ઘરે બેઠા બસની ટિકિટ બુક કરાવો અને જાણો બસનો ટાઇમ અને લાઈવ લોકેશન

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

GSRTC Ticket Booking: નમસ્કાર મિત્રો સરકારી યોજનામાં તમારું સ્વાગત છે. આપણે જાણીયે છીએ કે મોટા ભાગના લોકો મુસાફરી માટે એસટી બસનો ઉપયોગ છે. આના લીધે એસટી બસ માં ટ્રાફિક પણ વધુ રહેતો હોય છે, જેથી ઘણી વાર બસમાં સીટ મેળવવી પણ મુશ્કિલ થઇ જાય છે. પરંતુ હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમારા માટે સરસ મજાની માહિતી લઇ આવિયા છીએ.

આજે આપણે gsrtc ની best bus booking app વિષે જાણીશું. જેની મદદથી તમે ઘરે બેઠા ટિકિટ બુક કરાવી શકશો અને બસનું લાઈવ લોકેશન પણ જાણી શકશો

GSRTC Ticket Booking App

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એ ગુજરાત અને પડોશી રાજ્યો બંનેમાં બસ સેવાઓ પ્રદાન કરતી પેસેન્જર પરિવહન સંસ્થા છે. તેના 16 વિભાગો, 129 ડેપો, 226 બસ સ્ટેશન અને 8000 થી વધુ બસો છે.

GSRTC એપ્લિકેશન GSRTC ગ્રાહકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ વારંવાર મુસાફરી માટે ગુજરાત રાજ્ય પરિવહનનો ઉપયોગ કરે છે. આ એપ્લિકેશન તમને વિવિધ બસોના સમયપત્રક અને અન્ય માહિતી શોધવામાં મદદ કરશે. આ એપ્લિકેશન GSRTC ગ્રાહકો માટે શ્રેષ્ઠ વપરાશકર્તા ઇન્ટરફેસ પ્રદાન કરે છે.

GSRTC Ticket Booking એપ વિષે

જીએસઆરટીસી એપ એ ગુજરાતના લોકો માટે વન સ્ટોપ એપ છે જેઓ મુસાફરી માટે જીએસઆરટીસી બસોનો ઉપયોગ કરે છે. હવે આ એપનો ઉપયોગ કરીને બસનું સમયપત્રક, ભાડા અને જીએસઆરટીસી સંબંધિત અન્ય માહિતી મેળવો.

આ એપ્લિકેશન દ્વારા તમે ગુજરાત રોડવેઝ સંલગ્ન ડેપોમાંથી દોડતી બસોની સ્થિતિ ચકાસી શકો છો. તમે તમારી શરૂઆતથી તમારા અંતિમ મુકામ સુધીની તમામ ઉપલબ્ધ બસો ચકાસી શકો છો. તમે ચોક્કસ બસના રૂટની વિગતો ચકાસી શકો છો. તમે શરૂઆતથી તમારા અંતિમ મુકામ સુધી ચાલતી બસના ભાડાની વિગતો પણ ચકાસી શકો છો.

GSRTC Official Ticket Booking App નું મહત્વ

 • GSRTC ટ્રેક બસ સ્થાન
 • GSRTC બસ ટ્રેકિંગ સિસ્ટમ
 • GSRTC મારી બસને ટ્રૅક કરો
 • GSRTC ટ્રેક બસ નંબર
 • GSRTC ટ્રૅક PNR બસ સ્ટેટસ
 • GSRTC બસ લાઈવ ટ્રેકિંગ
 • GSRTC મારી બસ ક્યાં છે
ટિકિટ બુકીંગ એપ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
અન્ય વિગતો માટેઅહીં ક્લિક કરો

GSRTC Bus location app

આ એપ્લિકેશન દ્વારા તમે બસનું લાઈવ લોકેશન પણ મેળવી શકો છો. હાલમાં જ આ સુવિધા ઉમેરવામાં આવી છે. એપ્લિકેશન ની અંદર તમને Live bus running Status ઓપ્શન જોવા મળશે, જેના પર ક્લિક કરતા તમે બસનું લાઈવ લોકેશન પણ મેળવી શકશો.

GSRTC Bus tracker

GSRTC App દ્વારા તમે Bus track પણ કરી શકો છો. બસ ને ટ્રેક કરવા માટે એપ્લિકેશન ઓપન કર્યા પછી ઉપર રહેલા Track Bus ઓપ્શન પર ક્લિક કરવું. ત્યારબાદ PNR નંબર દાખલ કરો અથવા તો બસ નંબર દાખલ કરો અથવા તો ટ્રીપ કોડ દાખલ કરી, સબમિટ બટન પર ક્લિક કરવાથી બસને ટ્રેક કરી શકાય છે.

GSRTC ticket download by PNR no

 • GSRTC ticket booking app ઓપન કરો.
 • ભાષા સિલેક્ટ કરો.
 • ટ્રેક બસ નામના ઓપ્શન પર ક્લિક કરો.
 • પીએનઆર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો.
 • ત્યાર બાદ સબમિટ બટન પર ક્લિક કર.
 • તમારા ટિકિટ ની વિગતો આવી જશે.

GSRTC cancel ticket

જો તમે બુકિંગ કરેલી ટિકિટ કેન્સલ કરવા માંગો છો તો નીચેના સ્ટેપ અનુસરો.

 • એપ્લિકેશન ઓપન કરો, ભાષા સિલેક્ટ કરો.
 • ત્યારબાદ કેન્સલ ટિકિટ નામના ઓપ્શન પર ક્લિક કરો.
 • PNR નંબર, ઇ-મેલ આઇડી, મોબાઈલ નંબર અને ટ્રાન્જેક્શન પાસવર્ડ દાખલ કરો
 • ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો.
 • તમારી ટિકિટ ની વિગત તમારી સામે આવી જશે તે પછી કન્ફર્મ બટન પર ક્લિક કરો.
 • તમારી ટિકિટ કેન્સલ થઈ જશે.

GSRTC ticket pdf download

જો તમે ટિકિટ ની Pdf ownload કરવા માંગતા હોય તો, સૌપ્રથમ તો તમારે જીએસઆરટીસી ની વેબસાઈટ https://www.gsrtc.in/ પર જવું પડશે. અહીં પેજ પર તમને ઓનલાઈન યુઝર નામ નો ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરશો એટલે નીચે Print/SMS ticket નામ નો ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો તમારી સામે એક નવું પેજ ઓપન થશે. તેમાં મોબાઇલ નંબર અને પીએનઆર નંબર દાખલ કરી તમે GSRTC ticket pdf download કરી શકો છો.

GSRTC ticket booking app

Leave a Comment