ડો.આંબેડકર આવાસ યોજના: મકાન બાંધકામ માટે મળશે રૂપિયા 1,32,000/- ની સહાય

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

ડો.આંબેડકર આવાસ યોજના: સરકાર દ્વારા લોકોના આર્થિક અને સામાજિક વિકાસ માટે વિવિધ સહાયકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ અંતર્ગત અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકો મકાન બનાવી શકે તે માટે ‘ડો.આંબેડકર આવાસ યોજના’ ચલાવવામાં આવે છે. જેમાં કુલ રૂપિયા 1,32,000/- ની સહાય મળવાપાત્ર છે.

મિત્રો સ્વાગત છે તમારું સરકારી યોજના વેબસાઈટમાં. આજના લેખમાં અમે તમને ડો. આંબેડકર આવાસ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશું. કેવી રીતે ઓનલાઇન ફોર્મ ભરવા? જરૂરી ડોક્યુમેન્ટ, પાત્રતા, આવક મર્યાદા વગેરે સંપૂર્ણ માહિતી માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

ડો.આંબેડકર આવાસ યોજના 2023

ડો. આંબેડકર આવાસ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના લોકોને મકાન બાંધવા માટે ₹.1,20,000/- ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવે છે. સાથે શૌચાલય બાંધકામ માટે ₹ 12,000/- આપવામાં આવે છે આમ કુ રૂપિયા 1,32,000/- સુધીની સહાય મળી શકે છે.

Dr. Ambedkar Aavas Yojana Overview

યોજનાનું નામડો.આંબેડકર આવાસ યોજના
વિભાગસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લાભાર્થીઅનુસૂચિત જાતિના લોકો
મળવાપાત્ર સહાય₹.1,20,000/- + ₹ 12,000/-
ઓફિસિયલ વેબસાઈટhttps://esamajkalyan.gujarat.gov.in/

આ યોજનાનો લાભ કોણ લઈ શકે?

આ યોજનાનો લાભ ગુજરાતમાં વસતા અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ગરીબી રેખા નીચે જીવતા લોકો લઈ શકે છે.

યોજનામાં મળતા લાભ

જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે ₹.1,20,000 ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવે છે. જે નીચે મુજબ છે.

  • પ્રથમ હપ્તો: ₹.40,000/- (વહીવટી મંજૂરીના હુકમ સાથે)
  • બીજો હપ્તો: ₹.60,000/- (લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ)
  • ત્રીજો હપ્તો: ₹.20,000/- (શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથી)
  • વધુમાં શૌચાલય માટે જેમને ₹.12,000/- ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે.

પાત્રતા (નિયમો અને શરતો)

  • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.6,00,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.6,00,000 થી વધુ ન હોવી જોઇએ.
  • મકાનની સહાયની રકમ ₹.1,20,000/- રહેશે. વધુમાં શૌચાલય માટે જેમને ₹.12,000/- ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ, જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત ₹.1,20,000/- ની સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે.
  • આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ “રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના” એ મુજબની તક્તી લગાવવાની રહેશે.
  • મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે ₹.10,00,000/- અને ગ્રામ્ય વિસ્તારમાં ₹.7,00,000/- ની રહેશે. શહેરી વિસ્તારમાં Affordable Housing Scheme હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહી.
  • મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યેથી ૨ વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
  • લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ રહેશે.

જરૂરી ડોક્યુમેન્‍ટ

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારનું રેશનકાર્ડ
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
  • ચૂંટણી ઓળખપત્ર
  • મકાન બાંધકામ ચિઠ્ઠી
  • સ્વ-ઘોષણા પત્ર(Self Declarition)
  • જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ/જર્જરીત મકાનનો ફોટો

અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિંક્સ

ઓનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
સ્વ-ઘોષણા પત્ર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment