નવોદય પ્રવેશ પરીક્ષા 2024 ના ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ @navodaya.gov.in

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Navodaya Pravesh Priksha 2024: નવોદય પ્રવેશ પરીક્ષા 2024 માટેના ઓનલાઈન ફોર્મ ઓફિસિયલ વેબસાઈટ પર ભરાવાના શરૂ થઈ ગયા છે. ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ નવોદય વિદ્યાલયમાં ધોરણ છ માં પ્રવેશ મેળવવા માંગે છે, તેઓ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સરકારી યોજના વેબસાઈટમાં. આજે અમે તમને નવોદય પ્રવેશ પરીક્ષા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે વગેરે વિશે માહિતી આપીશું તો આ લેખને અંત સુધી વાંચો.

નવોદય પ્રવેશ પરીક્ષા 2024 ઓનલાઈન ફોર્મ

નવોદય વિદ્યાલય માં ધોરણ 6 માં પ્રવેશ મેળવવા માટે દર વર્ષે નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા પ્રવેશ પરીક્ષા યોજવામાં આવે છે. આ પ્રવેશ પરીક્ષામાં દ્વારા ધોરણ 6માં પ્રવેશ અપાય છે. તેના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાનું શરૂ થઈ ગયું છે. Navodaya Vidyalaya Selection Test 2024 ઓનલાઇન ફોર્મ ભરવાની માહિતી અને લિંક નીચે આપેલી છે.

Navodaya Selection Test 2024 Overview

પરીક્ષાનું નામનવોદય વિદ્યાલય પસંદગી કસોટી 2024
પ્રવેશ વર્ષ2024
ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ19/06/2023
છેલ્લી તારીખ10/08/2023
પરીક્ષા તારીખજાન્યુઆરી (સંભવિત)
ઓફિસિયલ વેબસાઈટhttps://navodaya.gov.in/

જવાહર નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ત્યારબાદ જાન્યુઆરી મહિનામાં પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા બહુ વિકલ્પ પ્રશ્નો વાળી હોય છે.

જરૂરી ડોક્યુમેન્ટ

  • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • શાળા દ્વારા સહી-સિક્કા કરેલ ફોર્મ
  • મોબાઈલ નંબર

નવોદય સિલેક્શન ટેસ્ટ ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું

Navodaya Vidyalaya Selection Test 2024 ઓનલાઈન ફોર્મ ભરવા માગતા વિદ્યાર્થીઓએ નીચેના સ્ટેપ અનુસરી ફોર્મ ભરી શકશો.

  • સૌપ્રથમ નવોદય વિદ્યાલય સમિતિની ઓફિસિયલ વેબસાઈટ પર જાવ (નીચે લિંક આપેલી છે)
  • હોમપેજ પર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ ની લીંક જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ અન્ય પેજ પર ફોર્મ ખુલી જશે તેમાં માંગેલી માહિતી કાળજીપૂર્વક દાખલ કરો.
  • વિદ્યાર્થીનો ફોટો, સહીનો ફોટો, વાલીની સહીનો ફોટો, અને સહી સિક્કા વાળા ફોર્મ નો ફોટો અપલોડ કરો.
  • ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો.

અરજી સબમિટ થઈ ગયા પછી તમારો કન્ફર્મેશન નંબર નોંધી લેવો તેમજ ભરેલા ફોર્મ ની પ્રિન્ટ કાઢી સાચવીને રાખવી

મહત્વપૂર્ણ લિંક્સ

ઓનલાઇન ફોર્મ ભરોઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment