શું તમારા મોબાઇલ ની બેટરી જલ્દીથી ઉતરી જાય છે? શું તમારા મોબાઇલમાં એકવાર બેટરી ચાર્જ કર્યા પછી લાંબો સમય સુધી ચાલે તેવું તમે ઈચ્છો છો તો આજે અમે તમારા માટે અગત્યની જાણકારી લાવ્યા છીએ.
હવેના દરેક સ્માર્ટફોનમાં લગભગ 5000mah બેટરી આવે છે, જે એક દિવસના વપરાશ માટે પૂરતી હોય છે. પરંતુ આપણી ઘણી એવી આદતો છે જેના લીધે ધીમે ધીમે સ્માર્ટફોન ની બેટરી ખરાબ થવા લાગે છે અને પછી તેની ચાર્જિંગ ટકાવી રાખવાની ક્ષમતા ઘટે છે.
આપણી અમુક ખોટી આદતોને લીધે સ્માર્ટ ફોનની બેટરી વહેલી ખરાબ થાય છે જો તમે ઇચ્છતા હોય કે તમારા મોબાઇલની બેટરી લાંબા સમય સુધી સારી રહે તો આજનો આ લેખ સંપૂર્ણ વાંચો.
5 ખોટી આદતો જેના લીધે ફોનની બેટરી વહેલી ખરાબ થાય છે
આજ અમે તમને દરેક માણસમાં જાણીયે-અજાણે જોવા મળતી પાંચ એવી આદતો વિશે વાત કરીશું જેના લીધે સ્માર્ટફોન ની બેટરી વહેલી ખરાબ થાય છે જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમારી બેટરી ખરાબ નહીં થાય.
અપર લિમિટ કરતાં વધુ ચાર્જ કરવી
આપણે જ્યારે ફોન ચાર્જ કરવા મૂકીએ છીએ ત્યારે સો ટકા થાય ત્યાં સુધી આપણે તેને ચાર્જ કરીએ છીએ આજે ટેકનોલોજી છે બેટરીની તેને લિથિયમ આયર્ન ટેકનોલોજી કહે છે. જેમાં ૮૦% ઉપર જ્યારે, જે ફાસ્ટ ચાર્જરમાં ફાટફાટ ચાર્જ થઇ જાય એના પછીનું ચાર્જિંગ થાય. તેમાં હાયર વોલ્ટેજ જાય. હાયર વોલ્ટેજ જાય એટલે બેટરીને ટ્રેસ પડે. જેથી બેટરી વહેલી ખરાબ થાય છે.
એટલે 80% અપર લિમિટ રાખવાની. જ્યારે પણ ચાર્જિંગ કરો ત્યારે 80% થી ઓછું ઓછું ચાર્જિંગ રાખવાનું.
લૉઅર લિમિટ
જેમ અપર લિમિટ છે તેવી જ રીતે લોવર લિમિટ પણ હોય છે. આપણે ઘણીવાર મોબાઈલની બેટરી લો થાય ત્યારે તેને આંખે આખી 0% થવા દઈએ છીએ. ડિસ્ચાર્જ થવા દઈએ છીએ.
જ્યારે આપણને પહેલી વાર મેસેજ આવે “યોર બેટરી ઇઝ લો” ત્યારે જ આપણે ચાર્જ કરી લેવો જોઈએ જો 20% થી નીચે બેટરી જશે તો આ લીથીયમ આયન બેટરી ઉપર વધારે સ્ટ્રેસ પડશે અને બેટરીની લાઇફ વહેલી ખરાબ થશે.
ખુબ ઊંચું કે નીચું તાપમાન
આપણે બહુ જ ઊંચા કે ખૂબ જ નીચા ટેમ્પરેચરમાં પણ બેટરીને ચાર્જ કરતા હોઈએ છી.એ પરંતુ લિથિયમ આયન બેટરી ને ટેમ્પરેચરની અસર પડે છે અને આ અસરને લીધે બેટરી વહેલી ખરાબ થાય છે. એટલે તડકો પડતો હોય એવી જગ્યાએ ફોન ચાર્જ મુકવો નહિ, એવી જગ્યા કે જ્યાં ગરમી વધુ હોય જેમ કે રસોડું, ઓવનની આસપાસ કે પછી એવી જગ્યા કે જ્યાં ખુબ જ ઠંડી છે તેવી જગ્યાએ ક્યારેય ફોન ચાર્જ કરવો નહિ.
લિથિયમ આયન બેટરી માટે 10 સેલ્સિયસથી 30 સેલ્સિયસ તાપમાન એક ઑપ્ટિમમ ટેમ્પરેચર છે. ત્યારે ચાર્જ કરવા મુકશો તો તમારા ફોનની બેટરી ની લાઈફ લાંબી ચાલશે.
રાત્રે ફોન ચાર્જિંગમાં મુકવો
ચોથી ભૂલ એ છે કે આપણે જ્યારે રાત્રે સૂઈએ છીએ ત્યારે ફોન ચાર્જિંગમાં મૂકી અને સૂઈ જઈએ છીએ જેથી ફોન ચાર્જિંગ થઈ ગયા પછી પણ ચાર્જિંગ નો કરંટ ફોનમાં ચાલુ રહે છે જેના લીધે બેટરી હીટ થાય છે અને બેટરી વહેલી ખરાબ થાય છે.
સસ્તા ચાર્જર અને કેબલનો ઉપયોગ
આપણી પાંચમી ભુલ એ છે કે સસ્તા ચાર્જર કે કેબલ નો ઉપયોગ કરવો. તેના લીધે બેટરી સુધી જે વોલ્ટેજ પહોંચે છે તે વધુ ઓછા પ્રમાણમાં પહોંચે છે જે ફોનમાં રેગ્યુલર જરૂર હોય તે વોલ્ટેજ નથી જતો. જેના લીધે ફોનની બેટરી વહેલી ખરાબ થાય છે.
તો આ હતી 5 એવી ભૂલો કે જે આપણે સામાન્ય રીતે કરતા હોય છે. જેના લીધે આપણા ફોનની બેટરી વહેલી ખરાબ થાય છે. તો હવે પછી આટલી બાબતોનું ધ્યાન રાખશો તો તમારી બેટરી ની લાઈફ વધી જશે.
આશા રાખીએ છીએ કે તમને આ માહિતી ગમી હશે. જો માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર જરૂર કરો અને આવી જ માહિતી મેળવવા માટે અમારો Whatsapp ગ્રુપમાં જરૂર જોડાઓ.
Contents