તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

હવેથી તમે ઘરે બેઠા તમારી જમીન ના રેકોર્ડ મેળવી શકશો. ગુજરાત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટે નાગરિકોની સરળતા માટે તમામ જમીનોના રેકોર્ડ ઓનલાઇન ઉપલબ્ધ કર્યા છે. આ માટે anyror gujarat પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ એટલે Land Record નમૂના 7/12, 8-A, 6 વગેરે ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે.

7/12 અને 8-અ ની નકલ ઓનલાઇન મેળવો

સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવે છે પોર્ટલ AnyRoR અને iORA પરથી 7/12 અને 8-અ ની નકલ ઓનલાઇન ડાઉનલોડ કરી શકશો. આ નકલ પર ક્યુ આર કોડ હશે, જેથી તેની અધિકૃતતાની ખાતરી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા કરી શકશે.

તો મિત્રો તમે પણ ઓનલાઈન જમીન રેકોર્ડ વિશે વધારે જાણકારી મેળવવા માંગતા હોવ તો આ લેખ સંપૂર્ણ વાંચવો. જેથી તમે ઘરે બેઠા ઓનલાઇન જમીન રેકોર્ડ ડાઉનલોડ કરી શકો. અહીં તમને તમામ વિગતો આપવામાં આવેલ છે.

AnyRoR પોર્ટલ ગુજરાત

વિષય 7/12 Utara Online Gujarat
ભાષાગુજરાતી
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો
ઉદ્દેશગુજરાતના ખેડૂતો પોતાની જમીનના ૬, ૭/૧૨ અને ૮-અ
ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકે.
Official Websitehttps://anyror.gujarat.gov.in
https://iora.gujarat.gov.in

7/12 અને 8-અ ના દાખલા ઓનલાઇન ડાઉનલોડ કરવા માટેની પ્રોસેસ

  • સૌપ્રથમ મહેસુલ વિભાગના AnyRoR અથવા i-ORA પર પોર્ટલ પર જાઓ.
  • AnyRoR અથવા i-ora પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” પર ક્લિક કરો.
  • હવે તમારો મોબાઈલ દાખલ કરી તેની નીચે રહેલા કેપ્ચા કોડને (Captcha Code) ટેક્સ્ટબોક્સમાં દાખલ કરો.
  • ત્યારબાદ ‘Generate OTP’ પર ક્લિક કરો જેથી તમે દાખલ કરેલા મોબાઈલ નંબર પર એક એસએમએસ દ્વારા OTP આવશે.
  • મોબાઇલ નંબર પર પર આવેલા વેરિફિકેશન કોડ Textbook મા દાખલ કરીને “Login” પર click કરો.
  • લોગીન કરશો એટલે તમારી સામે વિવિધ વિકલ્પો આવશે.
  • સૌપ્રથમ તેમાંથી જે નમૂનો ડાઉનલોડ કરવાનું છે તે પસંદ કરવું પડશે.
  • ત્યાર બાદ તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે. જેમાં સર્વે નંબર / બ્લોક નંબર / ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી “Add Village Form”પર click કરો.
  • ત્યારબાદ નીચે તમે પસંદ કરેલ નમુના ની વિગત આવી જશે તેની નીચે રહેલા Procced For Payment પર ક્લિક કરો.
  • જો તમામ માહિતી બરાબર હોય તો “Pay Amount” પર click કરી જરૂરી રકમની ચૂકવણી ઓનલાઇન કરો.
  • પેમેન્ટની ચુકવણી કર્યા બાદ ડિજિટલ ગામ નમૂના નંબર “Download RoR” પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના ડાઉનલોડ કરી શકાશે.

નોંધ:- એકવાર તૈયાર થયેલ ડિજિટલ ગામ નમૂના નંબર આપના લોગીનમાં ૨૪ કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે.

ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે

7/12 online gujarat

કોઇપણ વ્યક્તિ ડિજિટલી સાઇન્ડ નકલ ઓનલાઇન મેળવી શકશે. જમીન માટેનુ મહત્વનું રેકર્ડ ગામ નમુના નં.6, 7/12, 8-અ ની અધિકૃત નકલો હાલે જે તાલુકા ઇ-ધરા કેન્દ્રો / ઇ-ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે, તે હવે કોઇપણ વ્યક્તિ ડિજિટલી સાઇન્ડ (Digitally Signed) નકલ ઓન-લાઇન મેળવી શકશે, તથા આ નકલ ઉપયોગ માટે અધિકૃત ગણાશે. આ માટે ભરપાઇ કરવાની થતી નકલ ફી પણ ઓન-લાઇન ભરવાની રહેશે. ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પરથી મેળવી શકાશે. આ નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે. જેથી તેની અધિકૃતતાની ખાતરી ઓન-લાઇન કોઇપણ વ્યક્તિ તથા સંસ્થા કરી શકશે.

મહત્વપૂર્ણ લિંક

AnyRoRClick Here
i-ORAClick Here

Leave a Comment