પીએમ કિસાન યોજનાના 13માં હપ્તાના પૈસા ખાતામાં જમા થવાનું શરૂ, અહીં ચેક કરો પોતાનું બેલેન્સ

ભારતના ખેડૂતોને સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે. આર્થિક મદદ પી.એમ.કિસાન યોજના દ્વારા કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા ની આર્થિક સહાય સીધી જ તેના ખાતામાં પહોંચાડવામાં આવે છે.

આ યોજનામાં ખેડૂતોને 2-2 હજાર રૂપિયા ના હપ્તા દ્વારા સહાય આપવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં 12 હપ્તા આવી ચૂક્યા છે. આગામી સમયમાં 13મોં હપ્તો ખાતામાં જમા થવાનો છે.

હવે પીએમ કિસાન યોજના અંતર્ગત ભારતના 10 કરોડ ખેડૂતો 13માં હપ્તા ની રાહ જોઈ રહ્યા છે મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાન યોજનાનો 13મોં હપ્તો આગામી સમયમાં માર્ચ મહિનામાં હોળી-ધુળેટી પહેલા આવી શકે છે.

PM Kisan Yojana Updat

વર્ષનો ત્રીજો હપ્તો ફેબ્રુઆરી થી માર્ચ મહિના સુધીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. એવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આગામી હોળી-ધુળેટીને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા તહેવાર પહેલા ખેડૂતોના ખાતામાં 13માં હપ્તાની રકમ જમા કરવામાં આવશે. આ અનુમાન મીડીયા દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. હજુ સુધી સરકાર દ્વારા કોઈપણ જાતની જાહેરાત કરવામાં આવી નથી.

પીએમ કિસાન યોજના સન્માન નિધિ હેલ્પ લાઈન નંબર

સરકાર દ્વારા ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર પણ શરુ કરવામાં આવ્યા છે. કોઈ પણ મુશ્કેલ સ્થિતિમાં ખેડુત સરકાર દ્વારા આપવામાં આવેલ પીએમ કિસાન યોજના માટે 155261 પર કોલ કરી તમામ જાણકારી મેળવી શકશે.

Leave a Comment