Forest Bharti Syllabus: વનરક્ષક ભરતીનો સિલેબસ જાહેર, જુઓ શું શું પુછાશે?

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Forest Bharti Syllabus: વન રક્ષક વર્ગ ત્રણ ની પરીક્ષા ની રાહ જોઇ રહેલા ઉમેદવાર માટે મહત્વના સમાચાર આવ્યા છે પરીક્ષા ફેબ્રુઆરી માસમાં યોજાનાર છે. જેનો અભ્યાસક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. આ પરીક્ષા સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બૅઝ રિક્રૂઈંટ્મેન્ટ ટેસ્ટ દ્વારા લેવામાં આવશે. આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત ઓનલાઈન યોજવાની વિચારણા હેઠળ છે.

વનરક્ષક ભરતીમાં ક્યાં પ્રકારનો અભ્યાસક્રમ પૂછાશે તેનો મંડળ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અભ્યાસક્રમની વિગતો નીચે મુજબ છે.

Forest Bharti Syllabus | વન રક્ષક ભરતી અભ્યાસક્રમ

વનરક્ષક ભરતી અભ્યાસક્રમ ચાર વિભાગમાં વિભાજીત કરવામાં આવ્યો છે વિભાગ વાઈઝ અભ્યાસક્રમ નીચે મુજબ છે.

વિભાગ-A

1.ઇતિહાસ

 • ગુજરાતના મહત્વના રાજવંશો, અસરો અને પ્રદાન, મહત્વની નીતિઓ, તેમનું વહીવટ તંત્ર, અર્થતંત્ર, સમાજ, ધર્મ, કળા, સ્થાપત્ય અને સાહિત્ય
 • ભારતનો 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાત
 • 19 મી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો
 • ભારતની સ્વતંત્રતા માટેની ચળવળમાં ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા
 • સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વાતંત્રયોત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન
 • ગુજરાત રાજ્યની સ્થાપના, મહાગુજરાત આંદોલન.
 • સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ અને સિધ્ધિઓ

2.સાંસ્કૃતિક વારસો

 • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો : કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય.
 • ગુજરાતની લોકસંસ્કૃતિ અને પરંપરા: તેનું મહત્વ, લાક્ષિણકતાઓ અને અસરો.
 • ગુજરાતની કળા અને કસબ : સામાજીક અને સાંસ્કૃતિક પ્રદાન.
 • આદિવાસી જનજીવન અને સંસ્કૃતિ
 • ગુજરાતના તીથસ્થળો અને પયર્ટન સ્થળો.
 • વિશ્વ વિરાસત સ્થળો (વર્લ્ડ હેરીટેજ સાઈટ્સ), GI ટેગ્સ (ગુજરાતનાં સંદર્ભમાં)

3.ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા

 • આમુખ
 • મૂળભૂત અધિકારો અને ફરજો
 • રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો
 • સંસદની રચના
 • રાષ્ટ્રપતિની સત્તા
 • રાજ્યપાલની સત્તા
 • ભારતીય ન્યાયતંત્ર
 • અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઇઓ
 • એટર્ની જનરલ
 • નીતિ આયોગ
 • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને પંચાયતી રાજ
 • કેન્દ્રીય નાણા પંચ અને રાજ્યનું નાણા પંચ
 • બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ ભારતનું ચૂંટણી પંચ, સંઘ લોક સેવા આયોગ, રાજ્ય જાહેર સેવા આયોગ, કોન્ટ્રોલર અને ઓડિટર જનરલ કેન્દ્રીય સતર્કતા આયોગ, લોકપાલ તથા લોકાયુક્ત, કેંદ્રીય માહિતી આયોગ વગેરે
 • વાર્ષિક નાણાકીય પત્રક

4.ભૌતિક ભગોળ

 • વાતાવરણની સંરચના અને સંગઠન
 • આબોહવાના તત્વો અને પરિબળો
 • વાયુ સમુચ્ચય અને વાતાગ્ર, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, જલીય આપત્તિઓ, ભૂકંપ
 • આબોહવાકીય બદલાવ

5.ગુજરાતની ભુગોળ

 • ગુજરાતના વિવિધ ભૂમિ સ્વરૂપો
 • ગુજરાતની નદીઓ, પર્વતો તથા વિવિધ જમીનોના પ્રકારો
 • ગુજરાતની સામાજીક ભૂગોળ : વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃધ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, મહાનગરીય પ્રદેશો, વસ્તી ગણતરી – ૨૦૧૧ (ગુજરાતનાં સંદર્ભમાં)
 • ગુજરાત અને ભારતની આદિમ જાતિઓ (PVTGs)
 • ગુજરાતની આર્થિક ભૂગોળ : ગુજરાતની કૃષિ, ઉદ્યોગો, ખનીજ, વેપાર અને પરિવહન, બંદરો વગેરે
 • ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને વિશેષતાઓ

6.વિજ્ઞાન અને ટેકનોલોજી

 • સામાન્ય વિજ્ઞાન
 • વિજ્ઞાન અને ટેકનોલોજી : ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી, ઇ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ, ઉર્જાના પરંપરાગત અને બિનપરંપરાગત સ્ત્રોતો

