કુંવરબાઈ નું મામેરું યોજના ગુજરાત ઓનલાઇન ફોર્મ 2023

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

કુંવરબાઈ નું મામેરું યોજના 2023: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આર્થિક રીતે નબળા પરિવારો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે આ યોજનાઓ દ્વારા ગરીબ અને મજૂર પરિવારને આર્થિક સહાય કરવામાં આવે છે વિવિધ યોજનાઓ માટે ગુજરાત સરકાર દ્વારા ઈ સમાજ કલ્યાણ પોર્ટલની શરૂઆત કરેલ છે. જ્યાંથી તમે કુંવરબાઈ નું મામેરું જેવી યોજનાઓ માટે ઓનલાઇન આવેદન કરી શકો.

કુવરબાઈનુ મામેરુ યોજનામાં સામાજિક અને આર્થિક રીતે નબળા કુટુંબ ની દીકરીઓના લગ્નમાં 12,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. આ રકમ સીધી જ બેંક ખાતામાં જમા કરવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન આવેદન કરવાનું રહેશે. આજના આ લેખ ની અંદર અમે તમને કુંવરબાઈનું મામેરું યોજના ઓનલાઈન આવેદન કેવી રીતે કરવું તે જણાવીશું.

કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત | Kuvarbai Mameru Yojana 2023

ગુજરાત રાજ્યમાં ઘણાં લાંબા સમયથી કુંવરબાઈ નું મામેરું યોજના ચાલી રહી છે. આ યોજના અંતર્ગત ગુજરાતમાં સામાજિક અને આર્થિક રીતે નબળાં વર્ગના પરિવારોને દીકરીના લગ્નમાં રૂપિયા 12000 આર્થિક સહાય આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત રૂપિયા 12,000 ની સહાય DBT દ્વારા સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. તો ચાલો સૌ પ્રથમ તો કુંવરબાઈનું મામેરું યોજના વિશે માહિતી મેળવીએ.

About Kuvarbai Mameru Yojana | કુંવરબાઈનું મામેરું યોજના

યોજનાનું નામકુંવરબાઈ નું મામેરું યોજના ગુજરાત
કોના દ્વારા ચલાવવામાં આવે છે?ગુજરાત સરકાર
ઉદ્દેશસામાજિક અને આર્થિક રીતે પછાત દીકરીઓને લગ્ન બાદ આર્થિક સહાય
લાભાર્થીગુજરાતની દીકરીઓ
સહાયની રકમ-1તારીખ-01/04/2021 પહેલાં લગ્ન
કરેલા હોય તો તેવી દીકરીઓને 10,000 રૂપિયા સહાય
સહાયની રકમ-2ગુજરાતની કન્યાઓએ તારીખ-01/04/2021 પછી
લગ્ન કરેલા હોય તો તેવી દીકરીઓને 12,000 રૂપિયા સહાય
ઓફિસિયલ વેબસાઈટesamajkalyan.gujarat.gov.in

કુંવરબાઈનું મામેરું યોજના નો ઉદ્દેશ

કુંવરબાઈનું મામેરું યોજના એ ગુજરાત સરકારના ઈ સમાજ કલ્યાણ શાખા હેઠળ ચાલતી યોજના છે. જેમાં ગુજરાત ગુજરાતમાં વસતા અનુસૂચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને આર્થિક રીતે પછાત વર્ગની દીકરીઓને લગ્ન બાદ આર્થિક સહાય આપવામાં આવે છે.

આ યોજનામાં નાણાકીય સહાય પ્રદાન કરવામાં આવે છે, જેમાં સહાયની રકમ પહેલા રૂ .10,000 હતી જે હવે વધારીને રૂપિયા રૂ. 12,000 કરી દેવામાં આવી છે.

કુંવરબાઈનું મામેરું યોજના આવક મર્યાદા

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000/– અને શહેરી વિસ્તારમાં 1,50,000/- નક્કી થયેલ છે.

