SBI આશા શિષ્યવૃત્તિ 2023: SBI તરફથી મળશે વિદ્યાર્થીઓને 5 લાખની શિષ્યવૃત્તિ, જાણો સંપૂર્ણ વિગત

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

SBI Asha Scholarship 2023: મધ્યમ વર્ગના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકે નહીં અને તે ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે SBI Asha Scholarship નામનો કાર્યક્રમ ચલાવે છે. ભારત દેશની અંદર ઘણા વિદ્યાર્થીઓ પોતાની આર્થિક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી દેતા હોય છે અને આગળનો અભ્યાસ કરી શકતા નથી આવા લોકો માટે એસબીઆઇ દ્વારા ચલાવવામાં આવતી આજ યોજના ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

સ્વાગત છે મિત્રો તમારું સરકારી યોજના વેબસાઈટમાં આજે અમે તમને State Bank of India દ્વારા ચલાવવામાં આવતી આશા સ્કોલરશીપ 2023 વિશે જણાવીશું. કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવું? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ? શિષ્યવૃતિમાટેની પાત્રતા, વગેરે માહિતી માટે આ લેખને સંપૂર્ણ વાંચો.

SBI Asha Scholarship 2023 Apply Online

SBI આશા શિષ્યવૃત્તિ કાર્યક્રમ 2023 એ SBI ફાઉન્ડેશનની તેના એજ્યુકેશન વર્ટિકલ – ઇન્ટિગ્રેટેડ લર્નિંગ મિશન (ILM) હેઠળની એક પહેલ છે, જે સમગ્ર ભારતમાં ઓછી આવક ધરાવતા પરિવારોના હોશિયાર વિદ્યાર્થીઓને તેમના શિક્ષણની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે.

SBI Foundation એ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની CSR શાખા છે. બેંકિંગ ઉપરાંત સેવાની તેની પરંપરા મુજબ, ફાઉન્ડેશન હાલમાં ભારતના 28 થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગ્રામીણ વિકાસ, આરોગ્યસંભાળ, શિક્ષણ, આજીવિકા અને ઉદ્યોગસાહસિકતા, યુવા સશક્તિકરણ, રમતગમતને પ્રોત્સાહન આપવા અને સામાજિક આર્થિક વિકાસમાં યોગદાન આપવા માટે કામ કરે છે.

SBI Asha Scholarship Program Overview

યોજનાઆશા શિષ્યવૃત્તિ
સંસ્થાસ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)
એપ્લિકેશન મોડઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટwww.sbifoundation.in

SBI આશા શિષ્યવૃત્તિ પાત્રતા

 • વિદ્યાર્થી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) ટોચના ક્રમાંકિત કોલેજોમાં પ્રથમ વર્ષમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ પાત્ર છે.
 • શૈક્ષણિક વર્ષ 2023-24 માં પ્રખ્યાત સંસ્થાઓમાં PhD પ્રોગ્રામના પ્રથમ વર્ષમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ પાત્ર છે.
 • અરજદારોએ અનુસ્નાતક (તમામ વર્ષ/સેમેસ્ટરના કુલ સ્કોર)માં ઓછામાં ઓછા 75% ગુણ મેળવ્યા હોવા જોઈએ.
 • અરજી કરનાર વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક ૩ લાખથી વધુ ન હોવી જોઈએ.

વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટ પર જુઓ, નીચે લિંક આપેલી છે.

SBI Asha Scholarship જરૂરી ડોક્યુમેન્ટ

 • આધારકાર્ડ
 • પાછલા શૈક્ષણિક વર્ષની માર્કશીટ (વર્ગ 12/સ્નાતક/ અનુસ્નાતક, જે લાગુ હોય તે)
 • વર્તમાન વર્ષનો પ્રવેશ પુરાવો (ફી રસીદ/પ્રવેશ પત્ર/સંસ્થા ઓળખ કાર્ડ/બોનાફાઇડ પ્રમાણપત્ર)
 • આવકનો દાખલો
 • પાસપોર્ટ સાઈઝના ફોટા
 • પાનકાર્ડ
 • સરનામાનો પુરાવો

SBI આશા શિષ્યવૃત્તિના લાભો

sbi ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતા એસબીઆઇ આશા શિષ્યવૃત્તિ કાર્યક્રમમાં નીચે મુજબના આર્થિક લાભો આપવામાં આવે છે.

 • Undergraduate: રૂપિયા 50,000/- હજાર
 • IIT Student: રૂપિયા 3 લાખ 40 હજાર
 • IIMStudent: રૂપિયા 5 લાખ
 • PhD Student: રૂપિયા 2 લાખ

SBI Asha Scholarship ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?

 • સૌપ્રથમ ઓફિસિયલ www.sbifoundation.in વેબસાઈટ પર જાવ
 • હોમ પેજ પર રહેલા Asha Scholarship 2023 ઓપ્શન પર ક્લિક કરો.
 • ત્યારબાદ તમારી સામે ફોર્મ ખૂલી જશે તેમાં કાળજીપૂર્વક વિગતો ભરો
 • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
 • ત્યારબાદ નીચે રહેલા સબમિટ બટન પર ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓનલાઇન અરજી લિંકઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment