માત્ર 20/- રૂપિયાના વાર્ષિક પ્રીમિયમમાં રૂપિયા 2 લાખનો વીમો | PMSBY

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY): કેન્દ્ર સરકાર દ્વારા લોકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. હાલ ભારતમાં વિવિધ યોજનાઓનો અમલ થઈ રહ્યો છે. તેમાંની એક યોજના એટલે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના વિશે આજે તમને જણાવીશું.

PMSBY વિશે ઘણા લોકોને હજુ સુધી ખબર નથી. આ એક ખૂબ જ મહત્વની યોજના છે જેમાં માત્ર 20 રૂપિયામાં બે લાખ રૂપિયા નો અકસ્માત વીમો મળે છે. તો આ યોજનાનો લાભ કેવી રીતે લેવો. તે અમે આજના લેખમાં જણાવીશું તો આ લેખને સંપૂર્ણ વાંચો.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી કેવી રીતે કરવી? તે તમામ માહિતી અહીં નીચે આપવામાં આવેલી છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના | PMSBY

ભારત સરકાર દ્વારા 2015 માં શરૂ કરવામાં આવેલ, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એ 18 થી 70 વર્ષની વયના તમામ રહેવાસીઓ માટે અકસ્માત વીમા યોજના છે.સક્રિય બેંક ખાતું ધરાવનાર કોઈપણ વ્યક્તિ તેનો લાભ લઈ શકે છે.

તમે આ યોજનામાં રૂ.20 ની નજીવી ફી પર રૂ.2 લાખ સુધીનો વીમા કવરેજ મેળવી શકો છો.અકસ્માતમાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો 2 લાખનો વીમો મળે છે. અકસ્માતમાં અન્ય શારીરિક ખોડ થાય તો પણ નિયમોનુસાર સહાય આપવામાં આવશે.

PMSBY Overview

યોજનાનું નામપ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
કોના દ્વારાભારત સરકાર
લાભરૂ.2 લાખ સુધીનો અકસ્માત વીમો
પ્રીમિયમની રકમમાત્ર રૂ. 20/-
ઓફિસિયલ વેબસાઈટhttps://www.jansuraksha.gov.in/

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાના લાભ

  • મૃત્યુ પર – નોમિનીને 2 લાખ રૂપિયા મળશે
  • બંને આંખોની કુલ અને પુનઃપ્રાપ્તિ ન થઈ શકે તેવી ખોટ અથવા બંને હાથ અથવા પગના ઉપયોગની ખોટ અથવા એક આંખની દૃષ્ટિ ગુમાવવી અને હાથ અથવા પગના ઉપયોગની ખોટ – ગ્રાહકને રૂ. 2 લાખ મળશે.
  • એક આંખની દૃષ્ટિ અથવા એક હાથ અથવા પગના ઉપયોગની ખોટ – ગ્રાહકને રૂ. 1 લાખ મળશે.

પાત્રતા

જે વ્યક્તિની ઉંમર 18 વર્ષથી 70 વર્ષ સુધીની હોય અને જે બેંક અથવા તો પોસ્ટમાં પોતાનું ખાતું ધરાવતા હોય તેવા કોઈપણ વ્યક્તિ આ યોજનામાં જોડાઈ શકે છે. આ યોજનામાં જોડાવા વ્યક્તિએ તેના બેન્ક ખાતા માંથી ઓટો ડેબિટ માટે સહમતિ આપવી પડશે.

PMSBY અરજી કરવાની પ્રક્રિયા

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો બંને પ્રક્રિયા અહીં નીચે આપવામાં આવેલી છે.

ઓનલાઇન પ્રક્રિયા

  • કોઈ વ્યક્તિ તેમની બેંકની નેટ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરીને PMSBY ખાતું ઓનલાઈન ખોલી શકે છે.
  • અરજદાર તેના/તેણીના ઇન્ટરનેટ બેંકિંગ એકાઉન્ટમાં લૉગિન કરી શકે છે અને ડેશબોર્ડ પર PMSBY શોધી શકે છે.
  • ગ્રાહકે કેટલીક મૂળભૂત અને નોમિની વિગતો ભરવાની જરૂર છે.
  • ગ્રાહકે ખાતામાંથી પ્રીમિયમના ઓટો ડેબિટ માટે સંમતિ આપવી પડશે અને ફોર્મ સબમિટ કરવું પડશે.

ઓફલાઈન પ્રક્રિયા

  • PMSBY ઑફલાઇનમાં નોંધણી કરાવવા માટે વ્યક્તિએ બેંકનો સંપર્ક કરવાનો રહેશે જ્યાં તે ખાતું ધરાવતો હોય.
  • બેંકમાં ફોર્મ ભરી અને જરૂરી દસ્તાવેજો સાથે જોડી સબમિટ કરવાનું રહેશે. (ફોર્મ ડાઉનલોડ કરવા નીચે લિંક આપેલી છે)
  • એકવાર તે સફળતાપૂર્વક સબમિટ થઈ જાય પછી ગ્રાહકને એક સ્વીકૃતિ સ્લિપ કમ વીમા પ્રમાણપત્ર મળશે.

મહત્વપૂર્ણ લિંક્સ

Pradhan Mantri Suraksha Bima Yojana PDF Formઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment