

તાડપત્રી સહાય યોજના 2023 @ikhedut.gujarat.gov.in

ખેડૂતોને પોતાના વિવિધ કામોમાં જરૂરી એવી તાડપત્રી ની ખરીદી માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આ માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ખેડૂતોને એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ તાડપત્રી ખરીદવા માટે સહાય આપવામાં આવશે.

તાડપત્રી સહાય યોજનાની વિગત

યોજનાનું નામતાડપત્રી સહાય યોજના 2023
રાજ્યગુજરાત
ઉદેશ્યતાડપત્રી ખરીદવા નાણકીય સહાય પુરી પાડવી
ઓનલાઇન અરજીની શરૂઆત07/09/2023
ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ06/09/2023
સત્તાવાર વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in/

તાડપત્રી સહાય ધોરણ

અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ ખરીદી માટે સહાય આપવામાં આવશે.

સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૫૦ % અથવા રૂા ૧૨૫૦/- બે માંથી જે ઓછું હોય તે આપવામાં આવશે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ ખરીદી પર સહાય મળશે.

અનુસુચિત જાતીનાં ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના ૭૫ % અથવા રૂા.૧૮૭૫/- બે માંથી જે ઓછું હોય તે આપવામાં આવશે. ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ ખરીદી પર સહાય મળવા પાત્ર છે.

તાડપત્રી સહાય યોજના માટે પાત્રતા માપદંડ

  • અરજી કરનાર ગુજરાતના નિવાસી હોવા જોઈએ.
  • અરજી કરનાર ખેડૂતો પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
  • લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.

Tadpatri Yojana આવશ્યક ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • બેંક પાસબુકની નકલ
  • 7-12, 8-અ

તાડપત્રી સહાય યોજના અરજી કેવી રીતે કરવી?

તાડપત્રી સહાય માટે ગુજરાતના ખેડૂતોએ સરકાર દ્વારા બનાવવામાં આવેલા પોર્ટલ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ અરજી તમે જાતે કરી શકો છો અથવા નજીકના કોઈ કોમ્પ્યુટર સેન્ટર પાર જઈ અને અરજી કરી શકો છો.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે અંગેની વિગતવાર પ્રોસેસ અહીં નીચે આપેલ છે.

  • સૌપ્રથમ તો ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ પર જાવ.
  • હોમ પેજ પર રહેલા મેનુમાંથી “યોજનાઓ” પર ક્લિક કરો.
  • ત્યારબાદ ખેતીવાડીની યોજનાઓ સામે રહેલ “અહીં ક્લિક કરો” પર ક્લિક કરો.
  • હવે તેમાંથી તાડપત્રી સહાય યોજના ની સામે રહેલ “અરજી કરો” બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સામે સૂચનાઓ આવી જશે. તેની નીચે તમે રજિસ્ટર્ડ અરજદાર છો? ની સામે રહેલ વિકલ્પ પસંદ કરી “આગળ વધવા ક્લિક કરો”
  • તમારી સામે ફોર્મ ખુલી જશે તેમાં સંપૂર્ણ વિગતો ભરી અરજી સેવ કરવી ત્યારબાદ અરજીને કન્ફર્મ કરી પ્રિન્ટ કાઢી લેવી.

તમારી અરજી ની સ્થિતિ જાણો

  • સૌપ્રથમ તો ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ પર જાવ.
  • હોમપેજ પાર આવેલ અરજીનું સ્ટેટસ /રિપ્રિન્ટ પાર ક્લિક કરો.
  • જરૂરી વિગતો ભરો અને “અરજીનું સ્ટેટસ તપાસો” બટન પર ક્લિક કરો.

અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિંક્સ

ઓનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
અરજીની સ્થિતિ જાણવાઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment