Shram Yogi Prasuti Sahay Yojana 2023: મહિલાઓને ડીલેવરી માટે મળશે રૂ. 37,500 ની સહાય, આ રીતે કરો ઓનલાઇન અરજી

Join WhatsApp Group Join Now
Join Telegram Channel (10k Members) Join Now

Shram Yogi Prasuti Sahay Yojana 2023: સરકાર દ્વારા લોકોના આર્થિક અને સામાજિક વિકાસ માટે વિવિધ સહાયકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે પણ વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. મહિલાઓ સગર્ભાવસ્થા દરમિયાન તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને ખર્ચને પહોંચી શકે તે માટે આર્થિક સહાય આપવામાં આવે છે.

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સરકારી યોજના વેબસાઈટમાં આજે અમે તમને શ્રમયોગી પ્રસુતિ યોજના વિશે જણાવીશું જેમાં સરકાર દ્વારા ₹37,500 ની આર્થિક સહાય આપવામાં આવે છે.

Shram Yogi Prasuti Yojana Gujarat નો લાભ કોને મળે છે? ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે? વગેરે તમામ માહિતી નીચે આપેલી છે. તો આ લેખને સંપૂર્ણ વાંચો.

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના | Shramyogi Prasuti Yojana

ગુજરાત સરકાર દ્વારા બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિક અથવા બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભાવસ્થા દરમિયાન નાણાકીય સહાય આપવા અને બાંધકામ શ્રમિકોને સામાજિક સ્થિરતા પ્રદાન કરવા માટે શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના શરુ કરવામાં આવી છે.

Shramyogi Prasuti Yojana Overview

યોજનાનું નામશ્રમયોગી પ્રસુતિ સહાય યોજના
વિભાગગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ
લાભાર્થીમહિલા શ્રમયોગી અથવા પુરૂષ શ્રમયોગીની પત્ની
મળવાપાત્ર સહાયરૂ.37,500/-
ઓફિસિયલ વેબસાઈટhttps://sanman.gujarat.gov.in/

આ યોજનાનો લાભ કોણ લઈ શકે?

આ યોજનાનો લાભ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકો લઈ શકે છે. એટલે કે બાંધકામ સાથે જોડાયેલા અને ઈ-નિર્માણ કાર્ડ ધરાવતા બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળે છે.

શ્રમયોગી પ્રસુતિ યોજનામાં મળતા લાભ

  • ગુજરાત રાજ્ય માં બાંધકામ શ્રમયોગી મહિલા અથવા પુરુષ શ્રમયોગીઓની પત્નીને પ્રસુતી થાય ત્યારે દવા, હોસ્પિટલ ખર્ચ, પૌષ્ટિક આહાર ખર્ચ વિગેરે માટે થતા ખર્ચમાં સહાય આપવામાં આવે છે.
  • પ્રથમ બે પ્રસુતિ માટે આર્થિક સહાય મળવાપાત્ર છે.
  • સગર્ભાવસ્થા દરમિયાન કુલ રૂ. 17,500/- અને પ્રસુતિ થયા બાદ કુલ રૂ. 20,000/- પ્રસુતિ સહાય યોજના પેટે આપવામાં આવે છે.
  • આમ શ્રમયોગી પ્રસુતિ સહાય યોજનામાં કુલ રૂ. 37,500/- ની આર્થિક સહાય આપવામાં આવે છે.

આ પણ વાંચો: Gujarati Calendar 2023 PDF with Tithi Download

આ યોજનાની કેટલીક મહત્વપૂર્ણ બાબતો

  • નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકના કિસ્સમાં પ્રસુતિ સહાય પહેલાની રૂ.17,500 /- સહાયમાં ૦૬ (છ)માં માસમાં અરજી કરવાની રહેશે તથા સર્જન/ગાયનેક સર્જન/ગાયનેક PHC માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર/મમતા કાર્ડની નકલ (નોંધાયેલ મહિલા શ્રમિકના કિસ્સામાં) ડોકટરનું પ્રમાણપત્ર/મમતા કાર્ડની નકલમાં પ્રસુતિની સંભવિત તારીખથી અરજી બોર્ડની કચેરીમાં ઈન્વર્ડ થયા તારીખનો સમયગાળાની ગણતરી કરતા ૦૬ માસ (છ) પુર્ણ થાય તે પહેલા અરજી કચેરીમાં ઈન્વર્ડ થયેલ હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ કસુવાવડના કિસ્સામાં પણ મળવા પાત્ર થાય છે જેથી મૃત બાળકના જન્મ તથા કસુવાવડના કિસ્સામાં માન્ય PHC ડોક્ટરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. (ગર્ભ રહ્યાં પછી 26 માં અઠવાડિયા પહેલા અથવા એટલી જ મુદત દરમિયાન મહિલા અરજદારે કે બાંધકામ શ્રમિકની પત્નીને કસુવાવડ થયેલ હોય તેવા જ કિસ્સામાં)
  • આ યોજનાની આર્થિક સહાય બાંધકામ શ્રમિકના બેન્ક ખાતામાં સીધા D.B.T. મારફત જમા કરવામાં આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ

  1. મમતા કાર્ડ ની નકલ
  2. કસુવાવડ અંગે PHC માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર
  3. પાસબુકની નકલ
  4. રેશનકાર્ડની નકલ
  5. લાભાર્થી નું આધારકાર્ડ
  6. સોગંદનામુ

શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના અરજી ફોર્મ ડાઉનલોડ કરો

પ્રસુતિ પહેલાંનું ફોર્મ (17,500)ડાઉનલોડ
પ્રસુતિ બાદનું ફોર્મ (20,000)ડાઉનલોડ

અરજી કેવી રીતે કરવી?

Shram Yogi Prasuti Yojana Gujarat માટે ઓફિસિયલ વેબસાઈટ https://sanman.gujarat.gov.in/ પર જઈ સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી, ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Leave a Comment