Weather Update Gujarat: ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં અત્યારે સારો એવો વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને તારીખ 18 19 20 ના રોજ સર્વત્ર ગુજરાતમાં વરસાદ પડ્યો.
- હવામાન પરેશ ગોસ્વામીએ વરસાદના છેલ્લા રાઉન્ડનું કર્યું અનુમાન
- ગુજરાત માંથી આ રાઉન્ડ પછી ચોમાસુ લઇ શકે છે વિદાય
ગુજરાતમાં વરસાદના છેલ્લા રાઉન્ડની આગાહી
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ કહ્યું છે કે હાલ જે રાઉન્ડ ચાલી રહ્યો છે તે 16 થી 22 સપ્ટેમ્બરનો છે. 22 સપ્ટેમ્બર બાદ ગુજરાત રાજ્યમાં વાતાવરણ ખુલ્લું થઈ જશે અને લગભગ 30 સપ્ટેમ્બર સુધી વરસાદની કોઈ શક્યતા દેખાઈ રહી નથી.
પરંતુ ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે. આ રાઉન્ડમાં લગભગ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ જોવા મળે એવું અનુમાન લાગી રહ્યું છે.
આ તારીખ પછી ચોમાસું લેશે વિદાય
Paresh Goswami એ બધા વધુમાં જણાવ્યું કે નવ અથવા 10 ઓક્ટોબરે રાજ્યના તમામ ભાગોમાંથી ચોમાસાની વિદાય થઇ શકે છે. રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની શરૂઆત વલસાડથી થતી હોય છે અને જ્યારે ચોમાસાની વિદાય થાય છે ત્યારે સૌ પ્રથમ બનાસકાંઠાથી થતી હોય છે.
એવી રીતે 27-28 સપ્ટેમ્બર થી બનાસકાંઠા અને કચ્છમાં અમુક ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ શકે છે અને ત્યાંથી સંપૂર્ણપણે રાજ્યમાંથી ચોમાસુ વિદાય લેશે ત્યાં સુધીમાં 9 અથવા 10 ઓક્ટોબરનો સમય આવી જશે.
ઓક્ટોબરમાં વરસાદનો ફરી એક રાઉન્ડ
પરેશ ગોસ્વામી એ અનુમાન લગાવતા કહ્યું છે કે ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં વરસાદનો ફરી એક રાઉન્ડ આવી શકે છે. ત્યારબાદ ધીરે ધીરે ગુજરાતના તમામ ભાગોમાંથી નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ શકે તેવું હાલ અનુમાનલાગી રહ્યું છે.
મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ માહિતી ગમી હશે. આવી જ લેટેસ્ટ માહિતી મેળવવા માટે અમારા Whatsapp ગ્રુપમાં જરૂર જોડાઓ. અને આ માહિતી તમારા મિત્રો સાથે શેર જરૂર કરો.