જો આ યાદીમાં નામ હશે તો જ ખેડૂતોને 2000 રૂપિયા મળશે

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

PM Kisan Yojana: પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા ની આર્થિક સહાય આપવામાં આવે છે આ આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં રૂપિયા 2000 ના 3 હપ્તા દ્વારા ચુકવવામાં આવે છે આ યોજનાની શરૂઆત થી લઇ આજ સુધી કુલ 12 હપ્તા ની ચુકવણી સરકાર દ્વારા કરવામાં આવેલી છે ખેડૂતો આગામી ૧૩માં હપ્તા ની રાહ જોઈ રહ્યા છે ત્યારે તેમણે પોતાનું નામ યાદીમાં ચેક કરવું જરૂરી છે

આ યોજના નો દુરુપયોગ ન થાય તે માટે સરકાર દ્વારા કેવાયસી ફરજીયાત કરવામાં આવેલ હતું તેમજ ડુબલીકેટ ખાતા પણ રદ કરવામાં આવેલા હતા. જો તમે પણ આ યોજના ના લાભાર્થી હોય તો તમારે તમારું નામ લાભાર્થી યાદીમાં છે કે નહીં તે ચેક કરી લેવું જોઇએ. જેથી આવનારા ૧૩મા હપ્તાની રકમ તમારા બેંક ખાતામાં આવી શકે અને જો તમે eKYC હજુ સુધી ન કરાવ્યું હોય તો તેના માટે આગળની પ્રોસેસ કરી શકો.

PM Kisan તમારા ગામની યાદી ચેક કરો

નમસ્કાર મિત્રો આજે અમે તમને જણાવીશું કે તમે પીએમ કિસાન યોજના માં તમારું નામ છે કે નહીં તે કેવી રીતે ચેક કરી શકો. અહીં તમે પીએમ કિસાન યોજના માં તમારા ગામ ની યાદી જોઈ શકો છો આ યાદીમાં જો તમારું નામ ના હોય તો વહેલી તકે તમારે eKYC પૂર્ણ કરવું જેથી 13માં હપ્તાની રકમ જમા થઈ શકે.

  • સૌપ્રથમ પીએમ કિસાન વેબસાઇટ પર જાઓ.
  • ત્યારબાદ ફાર્મસ કોર્નર માં (Beneficiary list) પર ક્લિક કરો.
  • રાજ્ય જીલ્લો તાલુકો અને તમારા ગામનું નામ સિલેક્ટ કરો.
  • ત્યારબાદ ગેટ રિપોર્ટ પર ક્લિક કરો.
  • આટલું કરતા તમારા ગામ ની યાદી નીચે આવી જશે.

PM Kisan 13માં હપ્તાની તારીખ જાણવા અહીં ક્લિક કરો

પીએમ કિસાન યોજના

આવનાર હોળી-ધુળેટી પહેલા ૧૩મા હપ્તાની રકમ સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં જમા થઇ શકે છે. હોળી ધુળેટી પહેલા ખેડૂતો માટે સારા સમાચાર આવી શકે છે

યોજનાનું નામપીએમ કિસાન યોજના
લાભાર્થીભારતના ખેડૂતો
સહાયનું ધોરણવાર્ષિક 6000/- રૂપિયા
13મા હપ્તા ની વિગતટૂંક સમયમાં ઉપલબ્ધ થશે
સત્તાવાર વેબસાઇટhttps://pmkisan.gov.in/

Leave a Comment