Gyan Sadhna Scholarship Registration at http// gssyguj.in: ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અમલી કરેલ છે. જે અંતર્ગત જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા લેવામાં આવી હતી. આ અંતર્ગત મેરીટ માં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓને http//gssyguj.in વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
જે વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ થયો છે તે વિદ્યાર્થીઓએ gssyguj.in વેબસાઈટ પર જઈએ રજીસ્ટ્રેશન કરવાનું છે. તો આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું અને ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવા. તેના માટે આ લેખને સંપૂર્ણ વાંચજો.
જ્ઞાન સાધના લેટેસ્ટ અપડેટ માટે અહીં ક્લિક કરો
જ્ઞાન સાધના સ્કોલરશીપ મેરીટમાં આવતાં વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન
મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 11 6 20123 ના રોજ જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા લેવામાં આવેલ.
તારીખ 11/06/2023 ના રોજ લીધેલ જ્ઞાન સાથેના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાની તારીખ 23/06/2023 ના રોજ કુલ 28,041 વિદ્યાર્થીઓની પ્રથમ મેરીટ યાદી જાહેર કરવામાં આવેલ છે.
આ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓને 7 ઓગસ્ટ 2023 ના રોજ બપોરે 14:00 કલાકથી 14 ઓગસ્ટ 2023 ના રોજ રાત્રિના 12:00 કલાક સુધી વેબસાઈટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા અને આનુષંગિક આધાર પુરાવો અપલોડ કરવા જણાવવામાં આવે છે.
Gyan Sadhna Registration Overview
પોસ્ટ | જ્ઞાન સાધના મેરીટ લીસ્ટમાં સમાવેલ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન |
ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થયા તારીખ | 7 ઓગસ્ટ 2023 |
ઓનલાઈન રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ | 14 ઓગસ્ટ 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | gssyguj.in/in/ |
જ્ઞાન સાધના મેરીટ માં આવતા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું
મુખ્યમંત્રી જ્ઞાન સાધના પ્રથમ મેરીટ લિસ્ટમાં સમાવેશ વિદ્યાર્થીઓને નીચે પ્રમાણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ http://gssyguj.in/ પર જાવ.
- હોમપેજ પર નીચે તરફ આવેલ વિદ્યાર્થી માટેના રજીસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમારી સામે લોગીન પેજ આવી જશે, તેમાં નીચે રહેલા Register બટન પર ક્લિક કરો.
- તમારી માહિતી કાળજીપૂર્વક ભરો. જેમ કે નામ, સ્ટુડન્ટ આધાર યુઆઇડી, એપ્લિકેશન આઈડી, મોબાઈલ નંબર વગેરે.
- માહિતી ભરી પાસવર્ડ ના ખાનામાં બે વાર સરખો પાસવર્ડ દાખલ કરો અને Verify Mobile Number પરથી ક્લિક કરો.
- તમારા મોબાઇલ પર એ OTP આવશે તે દાખલ કરી સબમિટ કરો.
- એકવાર રજીસ્ટ્રેશન થઈ ગયા પછી ફરીથી હોમપેજ પર આવી લોગીન કરો અને જરૂરી વિગતો ભરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
આ પપણ વાંચો: જ્ઞાન સાધના મેરીટ લિસ્ટ જોવા અહીં ક્લિક કરો