અંબાલાલ પટેલ ની આગાહી: ગુજરાતમાં વરસાદની ફરીથી એન્ટ્રી, ફરીથી ભારે વરસાદના રાઉન્ડની આગાહી

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

અંબાલાલ પટેલ ની આગાહી: ગુજરાતમાં લાંબા સમયથી વરસાદના વિરામ બાદ ફરીથી વરસાદના રાઉન્ડ ની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • આગામી 72 કલાકમાં વરસાદની ગતિવિધિ તેજ થશે
  • ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતના વિસ્તારોમાં પડશે વરસાદ

રાજ્યમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા 16 દિવસથી રાજ્યમાં સારો વરસાદ થયો નથી. કૃષિ પાકને હવે પાણીની જરૂર છે. આવા સમયે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અને સારા સમાચાર આપ્યા છે. આગામી 72 કલાક અંગે વરસાદની આગાહી આપી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટા પડવાનું શરૂ થશે અને 20 ઓગસ્ટ સુધીમાં વરસાદની ધરી નીચે આવશે. મધ્યપ્રદેશમાં વરસાદી વહન આવશે. જેના કારણે ગુજરાતમાં વરસાદ થશે.

આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. જેમાં હિંમતનગર અને સાબરકાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતના પંચમહાલ ના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા છે. આણંદ, નડિયાદ, ખેડા, કપડવંજ, પેટલાદના કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ગોધરા, પંચમહાલ ના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગ, અમદાવાદના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 20 ઓગસ્ટ બાદ ચોમાસાની ધરી નીચે આવવાની શક્યતા છે. ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. તેમજ ૨૦ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે. 2

4 થી 26 ઓગસ્ટ દરમિયાન ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે. 27 થી 31 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ થશે. 20 ઓગસ્ટથી સપ્ટેમ્બર ની શરૂઆતમાં સારા વરસાદનું અનુમાન છે.

અંબાલાલ પટેલે કહ્યું હતું કે ઉપરના લેવલમાં ભેજ ન હોવાથી વરસાદની બ્રેક લાગી છે. પરંતુ 16 થી 18 ઓગસ્ટમાં હવામાન પલટાય જશે. 20 ઓગસ્ટ બાદ વરસાદની ધરી નીચે આવવાની શક્યતા છે. ગુજરાતમાં ભાગોમાં વરસાદની શક્યતા છે.

Leave a Comment