Gujarat Gyan Guru Quiz (G3Q): નમસ્કાર મિત્રો ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને તેમાં તમે જીતી શકો છો રોકડ ઇનામ. ગુજરાતના દરેક નાગરિક આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે અને ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા રમી શકે છે.
મિત્રો આજની આ પોસ્ટમાં અમે તમને Gujarat Gyan Guru Quiz 2.0 સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અને કઈ રીતે ઓનલાઇન પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો તે અંગે જણાવ્યું છે તો આ લેખને સંપૂર્ણ વાંચો
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ રજીસ્ટ્રેશન | g3q.co.in
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.
ભાગ લેવા માટેની લાયકાત
- શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે.
- અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.
- કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q 2.0) ના ઉદ્દેશો
- એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય
- સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું
- વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી
- કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા
- ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી
Gujarat Gyan Guru Quiz Registration
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://g3q.co.in/ પર જાઓ
- હૉમપેજ પર રજીસ્ટર નામના બટન પર ક્લિક કરો માંગેલી
- તમામ વિગતો કાળજીપૂર્વક ભરી સબમિટ બટન પર ક્લિક કરો.
- તમારા મોબાઈલ નંબર પર OTP આવશે તે દાખલ કરી વેરીફાઈ કરો
- ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર યુઝર આઇડી અને પાસવર્ડ મોકલવામાં આવશે.
ક્વિઝમાં ભાગ કેવી રીતે લેવો
g3q.co.in પર રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ તમે ક્વિઝ રમી શકો છો તેના માટે નીચેના સ્ટેપ અનુસરો.
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ
- હોમપેજ પર તમને Play Quiz બટન જોવા મળશે તેના પર ક્લિક કરો
- તમારી સામે એક નવું પેજ ખુલશે તેમાં યુઝર આઇડી અને પાસવર્ડ દ્વારા લોગીન કરો
- ત્યારબાદ નીચે રહેલા કંટીન્યુ પર ક્લિક કરી Play Quiz પર ક્લિક કરો
નોંધ: આ કવિઝમાં 20 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના માટે 20 મિનિટનો સમય આપવામાં આવશે
Quiz Bank
મિત્રો ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ રમતા પહેલા તમે કયા પ્રશ્નો પુછાય શકશે તે પણ જોઈ શકો છો તેના માટે તમને Quiz Bank આપવામાં આવશે Quiz Bankનો અભ્યાસ કરી તમે ક્વિઝમાં આવનારા પ્રશ્નો જોઈ શકો છો માટે વેબસાઈટ પરથી Quiz Bank નો અભ્યાસ જરૂર કરવો.
આ માટે વેબસાઈટ પર Quiz Bank નામના બટન પર ક્લિક કરો, ત્યારબાદ તમારી કેટેગરી સિલેક્ટ કરો, ભાષા સિલેક્ટ કરો અને સર્ચ બટન પર ક્લિક કરતા તમારી સામે પ્રશ્નોત્તરી નું લિસ્ટ આવી જશે.
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
Play Quiz | અહીં ક્લિક કરો |
હોમપેજ | Sarkari Yojana |