ઉંમર પ્રમાણે મહિલાઓ અને પુરુષોનું બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ, જાણીલો અહીંથી

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

શું તમે જાણો છો મહિલાઓ અને પુરુષોનું સામાન્ય બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ આજના સમયમાં હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડપ્રેશરની સમસ્યાઓ વધતી જાય છે. સ્વાસ્થ્યની જાળવણી માટે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવું જરૂરી છે.

આજના સ્વાસ્થ્ય સંબંધી લેખમાં અમે તમને જણાવીશું કે કઈ ઉંમરે કેટલું બ્લડ પ્રેશર હોવું જોઈએ બ્લડ પ્રેશર અંગેની તમામ વિગતો માટે આ લેખ અંત સુધી વાંચો.

બ્લડ પ્રેસર એટલે શું છે

રક્તવાહિનીઓ પર પડતાં લોહીનાં દબાણને બ્લડ પ્રેશર કહેવાય છે. હાઈ બ્લડ પ્રેશરમાં લોહીનું દબાણ વધુ અને લોમાં ઓછું થઈ જાય છે. આ બંને પ્રકારના બ્લડ પ્રેશરમાં તરત જ સારવાર કરાવવી જરૂરી બની જાય છે.

ઉંમર પ્રમાણે કેટલું હોવું જોઈએ બ્લડ પ્રેશર

એક નોર્મલ વ્યક્તિના બ્લડ પ્રેશર ની રેન્જ 120/80 હોય તો તે સામાન્ય માનવામાં આવે છે. પરંતુ ઉંમર પ્રમાણે બ્લડ પ્રેશરની આ શ્રેણીમાં બદલાવ આવે છે. વળી પુરુષ અને સ્ત્રીના બ્લડ પ્રેશર ની રેન્જ પણ અલગ અલગ હોય છે તો આવો જાણીએ ઉંમર પ્રમાણે બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ.

ઉમર પ્રમાણે બ્લડ પ્રેશર ચાર્ટ

ઉંમરસ્ત્રીપુરુષ
15 થી 18 વર્ષ સુધી120/85117/77
19 થી 24 વર્ષ સુધી120/79120/79
25 થી 29 વર્ષ સુધી120/80120/80
30 થી 39 વર્ષ સુધી123/82122/81
40 થી 45 વર્ષ સુધી125/83124/83
46 થી 49 વર્ષ સુધી127/84126/84
50 થી 55 વર્ષ સુધી129/85128/85
56 થી 59 વર્ષ સુધી130/86131/86
60 વર્ષથી વધુ134/84135/88
Blood pressure chart

બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવાના કેટલાક ઉપાયો

  • પ્રોસેસ્ડ ફૂડની જગ્યાએ આખા અનાજનો ખોરાક લો. પરંતુ બજારમાં તે ખરીદતી વખતે તેનું ન્યૂટ્રિશન લેબલ અને સોડિયમની માત્રા ચોક્કસ તપાસી લેવી.
  • આહારમાં દૂધ, દહીં, ઘરેલુ વસ્તુઓ અને અન્ય ઓછી ચરબી વાળો ખોરાક સામેલ કરો.
  • દૈનિક આહારમાં ઓછામાં ઓછાં 2 ફળો અને શાકભાજી ખાઓ.
  • પાંદડાવાળાં શાકભાજી, બ્રોકોલી, બ્લુબેરી, તરબૂચ, કેળું વગેરે લો. લસણ હૃદય માટે બહુ લાભદાયક હોય છે. તે ખાવાથી રક્ત પરિભ્રમણ યોગ્ય થાય છે અને હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી માટે છે. બ્લડ પ્રેશર ની કોઈપણ સમસ્યા હોય તો તમારા ડોક્ટરનો સંપર્ક કરવો.

Leave a Comment