Gyan Sahayak Bharti 2023 gujarat: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના સ્તરમાં સુધારો કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બાળકો માટે ભૌતિક સુવિધા સાથે સાથે જે શિક્ષકોની ઘટ છે. તે પૂર્ણ કરવા માટે આગામી સમયમાં શિક્ષકોની ખૂબ જ મોટી ભરતી કરવામાં આવશે.
આવનારા સમયમાં ગુજરાત સરકાર જ્ઞાન સહાયક, ખેલ સહાયક અને શિક્ષણ સહાયક ના નામે નવી પોલીસી લાવી રહી છે. જે અંતર્ગત લગભગ 30,000 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
શું છે જ્ઞાન સહાયક ખેલ, સહાયક અને શિક્ષણ સહાયક? આ વિશેની તમામ વિગત આજે અમે તમને જણાવીશું. લાયકાત, વયમર્યાદા, અરજી કરવાની પ્રોસેસ વગેરે વિષે જાણવા આ લેખને સંપૂર્ણ વાંચો.
આ પણ વાંચો: ગુજરાત જ્ઞાન સહાયક ભરતી, જુઓ લાયકાત, પગાર, પસંદગી પ્રક્રિયા
જ્ઞાન સહાયક અને ખેલ સહાયક ની 30,000 જગ્યા પર ભરતી
ભરતી વિશેની માહિતી શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર દ્વારા ઝી 24 કલાક ચેનલ પર આપવામાં આવી છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું છે કે આગામી સમયમાં 25,000 જેટલા જ્ઞાન સહાયક અને 5000 ખેલ સહાયક ની જગ્યા ભરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે હજુ સુધી Gyan Sahayak bharti 2023 અને ખેલ સહાયક અંગેના નિયમો જાહેર નથી થયા. આવનારા સમયમાં પરિપત્ર દ્વારા નવી પોલીસીની જાહેરાત થઈ શકે છે. ત્યારબાદ રાજ્યમાં 30000 જ્ઞાન સહાયકો અને ખેલ સહાયકો ની ભરતી કરવામાં આવશે.
જ્ઞાન સહાયક એટલે શું?
શિક્ષણ વિભાગના સૂત્રો અનુસાર 30,000 શિક્ષકોની ભરતી કોન્ટ્રાક્ટ પર જ થશે. પરંતુ અગાઉ જે પ્રવાસી શિક્ષક લેવામાં આવતા તેની જગ્યાએ હવે જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે.
આ વિશેની વધુ માહિતી સરકાર દ્વારા જાહેર થયે થી જ સ્પષ્ટ થશે. માટે ઓફિશિયલ પરિપત્રની રાહ જોવી.
કેટલો પગાર આપવામાં આવશે?
શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર જ્ઞાન સહાયક ની ભરતી કોન્ટ્રાક્ટ પર જ થશે. પરંતુ પ્રવાસી શિક્ષક કરતા વધુ પગાર આપવામાં આવશે. નવી ભરતી થનાર શિક્ષકોને આશરે 21 હજાર જેટલો પગાર મળી શકે છે. આ બાબતની આવતા સપ્તાહ સુધીમાં જાહેરરાત થઈ જશે.
શૈક્ષણિક લાયકાત શું હશે?
શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો નિમ્ન પ્રાથમિક વિભાગ માં 12 પાસ સાથે પીટીસી અથવા બીએ સાથે પીટીસી અને ઉચ્ચતર પ્રાથમિક એટલે કે ધોરણ 6 થી 8 માં બીએ બીએડ લાયકાત વાળા ઉમેદવારોને પ્રાથમિકતા મળી શકે છે.
આ સાથે ઉમેદવાર પાસે થી TET પાસ અંગેનું પ્રમાણપત્ર પણ માંગી શકે છે. જે ઉમેદવારો TET-1 અને TET-2 પાસ છે, તેમને આ નવી પોલીસીનો લાભ મળી શકે છે.