PM YASASVI Yojana: ધોરણ 9 થી 12માં મળશે 75000/- થી 125000/- સુધીની શિષ્યવૃતિ, ઓનલાઇન ફોર્મ શરુ

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

PM YASASVI Yojana 2023: સરકાર દ્વારા આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ ના અભ્યાસ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ PM YASASVI Yojana અંતર્ગત વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે તે માટે આર્થિક સમય આપવામાં આવે છે.

યોજના અંતર્ગત ધોરણ 9 અને 11 માં ભણતા વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રી યશસ્વી યોજના એન્ટ્રન્સ પરીક્ષા આપી શકે છે. જેમાં પાસ થનાર વિદ્યાર્થીને 75,000/- થી 1,25,000/-ર સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે.

પીએમ યશસ્વી યોજના પરીક્ષાના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયેલ છે ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરવા કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ વગેરે માહિતી આ પોસ્ટ દ્વારા તમને આપીશું.

PM YASASVI Yojana 2023

PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (YASASVI) એ વિદ્યાર્થીઓ માટે ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલ શિષ્યવૃત્તિ કાર્યક્રમ છે.

PM YASASVI યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ આપવા માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામા આવે છે. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે વર્ષ 2023-24માં મંત્રાલય દ્વારા નક્કી કરાયેલી સંસ્થામાં અભ્યાસ કરતા ફક્ત ધોરણ 9 અને ધોરણ 11ના અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC),અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરી શકે છે.

PM YASASVI Yojana Overview

યોજનાનું નામપીએમ યશસ્વી યોજના
ઓનલાઈન ફોર્મ શરૂ તારીખ11/07/2023
છેલ્લી તારીખ10/08/2023
પરીક્ષાનું માધ્યમહિન્દી/અંગ્રેજી
પરીક્ષા તારીખ29/09/2023
ઓફિશિયલ વેબસાઈટhttps://yet.nta.ac.in/

PM YASASVI યોજના વિશેની મહત્વપૂર્ણ બાબતો

  • આ શિષ્યવૃતિ યોજના મા વાર્ષિક રૂ.૧,૨૫,૦૦૦- સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.
  • આ પરીક્ષા નુ ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઇ પરીક્ષા ફી ચૂકવવાની રહેતી નથી.
  • આ યોજના અંતર્ગત પરીક્ષાનો અભ્યાસક્રમ, પાત્રતા પરીક્ષા કેન્દ્રના શહેરો તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા માન્ય થયેલ સંસ્થા-શાળાઓની યાદી અને પરીક્ષા સંબંધિત માહિતી https://yet.nta.ac.in વેબસાઇટ પર મૂકવામા આવેલ છે.
  • આ યોજનામા આવક મર્યાદા આ મુજબ નિયત કરવામા આવેલી છે જેઓના માતા-પિતાની તમામ સ્ત્રોતની વાર્ષિક આવક રૂ.૨.૫૦ લાખથી વધુ ન હોવી જોઇએ.
  • આ યોજનામા ધો.૯ અને ૧૦ના વિદ્યાર્થીઓની શાળાની ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી એમ મળીને વધુમાં વધુ વાર્ષિક રૂ. ૭૫,૦૦૦ સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.
  • ધો ૧૧ અને ધો ૧૨ના વિદ્યાર્થીઓને શાળાની ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી એમ મળીને વધુમાં વધુ વાર્ષિક રૂ.૧,૨૫,૦૦૦- સુધીની શિષ્યવૃત્તિ આપવામા આવે છે.
  • આ શિષ્યવૃત્તિ યોજના માટે મંત્રાલય દ્વારા પસંદ કરવામા આવેલી શાળા-સંસ્થાની માહિતી https://yet.nta.ac.in વેબસાઇટ પર મૂકવામા આવેલી છે.

જરૂરી ડોક્યુમેન્ટ

  • ઉમેદવાર પાસે ધોરણ 10 પાસનું પ્રમાણપત્ર અથવા ધોરણ 8 પાસનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
  • ઉમેદવાર પાસે આવકનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે
  • ઉમેદવારનું ઓળખપત્ર.
  • ઇમેઇલ સરનામું અને સેલફોન નંબર.
  • ઉમેદવાર પાસે નીચેનામાંથી ઓછામાં ઓછું એક પ્રમાણપત્ર હોવું આવશ્યક છે: અનુક્રમે OBC/EBC/DNT SAR/NT/SNT માટે પ્રમાણપત્રો.

PM YASASVI Scholarship ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું

યશસ્વી યોજના શિષ્યવૃતિ પરીક્ષા માટે ધોરણ 9 અને 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નીચે મુજબના સ્ટેપ પણ કરી ઓનલાઈન અરજી કરી શકે છે.

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જઈ રજીસ્ટ્રેશન કરો.
  • રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ હોમપેજ પર લોગીન ડીટેલ દાખલ કરી લોગીન કરો.
  • તમારી સામે એપ્લિકેશન ફોર્મ આવી જશે તેમાં જરૂરી માહિતી કાળજીપૂર્વક ભરો.
  • ત્યારબાબ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી, અરજી સબમિટ કરવી.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન એપ્લાયઅહીં ક્લિક કરો
સ્કૂલ લિસ્ટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment