દિવ્યાંગ લગ્ન સહાય યોજના: સરકાર દ્વારા દિવ્યાંગ લોકોને આર્થિક મદદ મળી રહે તે માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. દિવ્યાંગ લોકોને લગ્ન સમયે પોતાના લગ્નમાં થતા ખર્ચને પહોંચી વળવા સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.
નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સરકારી યોજના ગુજરાત વેબસાઈટ માં અમે વિવિધ સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચી રહે તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ સમયસર વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા તમે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો.
આજે આપણે દિવ્યાંગ લગ્ન સહાય યોજના વિશે વિગતવાર જાણીશું કેવી રીતે અરજી કરવી? કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે? આવક મર્યાદા શું છે? પાત્રતા વગેરે વિશે જાણીશું.
દિવ્યાંગ લગ્ન સહાય યોજના 2023
દિવ્યાંગ લગ્ન સહાય યોજના એ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે. જેમાં દિવ્યાંગ વ્યક્તિના લગ્નમાં આર્થિક સહાય આપવામાં આવે છે. આ આર્થિક સહાય લાભાર્થીના બેન્ક એકાઉન્ટ સીધા જ DBTના માધ્યમથી ચૂકવવામાં આવે છે.
લાભ મેળવવા માગતા દિવ્યાનું વ્યક્તિએ ગુજરાત સરકારની ઈ સમાજ કલ્યાણ વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે અરજી કઈ રીતે કરવી તે નીચે જણાવેલ છે.
દિવ્યાંગ લગ્ન સહાય યોજના વિશે
યોજનાનું નામ | દિવ્યાંગ લગ્ન સહાય યોજના |
રાજ્ય | ગુજરાત |
લાભાર્થી | ગુજરાતના દિવ્યાંગ વ્યક્તિઓ |
ઉદ્દેશ્ય | દિવ્યાંગ વ્યક્તિઓને લગ્નમાં આર્થિક સહાય કરવી |
ઓફિશિયલ વેબસાઈટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
પાત્રતાના માપદંડ
- કન્યાની ઉંમર ૧૮ વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઇએ.
- આ યોજનાનો લાભ ફકત એક જ વખત (એક યુગલદીઠ) મળવાપાત્ર રહેશે.
- આ યોજના હેઠળ નિચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.
- આ યોજના હેઠળ લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.
આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.
દિવ્યાંગતા | મળવાપાત્ર યોજનાનો લાભ |
---|---|
અંધત્વ | ૪૦ ટકા કે તેથી વધુ |
આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય | ૪૦ ટકા કે તેથી વધુ |
સાંભળવાની ક્ષતિ | ૭૧ થી ૧૦૦ ટકા |
ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થીતિ | ૫૦ ટકા કે તેથી વધુ |
સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ | ૫૦ ટકા કે તેથી વધુ |
ઓછી દ્રષ્ટી | ૪૦ ટકા કે તેથી વધુ |
ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા | ૫૦ ટકા કે તેથી વધુ |
બૌધ્ધિક અસમર્થતા | ૫૦ ટકા કે તેથી વધુ |
હિમોગ્લોબિનની ઘટેલી માત્રા | ૫૦ ટકા કે તેથી વધુ |
રકતપિત-સાજા થયેલા | ૪૦ ટકા કે તેથી વધુ |
દીર્ધ કાલીન અનેમિયા | ૫૦ ટકા કે તેથી વધુ |
એસીડના હુમલાનો ભોગ બનેલા | ૪૦ ટકા કે તેથી વધુ |
હલન ચલન સથેની અશકતતા | ૪૦ ટકા કે તેથી વધુ |
સેરેબલપાલ્સી | ૪૦ ટકા કે તેથી વધુ |
વામનતા | ૪૦ ટકા કે તેથી વધુ |
માનસિક બિમાર | ૫૦ ટકા કે તેથી વધુ |
બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ | ૪૦ ટકા કે તેથી વધુ |
ખાસ અભ્યાસ સંબધિત વિકલાંગતા | ૫૦ ટકા કે તેથી વધુ |
વાણી અને ભાષાની અશકતતા | ૫૦ ટકા કે તેથી વધુ |
ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ | ૫૦ ટકા કે તેથી વધુ |
બહેરા અંધ્ત્વ સહિત અનેક અપંગતા | ૫૦ ટકા કે તેથી વધુ |
દિવ્યાંગ લગ્ન સહાય યોજના સહાયનો દર
આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રુ.પ૦,૦૦૦/- + .પ૦,૦૦૦/- મળીને કુલ રૂ. ૧૦૦૦૦૦/- તેમજ સામાન્ય/ વ્યકિતથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રૂ. રુ.પ૦,૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે.
જરૂરી ડોક્યુમેન્ટ
- કન્યા/કુમારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
- રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
- અરજદારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
- કન્યા/કુમારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
- અરજદારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
- બંનેના સંયુકત લગ્ન વખતના ફોટા
- લગ્ન કંકોત્રી
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક
- લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ ઈ-સમાજ કલ્યાણ વેબસાઈટ પર જાવ. અહીં ક્લિક કરો
- હોમપેજ પર રજીસ્ટર યોર સેલ્ફ પર ક્લિક કરો.
- તમારી વ્યક્તિગત માહિતી દાખલ કરો જેવી કે નામ, આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ, મોબાઈલ નંબર.
- ત્યારબાદ નીચે રહેલા રજીસ્ટર બટન પર ક્લિક કરો, તમારા મોબાઇલ પર એસએમએસ દ્વારા યુઝર આઇડી આપવામાં આવશે.
- ફરી હોમ પેજ પર આવો યુસર આઈડી અને પાસવર્ડ દાખલ કરી લોગીન કરો.
- તમારી સામે યોજનાનું લિસ્ટ આવશે તેમાંથી દિવ્યાંગ લગ્ન સહાય યોજના પર ક્લિક કરો.
- તમારી વિગતો દાખલ કરો ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરો અને તમારી અરજી સબમીટ કરો.
મિત્રો ઉપર પ્રમાણે ની માહિતી મુજબ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો વધુ માહિતી તેમજ ચોક્કસ વિગતો માટે એક વાર ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત ચોક્કસ લેવી.