Instant Pan card: માત્ર 10 મિનિટમાં ઘરે બેઠા બનાવો પાનકાર્ડ ફ્રી માં

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Instant Pan card Download: પાનકાર્ડ એ અતિ મહત્વનું ડોક્યુમેન્ટ છે દરેક વ્યક્તિ પાસે પાનકાર્ડ હોવું જરૂરી છે બેંકના નાણાકીય વ્યવહાર હોય કે અન્ય કોઈપણ લેવડ-દેવડ માટે તમારી પાસે પાનકાર્ડ હોવું જરૂરી છે.

સરકાર દ્વારા ઘણી બધી સુવિધાઓ હવે ઓનલાઇન પૂરી પાડવામાં આવે છે એવી જ રીતે પાનકાર્ડ પણ તમે ઓનલાઇન બનાવી શકો છો માત્ર 10 મિનિટમાં તમે તમારું e-PAN જનરેટ કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો.

નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સરકારી યોજના વેબસાઈટમાં. આજના લેખમાં અમે તમને જણાવીશું કે Online Instant Pan card Download કઈ રીતે કરવું. સંપૂર્ણ પ્રોસેસ આ લેખને અંત સુધી વાંચો.

માત્ર 10 મિનિટમાં બનાવો તમારું પાનકાર્ડ (e-PAN)

હવેથી પાનકાર્ડ ઓનલાઈન બનાવવું સરળ છે. માત્ર 10 મિનિટમાં તમારું ઈ-પાનકાર્ડ તૈયાર થઈ જશે અને તમે તેની પીડીએફ ડાઉનલોડ કરી શકશો. આ પીડીએફ નો ઉપયોગ તમે ફિઝિકલ પાનકાર્ડ જેમ જ કરી શકશો.

Instant Pan cardનવું નવું ઈ પાનકાર્ડ બનાવવાની પ્રોસેસ સેવા એવા તમામ વ્યક્તિગત કરદાતાઓ માટે ઉપલબ્ધ છે, જેમને પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ફાળવવામાં આવ્યો નથી પરંતુ તેઓ આધાર ધરાવે છે. આ એક પ્રી-લોગિન સે છે.

આ પણ વાંચો: આ તારીખે આવશે PM કિસાન યોજનાનો 14મો હપ્તો, જાણો અહીં

આ સેવાનો લાભ લેવા માટેની પૂર્વજરૂરીયાતો

  • તમારી પાસે મોબાઇલ નંબર સાથે લિંક ઘરે આધાર નંબર હોવો જોઈએ
  • અગાઉ થી પાનકાર્ડ ધરાવતા ન હોવા જોઈએ
  • અરજી કરતા સમયે વ્યક્તિ સગીર વયની ન હોવી જોઈએ

નવું e-PAN card બનાવવાની પ્રોસેસ

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ
  • હોમપેજ પર Instant e-PAN પર ક્લિક કરો
  • ત્યારબાદ Get New e-PAN પર ક્લિક કરો.
  • હવે તમારા 12 આંકડા ના આધાર નંબર દાખલ કરો અને I Confirm that પર ટીક કરી Continue પર ક્લિક કરો.
  • તમારી સામે ડિકલેરેશન આવી જશે તેને નીચે રહેલા I have read… પર ક્લિક કરી Continue પર ક્લિક કરો.
  • તમારા આધારકાર્ડ સાથે જોડાયેલ નંબર પર OTP આવશે, તે દાખલ કરો અને Continue બટન પર ક્લિક કરો.
  • તમારી સામે તમારા આધાર કાર્ડ ની વિગતો પ્રમાણે માહિતી આવી જશે તેની નીચે રહેલા I Accept That પર ક્લિક કરી Continue બટન પર ક્લિક કરો.

તમારી સામે તમારી અરજીનો નંબર આવી જશે તે નોંધ લેવો તમારા મોબાઇલમાં પણ આ નંબર એસએમએસ દ્વારા મોકલવામાં આવશે.

Instant e-PAN ડાઉનલોડ કઈ રીતે કરવું

એકવાર Instant e Pan Card બનાવવા માટેની અરજી કર્યા પછી લગભગ એક કલાક પછી તમે e-Pan Card Pdf Download કરી શકો છો તેના માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાવ
  • હોમપેજ પર રહેલા Instant e-PAN પર ક્લિક કરો
  • Check Status / Download PAN પર ક્લિક કરો
  • તમારો આધાર નંબર દાખલ કરી Continue પર ક્લિક કરો
  • તમારી સામે પાનકાર્ડની પીડીએફ આવી જશે તેને ડાઉનલોડ કરી શકો છો.

Leave a Comment