એક નહીં ચાર પ્રકારના હોય છે આધાર કાર્ડ, તમારી પાસે ક્યાં પ્રકારનું છે

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Aadhar card types: આધારકાર્ડ એક મહત્વનું ડોક્યુમેન્ટ છે.દરેક જગ્યાએ ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ માન્ય રાખવામાં આવે છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે પણ આધારકાર્ડ ફરજિયાત હોય છે.

આધાર કાર્ડ વિશેની માહિતી ઘણા ઓછા લોકો પાસે હોય છે. કેટલીક વિશિષ્ટ માહિતી આજે અમે તમને આ લેખ દ્વારા જણાવ્યું છે. આધારકાર્ડ ના ચાર પ્રકારના ફોર્મેટ હોય છે આ ચારેય ફોર્મેટ વિશે નીચે માહિતી આપેલી છે.

આધારકાર્ડ ના આચાર્ય ફોર્મેટ તમામ જગ્યાએ માન્ય છે. તમે ચાર માંથી કોઈપણ પ્રકારનું આધાર કાર્ડ ઉપયોગ કરી શકો છો.

આધારકાર્ડ ના પ્રકાર | Types of Aadhaar Card

તમે નીચેનામાંથી કોઈ પણ પ્રકારનો આધારકાર્ડ બનાવી શકો છો આ બધા જ પ્રકારના આધાર કાર્ડ દરેક જગ્યાએ માન્ય રાખવામાં આવે છે.

PVC Aadhar Card

પીવીસી આધાર કાર્ડ પ્લાસ્ટિકનું હોય છે, અને તે મજબૂત હોય છે. બેંકના એટીએમ કાર્ડ ની સાઈઝ નું પીવીસી આધાર કાર્ડ હોય છે. તેમાં ફોટો ક્યુઆર કોડ અને 12 અંકનો આધાર નંબર હોય છે.

uidai.gov.in વેબસાઈટ પરથી તમે રૂપિયા 50 માં તમારા આધાર કાર્ડ નું પીવીસી આધાર કાર્ડ માટે એપ્લાય કરી શકો છો. પીવીસી આધાર કાર્ડ આધાર કાર્ડ માં રહેલા સરનામા પર સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે.

આધાર લેટર

આ આધારકાર્ડ પેપર બેઝડ હોય છે. તેના પર લેમિનેશન હોય છે. આ આધાર કાર્ડ માં તમારું નામ, જન્મ તારીખ, સરનામું વગેરે માહિતી હોય છે .સાથે કાળને જારી કરવાની તારીખ અને પ્રિન્ટ ની તારીખ સામે હોય છે જો તમારું આધાર લેટર ખરાબ થઈ ગયું હોય તો તમે તેને ઓનલાઈન રિપ્લેસ કરી શકો છો.

M Aadhaar

UIDAI દ્વારા એમ આધાર નામની એપ્લિકેશન બનાવવામાં આવી છે. તે આધાર સંખ્યા ધારકોને CIDRની સાથે રજિસ્ટર તેમના આધાર રેકોર્ડ લેવા માટે એક ઈન્ટરફેસ તરીકે કામ કરે છે. આ એપ્લિકેશન દ્વારા આધાર કાર્ડ ને લગતી તમામ સુવિધાઓ મળે છે.

e Adhaar

eAadhar એ પીડીએફ સ્વરૂપે હોય છે. જે પાસવર્ડ દ્વારા સુરક્ષિત હોય છે. તેને તમે ઓનલાઇન UIDAI ની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો. e-Aadhaar Card બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે અને તેનો ઉપયોગ કોઈપણ જગ્યાએ કરી શકાય છે.

તો મિત્રો ઉપરની માહિતી તમને ગમી હોય તો શેર જરૂર કરો અને લેટેસ્ટ માહિતી અને સરકારી યોજનાઓ વિશેની જાણકારી મેળવવા માટે અમારા Whatsapp ગ્રુપમાં જરૂર જોડાઓ.

Leave a Comment