મફત પ્લોટ યોજના ફોર્મ 2023 | મફત પ્લોટ યોજના ફોર્મ ડાઉનલોડ

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

મફત પ્લોટ યોજના ફોર્મ ગુજરાત 2022 : ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેત મજૂરો, કારીગરો અને ગરીબી રેખા નીચે જીવતા લોકોના જીવનધોરણમાં સુધારા કરવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવે છે. આવી વિવિધ યોજનાઓ પૈકી આજે આપણે મફત પ્લોટ યોજના ગુજરાત 2022 વિશે જાણકારી મેળવીશું.

ગુજરાત ગ્રામીણ વિસ્તારમાં રહેતા અને ગરીબી રેખા નીચે જીવતા ખેત મજૂરો તથા કારીગરોને પોતાનું ઘર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ યોજના ની શરૂઆત ૧૯૭૨થી કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે અને મફત પ્લોટ યોજના ફોર્મ ડાઉનલોડ કેવી રીતે કરવું તે અંગેની સંપૂર્ણ વિગતો આજે આપણે મેળવીશું.

મફત પ્લોટ યોજના ફોર્મ ગુજરાત 2023

લેખનો વિષયમફત પ્લોટ યોજના ગુજરાત
વિભાગપંચાયત વિભાગ ગુજરાત
રાજ્યગુજરાત
લાભ કોને મળશે?ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને
પરિપત્ર પ્રકાશિત તારીખ30/07/2022
ઓફિસિયલ વેબસાઈટpanchayat.gujarat.gov.in
અરજી પ્રકારઓફલાઈન

ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનાનો ગુજરાતમાં છૂટક છૂટક અમલ થતો રહ્યો છે. પાંચ વર્ષ પૂર્વે 1લી મે 2017 ના રોજ ગુજરાત સ્થાપના દિવસે આ યોજનામાં સુધારો કર્યો હતો. પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગે ગામડાઓમાં વસતા ઘરવિહોણા કુટુંબને મહત્તમ 100 ચોરસ વાર, પરંતુ 50 ચોરસ વાર થી ઓછા ક્ષેત્રફળનો નહીં એમ ઘરથાળનો મફત પ્લોટ આપવા પ્રસિદ્ધ કરેલા સુધારા ઠરાવમાં ગ્રામસભામાં બહોળો પ્રચાર કરવા કહેવાયું હતું.

યોજના અંતર્ગત વિનામૂલ્યે ઘરથાળના પ્લોટ માટે આવતી અરજીઓના નિકાલ અને વિલંબ નિવારવા માટે સમિતિઓની રચના કરવામાં આવી હતી. જે પૈકી લેન્ડ કમિટીને દર મહિનાના પહેલા શનિવારે બેઠક બોલાવીને મફત પ્લોટ ફાળવણી ની અરજીઓનો નિકાલ કરવાનું કહેવાયું હતું.

મફત પ્લોટ યોજના ફોર્મ 2023

15 મી વિધાનસભાની રચના માટે ચૂંટણી જાહેર થવાના આડે માંડ ૯૦ દિવસ બાકી રહ્યા છે તે પહેલા ઘરના ઘરનો વાયદો પૂરો કરવા ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારોમાં મફત રહેણાંક પ્લોટ ફાળવણી માટે અરજીપત્રક જાહેર કર્યું છે.

વિકાસ કમિશનરે ગત સપ્તાહે DDOને કરેલા આદેશપત્રની સાથે અરજી કરવાનું ફોર્મ, તેનો નમૂનો, તલાટી નું પ્રમાણપત્ર તેમજ અરજદારના બાહેંધરી પત્ર ના નમૂના પણ મોકલ્યા છે. જેથી ગ્રામીણ વિસ્તારમાં ઝડપથી ઘરવિહોણા પરિવાર પાસેથી મફત પ્લોટ ફાળવણીની અરજીઓ એકત્ર કરી તેનો નિકાલ કરી શકાય.

વિકાસ કમિશનરે રાજ્યના તમામ જિલ્લા વિકાસ અધિકારી – DDO ને સાત પાનાનો પત્ર મોકલ્યો છે જેમાં તલાટી કમ મંત્રીઓને તાબાના ગામમાં ઘરવિહોણા કુટુંબોને શોધી તેમની પાસે મફત પ્લોટ યોજના ફોર્મ ભરાવી તાલુકા વિકાસ અધિકારી – TDOને મોકલવા આદેશ કર્યો છે.

મફત પ્લોટ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ યાદી

  • અરજી ફોર્મ
  • તલાટી નું પ્રમાણપત્ર
  • અરજદારનું બાહેંધરી પત્ર
  • રેશનકાર્ડની નકલ
  • આધાર કાર્ડ અથવા ચુંટણી કાર્ડની નકલ

મફત પ્લોટ યોજના ગુજરાત અરજી પ્રક્રિયા

મફત પ્લોટ યોજના નો લાભ લેવા માટે અરજદારે ઓફ લાઇન અરજી કરવાની રહેશે. આ માટે પંચાયતમાંથી અરજી ફોર્મ મેળવી તેમાં માગેલી તમામ માહિતી સાચી ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી તલાટી મંત્રીના સહી સિક્કા કરાવી જમા કરવાનું રહેશે.

નોંધ: જરૂરી વિગતો અને અરજી ફોર્મ મેળવવા ગ્રામ પંચાયતનો સંપર્ક કરો.

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર પરિપત્રઅહીં ક્લિક કરો
ફોર્મઅહીં ક્લિક કરો
01/05/2017નો ઠરાવઅહીં ક્લિક કરો
mafat-plot-yojana-form

મફત પ્લોટ યોજના ક્યારથી અમલમાં છે?

રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત 1972થી થઇ છે.

મફત પ્લોટ યોજનાનો લાભ કોને મળી શકે?

ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ઘરવિહોણા ગરીબ લોકોને.

મફત પ્લોટ યોજના ફોર્મ ક્યાંથી મેળવવું?

તમારા ગામની ગ્રામ પંચાયતમાંથી મફત પ્લોટ સહાયનું ફોર્મ મેળવી શકશો.

Leave a Comment