ઈલેક્ટ્રીક સ્કૂટર સબસીડી યોજના: ઈલેક્ટ્રીક સ્કૂટરની ખરીદી પર 50% સબસીડી

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

ગુજરાત સરકાર વિવિધ વર્ગના લોકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. ઔદ્યોગિક કર્મચારીઓને ભારત સરકારના “ગ્રીન ઈન્ડિયા” મિશનમાં ભાગીદાર બનવા પ્રોત્સાહિત કરવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડતા બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદીને પ્રોત્સાહિત કરવા માટે એક યોજના મૂકવામાં આવી છે.

ઈલેક્ટ્રીક સ્કૂટર સબસીડી યોજનામાં બેટરી સંચાલિત ટુ વ્હીલર ની ખરીદી પર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવી રહી છે. આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું, કઈ રીતે અરજી કરવી, તમામ વિગતો નીચે આપવામાં આવેલી છે.

ઈલેક્ટ્રીક સ્કૂટર સબસીડી યોજના ગુજરાત |  Electric Two Wheeler Subsidy Scheme

યોજનાનું નામઈલેક્ટ્રીક સ્કૂટર સબસીડી યોજના
વિભાગગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ
લાભાર્થીબાંધકામ/ઔદ્યોગિક કામદારો, ITI વિદ્યાર્થીઓ
ઓફિસિયલ વેબસાઈટhttps://gogreenglwb.gujarat.gov.in/

બાંધકામ/ઔદ્યોગિક કામદારો અને આઈ.ટી.આઈ ના વિદ્યાર્થીઓ બેટરી સંચાલિત ઇલેક્ટ્રીક ટુ વ્હીલર ખરીદી શકે તે માટે સરકારની ઇલેક્ટ્રિક સ્કૂટર સબસિડી યોજના અમલમાં છે.

કેટલા રૂપિયા સબસીડી મળશે

આ યોજના અંતર્ગત નીચે પ્રમાણે ટુવીલર ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે.

કન્સ્ટ્રક્શન વર્કર: બેટરી સંચાલિત ટુ-વ્હીલરની એક્સ શોરૂમ કિંમતના 50% અથવા રૂ. 30,000/- બેમાંથી જે ઓછું હોય, તેમજ વાહન RTO નોંધણી કર અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી.

ઔદ્યોગિક કાર્યકર: બેટરી સંચાલિત ટુ-વ્હીલરની એક્સ શોરૂમ કિંમતના 30% અથવા રૂ. 30,000/- બેમાંથી જે ઓછું હોય, તેમજ વાહન RTO નોંધણી કર અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી.

ITI વિદ્યાર્થીઓ: બેટરી સંચાલિત ટુ વ્હીલરની ખરીદી પર રૂ. 12000/-.

ઈલેક્ટ્રીક સ્કૂટર સબસીડી યોજના પાત્રતા

ભારત સરકારના ગ્રીન ઇન્ડિયા મિશનને સાકાર કરવા ચલાવવામાં આવતી આ યોજનામાં નીચે મુજબની પાત્રતા ધરાવતા વ્યક્તિઓ અરજી કરી શકે છે.

 • નોંધાયેલ બાંધકામ કામદાર
 • ઔદ્યોગિક કામદાર
 • આઈ.ટી.આઈના વિદ્યાર્થી

ઈલેક્ટ્રીક સ્કૂટર સબસીડી યોજના માટે અરજી કેવી રીતે કરવી

જો તમે આ યોજના માટે પાત્રતા ધરાવતા હોય અને ઈલેક્ટ્રીક સ્કૂટરની ખરીદી પર સબસીડી મેળવવા માંગતા હોય તો નીચે મુજબના સ્ટેપ અનુસરી ઓનલાઈન અરજી કરી શકો છો.

 • પ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://gogreenglwb.gujarat.gov.in/ પર જાવ
 • હોમપેજ પર રજીસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરી જરૂરી વિગતો ભરો અને તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ કરો
 • તમારા મોબાઇલ પર એસએમએસ દ્વારા યુઝર આઇડી અને પાસવર્ડ મોકલવામાં આવશે તેના દ્વારા લોગીન કરો અને પ્રોફાઈલ અપડેટ કરો.
 • ત્યારબાદ “Apply for the scheme” પર ક્લિક કરી જરૂરી વિગતો ભરી તમારી એપ્લિકેશન સબમીટ કરો.

અન્ય સૂચનાઓ (Other Instruction)

 • આ યોજનાનો લાભ ભારતમાં ઉત્પાદિત સ્કૂટર પર જ મળે છે.
 • લિથિયમ-આયન બેટરી સાથેનું ટુ-વ્હીલર જે એક ચાર્જ પર ઓછામાં ઓછા 50 કિમી ચાલી શકે છે, તેને મોટર અને વાહન અધિનિયમ હેઠળ માન્યતા પ્રાપ્ત અલગ ચાર્જિંગ સ્ટેશનની જરૂર નથી.
 • મજૂરે એક્સ-શોરૂમ કિંમતમાંથી સબસિડીની રકમ બાદ કર્યા પછી બાકીની રકમ ચૂકવવાની રહેશે.
 • વેચાણ પછી, સબસિડીની રકમ ડીલરના ખાતામાં સીધી જમા થશે.

Leave a Comment