Gssyguj.in Result: જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનું પરિણામ જાહેર, જુઓ તમારું રિઝલ્ટ અહીંથી

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Gyan Sadhna Scholarship Result: ધોરણ 8 પૂર્ણ કરનાર જે વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં પરીક્ષા આપેલ છે. તેનું પરિણામ જાહેર થઈ ગયું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 11/06/2023 ના રોજ 11:00 થી 13:30 દરમિયાન રાજ્યના તમામ તાલુકા કક્ષાએ જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા યોજાય હતી.

આ યોજના અંતર્ગત પરીક્ષા ના આધારે મેરીટમાં આવનાર 25,000 જેટલા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે શિષ્યવૃત્તિની સહાય ચુકવવામાં આવશે.

Gyan Sadhna Scholarship Result 2023

પરીક્ષાનું નામજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત
કોલ લેટર ડાઉનલોડ તારીખ07/06/2023 (17:00)
પરીક્ષા તારીખ11/06/2023
પરિણામ તારીખ23/06/2023
ઓફિસિયલ વેબસાઈટhttps://sebexam.org/

આ પણ વાંચો: SBI આશા શિષ્યવૃત્તિ 2023: SBI તરફથી મળશે વિદ્યાર્થીઓને 5 લાખની શિષ્યવૃત્તિ

શું છે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના

કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી સ્કૂલોમાં 25% પ્રમાણે પ્રવેશ આપવામાં આવે છે. જોકે આ બાળકોને ધોરણ 1 થી 8 સુધી નિઃશુલ્ક ભણાવવામાં આવે છે અને તે અંતર્ગત સરકાર દ્વારા સ્કૂલોને સહાય ચૂકવાઇ છે પરંતુ આ બાળકો જ્યારે ધોરણ 9 માં આવે છે ત્યારે તેમના માટે આગળના અભ્યાસ કાર્યમાં આર્થિક મુશ્કેલીઓ અડચણ રૂપ સાબિત થતી હોય છે અને તેના લીધે વિદ્યાર્થીઓ ભણવાનું છોડી દેતા હોય છે આના લીધે આવા બાળકો નો અભ્યાસ અટકે નહીં અને માધ્યમિક સુધી અભ્યાસ પૂર્ણ કરે તે માટે સરકાર દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના: વિદ્યાર્થીને મળશે વાર્ષિક રૂપિયા 25000 ની શિષ્યવૃત્તિ

આ યોજના અંતર્ગત મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માં વાર્ષિક ₹20,000 ની સહાય અને ધોરણ 11 અને 12 માં વાર્ષિક ₹25,000 ની સહાય ચૂકવવામાં આવશે.

અહીંથી ચકાસો તમારું પરિણામ

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્ય મંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવાર વેબસાઈટ પર જઈ પોતાનું પરિણામ જોઈ શકે છે. પરિણામની લિંક નીચે આપવામાં આવી છે.

જ્ઞાન સાધના પરીક્ષા પરિણામ કઈ રીતે જોવું

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ
  • Print Result ઓપશન પર ક્લિક કરો
  • Gyan Sadhna Scholarship Examination સિલેક્ટ કરો
  • તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો
  • ત્યારબાદ Submit બટન પટ ક્લિક કરો
Gyan Sadhna Pariksha Resultઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

3 thoughts on “Gssyguj.in Result: જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનું પરિણામ જાહેર, જુઓ તમારું રિઝલ્ટ અહીંથી”

Leave a Comment