કુંવરબાઈ નું મામેરું યોજના માટે પાત્રતા | Eligibility

આ યોજનામાં આવેદન કરી શકે તે માટેની પાત્રતા અને માપદંડ નીચે પ્રમાણે છે.

 • અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
 • આ સુવિધા અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
 • કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
 • કન્યાની ઉંમર લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઇએ.
 • ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
 • શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.
 • લગ્‍ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
 • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.

કુંવરબાઈનું મામેરું યોજના માટે જરૂરી દસ્તાવેજ | Required Documents

 • કન્યાનું આધાર કાર્ડ
 • કન્યાનું ચૂંટણીકાર્ડ
 • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
 • કન્યા નો જાતિનો દાખલો
 • યુવક નો જાતિનો દાખલો (જો હોય તો)
 • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
 • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
 • કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
 • યુવકની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
 • લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)
 • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
 • કન્યાના પિતા/વાલીનું એકરારનામું
 • કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
 • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

કુંવરબાઈ નું મામેરું યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? | Online Apply

આ યોજનાની ઓનલાઇન અરજી તમે ગુજરાત સરકારની ઈ સમાજ કલ્યાણ વિભાગની સાઇટ પર જઈ કરી શકો છો જેના સ્ટેપ્સ નીચે આપેલા છે.

 • સૌપ્રથમ ઈ-સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જાઓ.
 • જો તમે અગાઉ રજિસ્ટ્રેશન કરેલું હોય તો લોગીન કરો, પરંતુ જો પહેલી વાર પોર્ટલનો ઉપયોગ કરતા હોય તો નવું રજીસ્ટ્રેશન કરવું.
 • રજિસ્ટ્રેશન કર્યા બાદ આઇડી પાસવર્ડ થી તમારે તેમાં લોગીન કરવાનું રહેશે.
 • ત્યાર બાદ યોજનાઓના લિસ્ટ માંથી તમારે કુંવરબાઈ નું મામેરું યોજના પર ક્લિક કરવાનું રહેશે.
 • તમારી સામે આવેદન ફોર્મ મળી જશે તેની સંપૂર્ણ વિગતો ભરો.
 • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
 • એકરાર નામુ ડાઉનલોડ કરો ને તેમાં વિગતો ભરવાની રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે.
Kuvarbai Mameru Yojana

મહત્વપૂર્ણ લિંક્સ | Important Link 

ઓફિશિયલ વેબસાઇટClick Here
નવું રજિસ્ટ્રેશનClick Here
તમારી અરજીનું સ્ટેટ્સ જાણોClick Here
રજીસ્ટ્રેશન કરવા માટે ની પ્રોસેસ જાણોClick Here
હોમપેઝClick Here

Kuvarbai Nu Mameru Yojana Form Pdf Download

Kuvarbai Nu Mameru form PDF (ST – અનુ. જનજાતિ માટે)

Kuvarbai Nu Mameru form PDF (SC – અનુસૂચિત જાતિ માટે)

Kuvarbai Nu Mameru form PDF (OBC – બક્ષીપંચ માટે)

વારંવાર પૂછાતા પ્રશ્નો

કુંવરબાઈનું મામેરું યોજના માં કોણ કોણ અરજી કરી શકે છે?

ગુજરાતમાં વસતા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને આર્થિક રીતે પછાત વર્ગના પરિવારની મહિલા અરજી કરી શકે છે.

કુંવરબાઈનું મામેરું યોજનામાં એક જ પરિવારની કેટલી દીકરીઓને સહાય મળી શકે છે?

કુંવરબાઈનું મામેરું યોજનામાં એક જ પરિવારની બે દીકરીઓને આ સહાય મળવા પાત્ર છે.

કુંવરબાઈનું મામેરું યોજનામાં કેટલી સહાય મળે છે

આ યોજનામાં મહિલાને રૂ.12000ની સહાય સીધા જ તેના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે.

Leave a Comment