સુકન્યા સમૃદ્ધિ યોજના 2023: 1લી ફેબ્રુઆરી 2023 ના રોજ આપણા દેશનું બજેટ બહાર પાડવામાં આવ્યું. દેશના નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા ભારતનું બજેટ પ્રજા સમક્ષ રાખવામાં આવ્યું. જેમાં ઘણી બધી યોજનાઓનો પણ સમાવેશ થાય છે.
ભારત સરકારના ‘બેટી બચાવો બેટી પઢાઓ, અભિયાન અંતર્ગત “સુકન્યા સમૃદ્ધિ યોજના” અમલમાં મુકેલ છે જેમાં દીકરીના નામે બેંકમાં અથવા પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવી આ યોજનાનો લાભ લઇ શકાય છે. જેમાં તમારા રોકાણ સામે ઊંચા વ્યાજ દર આપવામાં આવે છે.
ભારતીય ટપાલ વિભાગ દ્વારા આગામી તારીખ 9 અને 10 ફેબ્રુઆરી 2023 દરમિયાન ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજના નું ખાતું ખોલાવવા માટે વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે, જેથી વધુમાં વધુ લોકો આ યોજનાથી માહિતગાર થાય અને યોજનાનો લાભ લઇ શકે.
સુકન્યા સમૃદ્ધિ યોજના | Sukanya Samriddhi Yojana
સુકન્યા સમૃદ્ધિ યોજના નો મુખ્ય હેતુ દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા અને તેના અભ્યાસ માટે જરૂરી બચત કરવા માટે આ યોજના અમલમાં આવી છે જેમાં વાર્ષિક ઓછામાં ઓછા રૂ. 250 થી લઈ અને રૂ. 1.50 લાખ સુધી જમા કરાવી શકાય છે.
આ યોજના અંતર્ગત 15 વર્ષ સુધી રોકાણ કરવું જરૂરી છે પરંતુ દીકરીના અભ્યાસ કે 18 વર્ષની વયે લગ્ન માટે તેમાંથી 50% રકમ ઉપાડી શકાય છે. 15 વર્ષ રોકાણ પછી 21 વર્ષે ખાતું પરિપક્વ થાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના માહિતી
યોજના | સુકન્યા સમૃદ્ધિ યોજના |
કોના દ્વારા શરૂ કરવામાં આવી | કેન્દ્ર સરકાર |
હેતુ | દીકરીઓના ભવિષ્યના અભ્યાસ અને આર્થિક ખર્ચાઓ માટે બચત |
વ્યાજ દર (2023) | 7.6 % |
લાભાર્થી | દેશની 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓ |
સુકન્યા સમૃદ્ધિ યોજના જરૂરી વિગતો
- વાર્ષિક ઓછામાં ઓછા રૂ. 250 અને વધુમાં વધુ રૂ. 1.50 લાખ જમા કરાવી શકાય.
- બાળકી 10 વર્ષની થાય ત્યાં સુધી તેના નામે ખાતું ખોલાવી શકાય છે.
- એક છોકરીના નામે માત્ર એક જ ખાતું ખોલાવી શકાય છે.
- પોસ્ટ ઓફિસ અને અધિકૃત બેંકોમાં ખાતું ખોલાવી શકાય છે.
- શિક્ષણ ખર્ચને પહોંચી વળવા ખાતાધારકના ઉચ્ચ શિક્ષણના હેતુથી ઉપાડની મંજૂરી આપવામાં આવશે.
- 18 વર્ષની ઉંમર પછી છોકરીના લગ્નના કિસ્સામાં એકાઉન્ટ સમય પહેલા બંધ કરી શકાય છે.
- ખાતું ભારતમાં ગમે ત્યાં એક પોસ્ટ ઓફિસ/બેંકમાંથી બીજામાં ટ્રાન્સફર કરી શકાય છે.
- ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષની મુદત પૂર્ણ થવા પર ખાતું પરિપક્વ થશે.
જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગતા હોય અને તમારી દીકરીને ના નામે ખાતું ખોલાવવા માગતા હોય તો તમારી નજીકની પોસ્ટ ઓફિસ અથવા બેંકનો સંપર્ક કરો જ્યાં તમને સંપૂર્ણ વિગતો આપવામાં આવશે.
મિત્રો, આશા છે કે તમને અમારી આ માહિતી ગમી હશે આ માહિતી ને શેર કરી તમારા મિત્રો અને સંબંધીઓ સુધી પહોંચાડો. અને આવી જ માહિતી મેળવવા અમારી સરકારી યોજના વેબસાઇટની મુલાકાત લેતા રહો.