Scrap Policy Gujarat: કેન્દ્ર સરકારે પ્રદૂષણ રોકવા માટે ના જુના વાહનો ને ભંગાર વાડામાં નાખવાની જાહેરાત કરી, 1 એપ્રિલ 2022 ના આ યોજના જાહેર કરી દેવામાં આવી. કેન્દ્ર સરકારની આ જાહેરાત પછી હવે ગુજરાતમાં પણ આવનાર 1 એપ્રિલ થી આ યોજના લાગુ કરી દેવામાં આવશે. જેથી પહેલી એપ્રિલથી જુના વાહનો ભંગારમાં જતા રહેશે.
તો આ વાહનોનું શું થશે? અને સરકારને કઈ રીતે ખબર પડશે કે ક્યાં વાહનો જુના છે. સરકાર ક્યાં વાહનો ને ભંગારમાં નખાવી દેશે. આ બધું આજના આ લેખમાં જાણીશું.
શું છે સ્ક્રેપ પોલીસી? | Scrap Policy in Gujarat
કેન્દ્ર સરકારે ૧લી એપ્રિલ 2022 જુના વાહનો માટે સ્ક્રેપ પોલીસી ની જાહેરાત કરી હતી. આ મુજબ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ પરથી નક્કી કરવામાં આવશે કે કયા વાહનો ભંગારવાડા માં જશે. સ્ક્રેપ પોલિસી અનુસાર 10 વર્ષ જુના કોમર્શિયલ વાહનો અને 15 વર્ષ જૂના પ્રાઇવેટ વાહનો નો ફિટનેસ ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે. જો તમારું વાહન ટેસ્ટ પાસ થઇ જશે તો તેને ચલાવવાની મંજૂરી મળશે અને જો ફેલ થશે તો એ વાહન સીધું ભંગારવાડામાં જશે.
આ યોજના ને લીધે ગુજરાતના પંદર વર્ષ જુના લગભગ વિસ લાખ વાહનો ભંગાર વાડામાં જવાના છે. કારણ કે તે સ્ક્રેપ પોલિસી મુજબ અનફિટ છે. આ બધા ભારે મોટા વાહનો હશે.
ફિટનેસ ટેસ્ટમાં કઈ કઈ બાબતો જોવામાં આવે છે
ટેસ્ટમાં એન્જીન ની હાલત, કેટલો ધુમાડો નીકળે છે તેની માત્રા, કેટલું ઇંધણ ખાઈ રહ્યું છે, વાહનમાં કેટલા સેફટી ફીચર છે. આ બધા પર ધ્યાન રાખવામાં આવે છે. અને તેનું એક સર્ટિફિકેટ બને છે. જો તેમાં અનફિટ થશે તો તમારું વાહનનું રજીસ્ટ્રેશન રદ થશે અને વાહન ભંગાર વાડામાં જશે.
જો વાહન ફિટનેસ ટેસ્ટમાં ફેલ થાય તો?
તમારું જે વાહન ભંગાર વાડામાં જશે તેનું એક સારેપ સર્ટિફિકેટ આપવામાં આવશે જે બે વર્ષ સુધી લાગુ ગણાશે. આ સર્ટિફિકેટ તમે નવી ગાડી લેતી વખતે બતાવશો તો પાંચ ટાકા ડિસ્કાઉન્ટ મળશે. અને રજીસ્ટ્રેશન ફી પણ નહિ ભરવી પડે.
સ્ક્રેપ પોલિસી ગુજરાતની સ્થિતિ
ગુજરાત માં ફિટનેસ સર્ટિફિકેટ માટે હજુ સુધી માત્ર ચાર જ સેન્ટરો ખોલવામાં આવ્યા છે. સુરત, અમરેલી, ભરૂચ અને ભુજ ની અંદર વાહનના ફિટનેશ સર્ટિફિકેટ આપતા સેન્ટરો ખોલવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ગુજરાતમાં લગભગ ૨૦ લાખ વાહનો જૂના છે તેની સામે માત્ર ચાર જ સેન્ટરો હજુ સુધી ખોલવામાં આવ્યા છે અને આગામી 1 એપ્રિલ થી આ યોજના લાગુ કરી દેવામાં આવશે. આવનાર સમયમાં કઈ રીતે ગુજરાત સરકાર આ યોજના અમલી કરશે તે હવે જોવાનું રહેશે.