ડ્રેગન ફ્રુટ વાવેતર સહાય ikhedut portal: ડ્રેગન ફ્રુટ જેને ગુજરાતમાં કમલમ પણ કહેવામાં આવે છે તેના વાવેતર માટે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતો આ પાકનું વાવેતર કરી રૂપિયા ત્રણ લાખ સુધીની આર્થિક સહાય સબસીડી સ્વરૂપે મેળવી શકે છે.
આપણે સૌ જાણીએ છીએ કે ડ્રેગન ફ્રુટ ની ખેતી કરવી એ ખૂબ જ ફાયદાકારક છે. આ ફળ બજારમાં ખૂબ ઊંચા ભાવે વેચાય છે. આથી ખેડૂતો વધુમાં વધુ ડ્રેગન ફ્રુટ નું વાવેતર કરે તે માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. જો તમે પણ ડ્રેગન ફ્રુટ નું વાવેતર કરવા માંગતા હોય તો આ લેખ જરૂર વાંચો.
ડ્રેગન ફ્રુટ સહાય આઇ ખેડૂત પોર્ટલ પર થી કઈ રીતે મેળવવી? કઈ રીતે ઓનલાઇન અરજી કરવી? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે? તે તમામ વિગતો નીચે આપવામાં આવેલ છે.
ડ્રેગનફ્રૂટ (કમલમ ફળ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ 2023
ડ્રેગન ફ્રુટ માટે પ્રતિ હેક્ટરદીઠ આર્થિક સહાય નિયમોનુસાર આપવામાં આવશે જેની વિગત નીચે પ્રમાણે છે.
- યુનિટ કોસ્ટ:- રૂ. ૬,૦૦,૦૦૦/હેકટર
- સહાય: સામાન્ય જાતિના ખેડુતને ૫૦% અથવા મહત્તમ રૂ. ૩,૦૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
- લાભાર્થી દિઠ આજીવન ૦.૨૦ હેકટર થી મહતમ ૧ હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
- આ યોજના હેઠળ પ્રથમ વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ સિમેન્ટપોલ /પાઇપ મુજબ મહતમ ખર્ચ- રૂ. ૩,૩૩,૦૦૦/- ધ્યાને લેવાનો રહેશે. જયારે પ્લાન્ટીગ મટીરીયલ માટે પ્રતિ હેકટર ૪૪૪૪ નંગ રોપા મુજબ મહતમ ખર્ચ- રૂ. ૧,૫૫,૫૪૦/- ધ્યાને લેવાનો રહેશે. પ્રથમ વર્ષે થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૨,૪૪,૪૨૦/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
- જયારે બીજા વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ હેડ રીંગ અથવા ૪૦૦ કિ.ગ્રા ટ્રેલીઝીંગ અને વાયરનો મહતમ ખર્ચ- રૂ. ૧,૧૧,૧૬૦/- ધ્યાને લેવાનો રહેશે. બીજા વર્ષે હેડ રીંગ/ ટ્રેલીઝીંગમાં થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૫૫,૫૮૦/-બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
ડ્રેગન ફ્રુટ વાવેતર સહાય 2023
યોજનાનું નામ | ડ્રેગનફ્રૂટ (કમલમ ફળ) ના વાવેતર માટે સહાય |
ઉદ્દેશ્ય | ડ્રેગન ફ્રુટ ના વાવેતર માટે ખેડૂતોને આર્થિક સમય આપવી |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતો |
અરજી કરવાની તારીખ | 19/12/2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15/01/2023 |
સત્તાવાર વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in/ |
ડ્રેગન ફ્રુટ વાવેતર યોજનાનો લાભ કોને મળશે
- ખેડૂતોએ પોતાની પસંદગીનું સારી ગુણવત્તાવાળુ પ્લાન્ટીગ મટીરીયલ્સ નર્સરીમાંથી મેળવી વાવેતર કરે તો તેઓને સહાય મળવાપાત્ર રહેશે.
- જે ખેડુતો જોડે પિયત સગવડ ઉપલબ્ધ હશે તેમને લાભ મળવાપાત્ર રહેશે.
- જે ખેડુતો કલ્સ્ટરમાં વાવેતર કરશે તો તેમને અગ્રીમતા આપવામાં આવશે.
- અરજદારોને જે તે જિલ્લાને ફાળવેલ લક્ષાંકની મર્યાદામાં લાભ મળવાપાત્ર રહેશે.
ડ્રેગન ફ્રુટ વાવેતર સહાય માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?
જો તમે આ યોજના નો લાભ લેવા માગતા હોય તો તમારે ikhedut portal Gujarat પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં તમારે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.
- સૌપ્રથમ તો આઇ ખેડૂત પોર્ટલ પર જાઓ
- હોમપેજ પર યોજનાઓ ઓપ્શન તમને જોવા મળશે, તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારી સામે વિવિધ યોજનાઓનું લીસ્ટ જોવા મળશે તેમાં “બાગાયતી યોજનાઓ” ની સામે રહેલ “વિગતો જોવા અહીં ક્લિક કરો” બટન પર ક્લિક કરો.
- હવે પેજ ને નીચે સ્ક્રોલ કરો તમને ડ્રેગન ફ્રુટ વાવેતર સહાય યોજના જોવા મળશે તેની સામે રહેલ અરજી કરો પર ક્લિક કરો.
- ત્યારબાદ તમે રજિસ્ટર્ડ અરજદાર હોય તો હા અથવા ના પસંદ કરી આગળ વધવા ક્લિક કરો.
- હવે તમને નીચે નવી અરજી કરવા માટેનું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરી તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
ડ્રેગન ફ્રુટ વાવેતર સહાય ડોક્યુમેન્ટ
- ૭/૧૨ અને ૮ – અ નો દાખલો
- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- બેંક પાસબુક