તલાટીની પરીક્ષા 7 મેના રોજ લેવાશે, ઉમેદવારોએ આપવું પડશે કન્ફર્મેશન

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Talati Exam Date: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક ની પરીક્ષાની સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ આગામી તલાટી ની પરીક્ષા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે આમ તો તલાટીની પરીક્ષા 30મી એપ્રિલ લેવાની હતી પરંતુ પરીક્ષા કેન્દ્રોના અભાવે આ પરીક્ષા ની તારીખ નક્કી ન હતી

હવે તલાટીની ભરતી પરીક્ષા માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. સરકારની જાહેરાત અનુસાર આગામી 7મી મેના રોજ તલાટી ની પરીક્ષા લેવાશે. આ માટે ઉમેદવારોએ કન્ફર્મેશન આપવું પડશે. રાજ્ય સરકારની કેબિનેટ ની બેઠક મળી હતી, જેમાં તલાટી ની પરીક્ષા ને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે.

7 મેના રોજ લેવાશે તલાટી ભરતી પરીક્ષા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 30 એપ્રિલના રોજ લેવામાં આવનાર તલાટી ની પરીક્ષા માં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉમેદવારોની સંખ્યા બોહોળી હોવાથી પૂરતા પરીક્ષા કેન્દ્રોનો અભાવ હતો જેને લઈને આ પરીક્ષા એક અઠવાડિયું પાછી ઠેલાય છે. હવે તલાટી ભરતી પરીક્ષા સાતમે ના રોજ લેવામાં આવશે.

આ પણ વાંચો: Talati Cum Mantri Final Select List 2023

પરીક્ષા પહેલા ઉમેદવારો પાસેથી લેવામાં આવશે કન્ફર્મેશન

9 એપ્રિલના રોજ લેવાયેલ જુનિયર ક્લાર્ક ની પરીક્ષામાં 50% થી વધુ ઉમેદવારો પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા આગામી સમયમાં આવનાર તલાટી પરીક્ષા ના ઉમેદવારોની સંખ્યા બહોળા પ્રમાણમાં છે. જેથી રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આગામી સાતમી મે ના રોજ તલાટી ની પરીક્ષા લેવામાં આવશે, જે ઉમેદવારો કન્ફર્મેશન આપશે, તેને જ પરીક્ષા લેવામાં આવશે, સંસાધનોનું ખોટો ઉપયોગ ના થાય તે માટે સરકારે આ નિર્ણય કર્યો છે.

તલાટી પરીક્ષા નું આયોજન એ સરકાર માટે એક પડકારરૂપ કાર્ય છે જેથી પરીક્ષાનું આયોજનસારી રીતે થાય તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે.

પરીક્ષા આપવા માટેની પોતાની સંમતિ અંગેનું ફોર્મ તા. 13/04/2023 ના રોજ બપોરે ૧૬.૦૦ કલાકથી તા.20/04/2023 ના રોજ સવારે ૧૧.૦૦ કલાક દરમ્યાન ભરવાનું રહેશે. છેલ્લી તારીખ : 20/04/2023 ના રોજ સવારે ૧૧.૦૦ કલાક બાદ કોઇપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહિ.

તલાટી પરીક્ષા કંફર્મેશન ફોર્મ કેવી રીતે ભરવું?

  • સૌપ્રથમ ઓજસ ઓનલાઇન વેબસાઈટ પર જાવ
  • હોમ પેજ પર નોટિસ બોર્ડ સામે રહેલ “View All” ઉપર ક્લિક કરો.
  • “જાહેરાત ક્રમાંક:-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અહિ કલીક કરો” ઉપર ક્લિક કરો.
  • તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  • તમારી સામે ડિકલેરેશન વિગતો આવી જશે જે એકવાર વાંચી લેવા ત્યારબાદ નીચે ચેકબોક્સમાં ટીક કરી નીચે રહેલા “I agree & Submit” એગ્રીમેન્ટ સબમિટ બટન પર ક્લિક કરો.
  • જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો તમારી સામે “Details Submitted Successfully” નો મેસેજ આવી જશે તેમાં OK આપવું.
  • ત્યારબાદ તમારી સામે વિગતો આવશે ત્યાંથી તમે પ્રિન્ટ રીસીપ્ટ પર ક્લિક કરી તમારે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.

જે ઉમેદવારો “પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ’ OJAS વેબસાઇટ પર ઓનલાઇન સબમીટ કરશે ત્યારે તે પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ જનરેટ થશે અને સંમતિ ફોર્મ સબમીટ કર્યા બદલ રસીદ જનરેટ થશે, જેની ઉમેદવારે પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.

કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ ઉમેદવારે સાચવી રાખવાનો રહેશે. કોડ વિના ઉમેદવાર પરીક્ષામાં પ્રવેશ માટેનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે નહીં, જેની ઉમેદવારોને ખાસ નોંઘ લેવી.

Leave a Comment