7.પ્રાદેશિક તથા રાષ્ટીય મહત્વના વર્તમાન પ્રવાહો

વિભાગ-B

1.સામાન્ય બૌધ્ધિક અને તાર્કિક ક્ષમતા (Aptitude & Logical Reasoning)

 • તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા
 • સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ.
 • ઘડીયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો
 • ઘાત અને ઘાતાંક, વર્ગ, વગમૂળ, ઘનમૂળ, ગુ.સા.અ. અને લ.સા.અ.
 • ટકા. સાદુ અને ચક્રવૃધ્ધિ વ્યાજ, નફો અને નુક્શાન.
 • સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર.
 • સંભાવના, સરેરાશ, ગુણોત્તર અને પ્રમાણ,
 • માહીતીનું અર્થઘટન અને વિશ્લેષણ

વિભાગ-C

1.ભાષાકીય જ્ઞાન : ગુજરાતી ભાષા

 • રૂઢિપ્રયોગોનો અર્થ અને પ્રયોગ
 • કહેવતોનો અર્થ
 • સમાસનો વિગ્રહ અને તેની ઓળખ
 • અલંકાર અને તેની ઓળખ
 • સમાનાર્થી શબ્દો / વિરુધ્ધ અર્થી શબ્દો
 • શબ્દસમૂહ માટે એક શબ્દ
 • સંધિ જોડો કે છોડો
 • જોડણી શુધ્ધિ
 • લેખન શુધ્ધિ/ ભાષા શુધ્ધિ
 • ગદ્યસમીક્ષા
 • અર્થગ્રહણ

વિભાગ-D

1.પર્યાવરણ

 • પર્યાવરણના ઘટકો અને તેનું મહત્વ
 • પર્યાવરણના સંરક્ષણમાં વૃક્ષો અને જંગલોનો ફાળો
 • માનવીય પ્રવૃત્તિઓ જેવીકે ખનન, બાંધકામ અને વસતિવૃધ્ધિની પર્યાવરણ પર અસરો
 • પર્યાવરણ અને જૈવ-ભૂ-રાસાયણિક ચક્રો : કાર્બન ચક્ર, નાઈટ્રોજન ચક્ર વગેરે

2.પ્રદૂષણ / ગ્રીન હાઉસ અસર / ગ્લોબલ વોર્મિંગ / આબોહવા પરિવર્તન

 • પ્રદૂષણનાં પ્રકારો, ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરો, ગ્રીન હાઉસ વાયુઓ, ઓઝોન સ્તરનો ક્ષય, એસીડ વર્ષા, આબોહવા પરિવર્તન અને તેની અસરો, આબોહવા પરિવર્ત સામે લડવા માટેના ઉપાયો અને પગલાઓ, ટકાઉ વિકાસ લક્ષ્યાંકો
 • હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ, માનવ સ્વાસ્થ્ય પર અસર, તથા તેનું નિયંત્રણ અને નિવારણ
 • ઘન કચરો, ઈ – વેસ્ટ, બાયો મેડીકલ કચરાનું વ્યવસ્થાપન

3.જંગલો, વન્યસંપત્તિ અને વન્યજીવો

 • જંગલોની ઉપયોગિતા અને વિવિધ પડકારો
 • ભારત અને ગુજરાતમાં જંગલોના પ્રકારો
 • ગુજરાતમાં જંગલવિસ્તારની સ્થિતિ
 • સામાજીક અને શહેરી વનીકરણને લગતા પ્રયાસો
 • ગુજરાત રાજ્યની ગૌણ વન પેદાશો અને મહત્વની ઔષધીય વનસ્પતિઓ
 • જંગલ આધારિત ઉધોગો
 • ગુજરાતનાં વન્યજીવો, દુર્લભ અને ભયગ્રસ્ત વન્ય પ્રજાતિઓ
 • ગુજરાતનાં જળપ્લાવિત વિસ્તારો (Wetlands) અને ચેરનાં જંગલો (Mangroves)

4.ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ

 • જૈવ વિવિધતાનાં સંવર્ધન અને સંરક્ષણ માટેનાં વિવિધ પ્રયાસો
 • વન્ય જીવ સંરક્ષણ માટેના ગુજરાત રાજ્યના તેમજ રાષ્ટ્રીય પ્રયાસો
 • વિવિધ પ્રજાતિઓનાં સંરક્ષણ પ્રોજેકટસ (વાઘ, સિંહ, ગેંડો, મગર વગેરે)
 • પ્રવાસી યાયાવર પંખીઓ – ભારત અને ગુજરાત સંદર્ભમાં
 • સ્વસ્થાને (Insitu) તથા અન્ય સ્થાને (Exsitu) સંવર્ધન પ્રયાસો
 • ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો. અભયારણ્યો અને જૈવમંડળ આરક્ષિત ક્ષેત્રો

5.વન અને પર્યાવરણને લગતી મહત્વની સંસ્થાઓ

 • રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ (National Green Tribunal)
 • વન અને પર્યાવરણ સંબંધિત ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓ
 • પર્યાવરણને લગતી વિવિધ આંતર રાષ્ટ્રીય સંસ્થાઓ

6.વન અને પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓ

પરિપત્ર ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment